देश की बात, आपके शहर से
Indore24°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

યાત્રાધામ બની અંતિમયાત્રા:રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા ચાર મિત્રને કાળ ભરખી ગયો, કપડવંજના કાવઠ પાસે હાઇવે પર કમકમાટીભર્યાં દૃશ્યો સર્જાયાં

મોડાસા રોડ પર કાવઠ પાસે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયોકારમાં સવાર તમામ લોકો રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતાકપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર મિત્રને મોતનો કાળ ભરખી ગયો છે.

Abhishek Raghuvanshi1 अक्टूबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મોડાસા રોડ પર કાવઠ પાસે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો
  • કારમાં સવાર તમામ લોકો રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા
  • કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી

ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર મિત્રને મોતનો કાળ ભરખી ગયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રણુજાથી દર્શન કરી પરત ફરી રહેલા હોમગાર્ડ મિત્રોને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 4નાં મૃત્યુ થયાં છે, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો છે. આ બનાવ સંદર્ભે કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બન્ને વાહન ધડાકાભેર અથડાતાં કારનો લોચો વળી ગયો
કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીંથી પસાર થતી કેળા ભરેલી આઈસર ટ્રક (નં. RJ-06-GB-1433) અને કાર (નં. GJ-07-DA-8318) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્ને વાહન સામસામી ધડાકાભેર અથડાતાં કારનો લોચો વળી ગયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રકચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો, જ્યારે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

तस्वीरों में खबर2 फोटो

પાંચ પૈકી ચાર મિત્રનાં ઘટનાસ્થળે મોત
કારમાં સવાર 5 હોમગાર્ડ મિત્રો પૈકી 4ને શરીરે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં. વ. 29) નામની વ્યક્તિને તરત સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોના મતે ઉપરોક્ત બન્ને વાહનો એટલી સ્પીડમાં હતાં કે ઓવરટેકની લાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે.

તમામ મૃતક કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરતા હતા
પોલીસનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલી તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે, જેમાં બે વ્યક્તિ મોટા રામપુરા અને એક ગરોડ તથા એક વાઘાવતનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત સાથે આ તમામ મિત્રો હોવાથી તમામ લોકો રણુજા દર્શને ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે કપડવંજ પંથક પાસે જ અકસ્માત નડ્યો છે. મૃતકોને કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપાશે. સાથે સાથે આ સંદર્ભે ગુનો નોંધવાની કામગીરી પણ કપડવંજ ગ્રામ્ય પોલીસે હાથ ધરી હોવાનું કપડવંજ ગ્રામ્ય પોલીસના પીઆઈ જે. કે. રાણાએ જણાવ્યું છે.

મૃતકોનાં નામ

  • રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ. 55)
  • મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉં.વ. 48)
  • નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ. 35)
  • શૈલેષ કેદરસિંહ રાઠોડ (ઉં.વ. 33)
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑