देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

આ બિઝનેસમેન કરશે ગુજરાતનું બ્રાન્ડિંગ:દુબઇમાં CMનો વાઇબ્રન્ટ રોડ શો, રોકાણકારોને આકર્ષવા 30 ઉદ્યોગપતિનો કાફલો પણ પહોંચ્યો

અબુધાબી, દુબઇ અને રાસ અલ ખૈમાહમાં ગુજરાતમાં રોકાણ આકર્ષતા રોડ શો કરાશે કોરાનાના ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જમ્બો ડેલિગેશન યુએઇમાં દુબઇ, રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો કરવા જઇ રહ્યું છે.

Abhishek Raghuvanshi8 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અબુધાબી, દુબઇ અને રાસ અલ ખૈમાહમાં ગુજરાતમાં રોકાણ આકર્ષતા રોડ શો કરાશે

કોરાનાના ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ જમ્બો ડેલિગેશન યુએઇમાં દુબઇ, રાસ અલ ખેમાહ અને અબુધાબીમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે રોડ શો કરવા જઇ રહ્યું છે. મુખ્યપ્રધાન તરીકે પ્રથમ વિદેશયાત્રાએ જઈ રહેલા ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી જગદીશ પંચાલ અને અધિકારીઓ જઇ રહ્યા છે. તેમની સાથે 30 જેટલા ઉદ્યોગપતિઓ જઇ રહ્યા છે. અદાણી જૂથ, સેવી જૂથ, કીરી ઇન્ડસ્ટ્રીઝ, વેલસ્પન, મેઘમણિ જૂથના વડા, સીઆઇઆઇ અને એસોચેમ, ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત બિઝનેસ સંસ્થાઓના પ્રમુખ-પ્રતિનિધિઓ સીએમના ડેલિગેશનના સભ્યો તરીકે વહેલી સવારે દુબઇ પહોંચી ગયા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠકને એક દિવસ વહેલી બોલાવીને તારીખ 8 અને 9મી નવેમ્બર એમ બે દિવસ માટે દુબઇમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજી રહ્યા છે. હાલમાં દુબઇમાં ઇન્ડિયા પેવેલિયન બનાવાયું છે અને એમાં ભારતમાં રોકાણ માટે વિવિધ રાજ્યોએ પણ પોતાના ખાસ સ્ટોલ રાખ્યા છે.

तस्वीरों में खबर8 फोटो

આ અગાઉ દુબઇ એકસ્પોમાં ભારતીય પેવેલિયનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો-કોન્ફરન્સથી સંબોધન પણ કર્યું હતું. આ વખતે ગુજરાત સરકારે કરેલા આયોજનમાં તારીખ આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇમાં હાજર રહેશે. CM સાથેની ટીમમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ એડિશનલ ચીફ સેકેટરી રાજીવ ગુપ્તા પણ હાજર રહેશે.

ક્વોરન્ટીન થવાનું ટાળતા બે ફોરીન ફોરેન રોડ શો ઓનલાઈન યોજવા પડ્યા
જાન્યુઆરી 2022માં યોજાનારી સમિટ માટે અગાઉ જેટલા દેશોમાં રોડ શો યોજવામાં આવતા હતા એના કરતાં અડધા દેશોમાં ગુજરાતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના રોડ શો થયા છે. અગાઉ સાતથી આઠ ટીમ તમામ ખૂણાઓમાં ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ અંગે રોડ શો કરવા જતી હતી. આ વખતે એ ઘટીને માત્ર ત્રણ ટીમ જ થઇ ગઇ હતી. એમાં પણ હવે વાઇબ્રન્ટ સમિટના આયોજનને ગણતરીના મહિના જ બાકી છે, એવા સંજોગોમાં શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રટરી અંજુ શર્મા દ્વારા જાપાન અને કોરિયાના રોડ શોમાં અધિકારીને ત્યાં ગયા બાદ અઠવાડિયા જેટલો સમય ક્વોરન્ટીન થવું પડે એમ હોઇ, એ રોડ શો ઓનલાઇન યોજવામાં આવ્યા હતા.

ઉદ્યોગપતિઓ સાથે બે દિવસનો રોડ શો
અમેરિકાના રોડ શોમાં પ્રિન્સિપલ સેક્રેટરી જેપી ગુપ્તાએ ગુજરાતના બ્રાન્ડિંગની કમાન સંભાળી હતી, જ્યારે સોનલ મિશ્રાએ અગાઉ બિઝનેસમેન અને ઉદ્યોગ જૂથ સાથે બેઠકો કરવા આઠથી દસ દિવસના પ્રવાસના સ્થાને હવે માત્ર પાંચથી છ દિવસના રોડ શો યોજાયા હતા. એમાં હવે ઉદ્યોગપતિઓ સાથે બે દિવસનો રોડ શો દુબઇમાં યોજાઇ રહ્યો છે.

છ શહેરમાં નેશનલ રોડ શો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટનગર નવી દિલ્હી અને મુંબઇમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રોકાણકારોને આકર્ષવા રોડ શો યોજ્યો હતો. તારીખ 7મીએ રાજ્ય સરકારના પ્રવકતા જિતુ વાઘાણીએ બેંગલુરુમાં રોડ શો થકી રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા જણાવ્યું હતું. આગામી દિવસોમાં વધુ ત્રણ શહેરમાં નેશનલ રોડ શો યોજાશે, એ શહેરોમાં હૈદરાબાદ, કોલકોતા અને લખનઉનો સમાવેશ થાય છે. આ બાકી રહેલા ડોમેસ્ટિક રોડ શો મુખ્યપ્રધાનની દુબઇની બે દિવસની મુલાકાત બાદ તબક્કાવાર યોજાશે.

રાજ્યો અને દેશો માટે સમિટ એક પ્લેટફોર્મ
વાઇબ્રન્ટ સમિટમાં જે-તે દેશ પણ પોતાના દેશમાં રોકાણ આકર્ષવા સમિટમાં બેઠકો યોજી શકશે. એમાં અગાઉ નાના સ્તરે આ પ્રયોગ થયો હતો. જોકે આ વખતે કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો ઘટશે તો વિવિધ દેશો પણ ગુજરાતના મહાત્મા મંદિર ખાતેથી તેમના દેશમાં ભારતાના રોકાણકારોને નવા રોકાણે કે જોઇન્ટ વેન્ચર માટે આકર્ષિત કરી શકશે. એ જ રીતે રાજ્યોને પણ વાઇબ્રન્ટ સમિટની સાથે તેમના રાજ્યમાં રોકાણ વધે એ માટે વિવિધ બીટુબી અને બીટુજી બેઠકો યોજી શકશે.

વાઈબ્રન્ટ ગુજરાત 2022 માટે અમેરિકામાં રોડ શો યોજવામાં આવ્યો હતો.

આ વખતે આયોજનમાં CII અને ASSOCHAM
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા રોકાણ આકર્ષવા યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી બિઝનેસ સંસ્થાઓમાં મોટો ફેરફાર થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ-સીઆઇઆઇ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ-ફિક્કી અગાઉની તમામ વાઇબ્રન્ટમાં સંકળાયેલા હતા, એમાંથી આ વખતે ફિક્કીને બહાર કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં ફિક્કીના સ્થાને આયોજનમાં પ્રમાણમાં નવી બિઝનેસ સંસ્થા એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમને જોડવામાં આવી છે. આ વખતે જાન્યુઆરી 2022માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સીઆઇઆઇ અને એસોચેમ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે કામગીરી શરુ પણ કરી દીધી છે.

વાઈબ્રન્ટ સમિટ 2022માં વિદેશી ઓર્ગેનાઇઝેશન પાર્ટનર
USIBC યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ
UIBC યુએઇ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ
USISPF-યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ
JETRO જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
ICBC ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર
ICCC ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ
AMCHAM અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડિયા

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 461 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 461 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 519 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 568 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 792 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 793 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 793 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 798 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 798 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 802 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 802 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 803 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 803 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 804 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 804 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 817 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 821 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 823 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 823 दिन पहले
↑