સુરતમાં કિશોરીએ બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાની આશંકા
પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં લાગી ગઈ હતી સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે.
- પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં લાગી ગઈ હતી
સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે. શબિના (નામ બદલ્યું છે)ને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કલાકો સુધી બાથરૂમમાં બેસી પ્રેમી સાથે વાતચીત કરતી શબિનાના આપઘાત પાછળ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
વતનથી અભ્યાસ છોડી આવી હતી
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મિલમાં કામ કરે છે ત્રણ સંતાનોમાં શબિના બીજા નંબરની દીકરી હતી. વતન કોલકોતામાં અભ્યાસ કરતી શબિનાએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં ધ્યાન આપ્યું હતું.
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા. સવારે પત્નીની આંખ ખુલતા શબિના બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી. પત્નીની બુમાબુમ બાદ પરિવાર શબિનાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. શબિનાના આવા અંતિમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
કિશોરી પ્રેમી સાથે વાત કરતા પકડાઈ હતી
વધુમાં જણાવ્યું હતું કે વતન કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે શબિનાને એક વર્ષથી પ્રેમ થઈ ગયો હતો. અવાર નવાર પરિવારથી છુપાઈને બાથરૂમમાં એક એક કલાક સુધી મોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ શબિનાના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले

