AAPમાં અસંતોષ:ગાંધીનગર આમ આદમી પાર્ટીમાં આંતરિક જૂથબંધી સપાટી પર આવી, પાર્ટીના એકમાત્ર કોર્પોરેટરે રાજીનામાની ચીમકી આપી
ગાંધીનગર મનપાના કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા કેજરીવાલને ટેગ કરી ટ્વીટ કરાયુંસ્થાનિક નેતાઓ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો કરતા હોવાની બુમરાણ ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે.
- ગાંધીનગર મનપાના કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા કેજરીવાલને ટેગ કરી ટ્વીટ કરાયું
- સ્થાનિક નેતાઓ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો કરતા હોવાની બુમરાણ
ગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજરઅંદાજ કરાતા હોઈ, પરીખ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તુષાર પરીખે કેજરીવાલને ટેગ કરી ટ્વીટ કર્યું
ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટ્વિટર પર બળાપો કાઢવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામાં આવેલા ટ્વીટમાં ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન જળવાશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતાઓ દ્વારા નાના-મોટા નિર્ણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરાતા હોવાની બુમરાણ ઊઠી છે.
ગાંધીનગર મનપામાં ‘આપ’ને એક જ બેઠક મળી હતી
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે ઊભરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં દિલ્હી મોડલની વાત કરી સુરતની માફક પરિણામ લાવવાનો પ્રયાસો કરાયો હતો, પરંતુ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી. તે ઉમેદવાર પણ હવે નારાજ થતાં રાજીનામાની ચીમકી આપી રહ્યા છે.
શહેર સંગઠનમાં વિસંગતતા છે- તુષાર પરીખ
અરવિંદ કેજરીવાલને ટેગ કરી ટ્વીટ કરનાર ગાંધીનગર મનપાના AAPના એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખે દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીનગર આપના શહેર સંગઠનમાં વિસંગતતા છે, જેને કારણે મારે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને ટ્વીટ કરી જાણ કરવાની ફરજ પડી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले


