જીવ સટોસટીનો ખેલ:રાજકોટમાં મોટામવાના પુલ પર બાઇક સવાર યુવાન તણાયો, લાલપરીના બેઠા પુલ પર ખાડામાં છકડો રીક્ષા ડૂબી, LIVE દૃશ્યો
બન્ને ઘટનાનાં LIVE દૃશ્યો મોબાઇલમાં કેદ ગઈકાલે પણ એક યુવક અને 3 મુસાફરો સાથે એક બસ પાણીના ધસમસતા પ્રવાહમાં પોપટપરાના નાળામાં ફસાયા હતા હાલ રાજકોટમાં મેઘરાજાના મંડાણ થઈ ગયા છે.
- ગઈકાલે પણ એક યુવક અને 3 મુસાફરો સાથે એક બસ પાણીના ધસમસતા પ્રવાહમાં પોપટપરાના નાળામાં ફસાયા હતા
હાલ રાજકોટમાં મેઘરાજાના મંડાણ થઈ ગયા છે. ત્યારે તંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની ખામી દર્શાવતી બે ઘટના સામે આવી છે. જેમાં મોટામવાના પુલ પર એક બાઇક સવાર યુવાન તણાયો હતો તો બીજી તરફ લાલપરીના બેઠા પુલ પર ખાડામાં છકડો રીક્ષા ડૂબી ગઈ હતી. આ બન્ને ઘટનાઓમાં સ્થાનિકો દ્વારા ડૂબેલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ બન્ને ઘટનાનાં LIVE દૃશ્યો મોબાઇલમાં કેદ થયા છે.
ચાર જિંદગીને જીવનદાન મળ્યું
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ નદી બની ગયા હતા અને નાલા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જોકે, શહેરનું સૌથી વધારે જોખમી નાલુ હોય તો તે પોપટપરાનું નાલુ છે. પહેલા બસ સ્કૂલ બસ ફસાઇ હતી. જેમાં ડ્રાઇવર, મહિલા સહિત 3 વ્યક્તિ સવાર હતા. જેને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાદમાં એક યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં નાલુ પાર કરવા સાયકલ સાથે પાણીમાં ઉતર્યો હતો. જોકે પાણીના પ્રચંડ પ્રવાહ સામે તે સાયકલ સાથે જ પડી ગયો હતો. પરંતુ આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો. આમ પોપટપરાના નાલામાં ફસાતા અને તણાતા ચાર જિંદગીને જીવનદાન મળ્યું હતું.
મોટામવા પાસે બેઠાપૂલ પર યુવાન બાઇક સાથે તણાયો
રાજકોટમાં ભારે વરસાદને કારણે જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પૂલ પર કેડસમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પૂલ છે. આથી લોકો દર વર્ષે હેરાન પરેશાન બને છે. ત્યારે આજે આ પૂલ પરથી એક યુવાન બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક ધસમસતા પ્રવાહમાં યુવાન બાઇક સાથે તણાયો હતો. આથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવાનને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ હજી સુધી બાઇક હાથ લાગ્યુ નથી. આ બેઠા પૂલ પર મોટો પૂલ બનાવવા લોકોએ અનેકવાર તંત્રને રજુઆત કરી છે છતાં વર્ષોથી આ પ્રશ્ન તેમને તેમ જ લટકી રહ્યો છે. યુવાને બાઇક ગુમ થયાની અરજી મોટામવા પોલીસ સ્ટેશનમાં કરી છે. તેમના સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર GJ-03-JB-1928 છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले


