देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 18 बार पढ़ी गई

અમદાવાદ SOG ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ ફ્રીમાં ચલાવે છે કોચિંગ કલાસ, એક્સપર્ટ્સ દ્વારા ઉમેદવારોને અપાય છે દોડની તાલીમ

લેખિત પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની તસવીર મોંઘા ક્લાસની ફી ન ભરી શકતા ગરીબ-મધ્યમવર્ગના ઉમેદવારો માટે કોચિંગ ક્લાસ ચાલે છેપોલીસ સ્ટેશનમાં 60 વિદ્યાર્થી અને 100 વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ કરે છે ગુજરાત પોલીસના લોકરક્ષક કેડરમાં 10,459 જેટલી ભરતી માટે 9.50 લાખ ઉમેદવારો છે.

Abhishek Raghuvanshi20 नवंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મોંઘા ક્લાસની ફી ન ભરી શકતા ગરીબ-મધ્યમવર્ગના ઉમેદવારો માટે કોચિંગ ક્લાસ ચાલે છે
  • પોલીસ સ્ટેશનમાં 60 વિદ્યાર્થી અને 100 વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસ કરે છે

ગુજરાત પોલીસના લોકરક્ષક કેડરમાં 10,459 જેટલી ભરતી માટે 9.50 લાખ ઉમેદવારો છે. 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા યોજાવાની છે. એના એક મહિના બાદ લેખિત પરીક્ષા હોઈ, ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. પોલીસમાં ભરતી થવા માગતા ઉમેદવારોને માર્ગદર્શન અને તૈયારીઓ ખુદ પોલીસકર્મીઓ કરાવી રહ્યા છે. અમદાવાદ SOGમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી મિત્રોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ એક હોલમાં કલાસીસ શરૂ કર્યા છે, જેમાં 60 લોકો ક્લાસમાં અને 100 લોકો ઓનલાઇન તૈયારીઓ કરાવે છે. આ જ વિદ્યાર્થીઓને બાજુમાં આવેલા ઓક્સિજન પાર્ક ગાર્ડનમાં જ વહેલી સવારે 5થી 7 દોડની તૈયારીઓ પણ આ જ પોલીસકર્મીઓ કરાવે છે. ગરીબ અને મધ્યમવર્ગના ઉમેદવાર પૈસા ખર્ચીને ખાનગી ક્લાસમાં જઈ તૈયારી ન કરી શકતા હોઈ, તેમના માટે આ કલાસ ચાલે છે.

250 વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને પાસ થયેલાને તાલીમ
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કેતન પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. તેમની સાથે ફરજ બજાવતા પોલીસકર્મી નિકુંજ ચક્રવર્તી અને તેમના મિત્રોની ટીમ, જેમાં કોઈ આર્મી રિટાયર્ડ તો કોઈ એસ.આર.પી જવાન છે, તેઓ પોલીસની ભરતીમાં ફોર્મ ભરી તૈયારી કરતા ગરીબ અને મધ્યમવર્ગના ઉમેદવારો માટે ક્લાસીસ અને રનિંગની તૈયારી કરાવે છે. LRD ભરતી બહાર પડતાં જ સોશિયલ મીડિયામાં મફતમાં ટ્રેનિંગ અને કોચિંગ આપવાની તેમણે જાહેરાત કરી હતી. એમાં 250થી વધુ લોકોએ ફોર્મ ભર્યાં હતાં. તેમની 5 કિલોમીટર દોડની પરીક્ષા લીધી, જેમાંથી 150 આસપાસ પાસ થયા અને તેમની લેખિત પરીક્ષા લેતાં 60 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. અમારી લાઇબ્રેરીમાં 40 વિદ્યાર્થી બેસી શકે એવી વ્યવસ્થા છે.

तस्वीरों में खबर2 फोटो
અંદાજે 160 જેટલા ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છેપોલીસ સ્ટેશનમાં જ ઉમેદવારો માટે લાઈબ્રેરી છે

રોજ સાંજે બે કલાક સુધી ક્લાસ ચાલે છે
બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ગઢવીને આ બાબતે જાણ થતાં તેમણે કેતન પરમારને બોલાવી જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ રૂમની ઉપર એક હોલ ખાલી છે, એમાં ઉમેદવારોને બેસાડી તમે તૈયારી કરાવી શકો છો. બાપુનગર પોલીસ સ્ટેશનનો સહયોગ મળતાં જ 60 વિદ્યાર્થીઓની બેચ શરૂ કરવામાં આવી છે. દરરોજ સાંજે 7થી 9 વાગ્યા સુધી કલાસ ચાલે છે, જેમાં વિવિધ વિષયોની અલગ અલગ ફેકલ્ટીઓ બોલાવીને તેમને શિખવાડવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઇન કલાસમાં ન સમાવિષ્ટ થઈ શક્યા હોય તેઓ ઓનલાઈન ઝૂમ એપ્લિકેશનથી પણ કલાસ દરમિયાન જોડાય છે. વ્હોટ્સએપ ગ્રુપમાં ક્લાસના સમયે ઝૂમની લિંક આપીએ છીએ ,જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ ક્લાસમાં અભ્યાસ કરી શકે છે.

સવારે શારીરિક પરીક્ષાની ટ્રેનિંગ અપાય છે
વહેલી સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી બાપુનગર ઓક્સિજન પાર્કમાં 150થી વધુ ઉમેદવારોને દોડ, બટરફલાય, રનિંગ, કૂલ ડાઉન, કપ મસલ્સ, જમ્પ એક્સર્સાઇઝ, સાઈડ જમ્પ, વોર્મ અપ, લેગ જમ્પ, એન્કલ જમ્પ, એબીસી સ્ટ્રેચિંગ અને હેડ રોટેશન જેવી કસરતો કરાવે છે. દરેક ઉમેદવાર વધુ મહેનત કરી પોલીસમાં ભરતી થાય એના માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં તેમને બાપુનગર પીઆઇ, SOGના ડીસીપી મુકેશ પટેલ, ACP બી.સી. સોલંકી સહિતના તમામ પોલીસ અધિકારીઓનો સપોર્ટ પણ મળી રહ્યો છે.

પોલીસની સેવાથી ઉમેદવારો ખુશ
બંને કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવતા કલાસીસમાં આવતા બિપાશા બારૈયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેખિત અને શારીરિક દોડની પરીક્ષા લેવાઈ હતી, જેમાં પાસ થયા હતા. પાસ થનારા ઉમેદવારોને કલાસીસમાં વિવિધ વિષયો પર સાંજે બેથી અઢી કલાક અભ્યાસ કરાવવામાં આવે છે અને સવારે બે કલાક સારા કોચ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જ્યારે ધર્મિષ્ઠા ગુર્જરે જણાવ્યું હતું કે ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અથાગ પ્રયત્નો કરીને ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારના વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવે છે. સવારે રનિંગ અને કસરતની અને સાંજે લેખિત પરીક્ષાની વિવિધ વિષયની તૈયારીઓ કરાવે છે, અમે આ ટ્રસ્ટના લોકોના ખૂબ જ આભારી છીએ.

પોલીસ સ્ટેશનની લાઈબ્રેરીમાં વાંચવા આવે છે ઉમેદવારો
અવિનાશ નામના ઉમેદવારે જણાવ્યું હતું કે SOGમાં ફરજ બજાવતા કેતન પરમાર અને નિકુંજભાઈ દ્વારા તૈયારીઓ કરાવવામાં આવતી હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત બાદ મેં ફોર્મ ભર્યું હતું અને પરીક્ષા પાસ કરી હતી. ફિઝિકલ અને લેખિત પરીક્ષાની સવાર-સાંજ તૈયારી કરાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓઓ ખાનગી ક્લાસીસમાં મોંઘી ફી ભરી ભણી નથી શકતા તેઓ અહીં ફ્રીમાં તૈયારી કરી રહ્યા છે. જ્યારે સન્ની પરમારે જણાવ્યું હતું કે ભીમરાવ વાંચનાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે ફિઝિકલ ટ્રેનિંગ ત્રણ કોચ દ્વારા કરાવવામાં આવે છે. બાદમાં લાઇબ્રેરીમાં અમે વાંચવા આવીએ છીએ. સાંજે 60 જેટલા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં તૈયારીઓ કરે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑