देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 9 बार पढ़ी गई

જામનગરના બાણુગારમાં 22 ઇંચ વરસાદ:શપથ પહેલાં જ પૂરમાંથી લોકોને બચાવવા કામે લાગ્યા ભૂપેન્દ્રભાઈ, લોકો જીવ બચાવવા અગાસી પર ચઢ્યા, ફસાયેલાને એરલિફ્ટ કરવા નવા CMની સૂચના

અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા, બચાવ કામગીરી હજી પણ ચાલુજામનગરના કાલાવાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યોગ્રામ્ય વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયાજામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલોફસાયેલા લોકોને બચાવવા NDRF અને SDRFની ટીમ રવાના જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે.

Abhishek Raghuvanshi13 सितंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અલિયાબાડા ગામમાં 25થી વધુને રેસ્ક્યૂ કરાયા, બચાવ કામગીરી હજી પણ ચાલુ
  • જામનગરના કાલાવાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો
  • ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાયા
  • જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો
  • ફસાયેલા લોકોને બચાવવા NDRF અને SDRFની ટીમ રવાના

જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. હાલાર અત્યારે લાચાર છે.

મોટીબાણુગાર આખુ ગામ બેટમાં ફેરવાયું
જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.

तस्वीरों में खबर5 फोटो

ધુવાવ ગામ બેટમાં ફેરવાયું
જામનગર તાલુકાના ધુવાવ ગામમાં પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. તેમજ આખું ગામ બેટમાં ફેરવાયું છે. ત્યારે પંચકોશી પોલીસ સ્ટેશનનના સ્ટાફ સહિત લોકોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત જામનગર તાલુકાના અલીયાબાડા, ખીમરાણા ગામમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્કયૂંની કામગીરી ચાલી રહી છે.

જામનગર-રાજકોટ હાઈવે સંપર્ક વિહોણો
ભારે વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે સંપર્ક વિહોણો થયો છે. જામનગર શહેરની બહાર નીકળવાના તમામ ખીજડીયા બાયપાસ, ઘુવાવ પાસે આવેલા પૂલ અને હાઇવે પર પાણી ફરી વળ્યા છે.

પંચકોશી આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાલાવડ નાકા બહાર તેમજ વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા છે. લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.

રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી
ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

પાણી હાઇવે પર ફરી વળ્યા
જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેના કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.

રણજીતસાગર ડેમ ઓવરફ્લો
જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળ સંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. રવિવારે દિવસે તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદ વરસ્યો છે અને અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામડાઓમાં નદી અને વોકરાના પાણી ઘુસી ગયા છે. લોકો જીવ બચાવવા માટે મકાનના બીજા માળે ચઢી ગયા છે. મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી. જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમો એક દિવસમાં છલકાઈ ગયા છે અને હું માનું છું ત્યાં સુધી ઈતિહાસમાં ન થયો હોય તેટલો વરસાદ એક દિવસ એટલે કે 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે.

વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિમાં જામનગર વિસ્તારના લોકો તકલીફમાં મુકાયા છે. લોકોની જાન-માલ તેમજ પશુ બચાવવા માટે મેં તાત્કાલિક રાજ્યના સચિવ, રાજ્ય સરકાર, કલેક્ટર અને મામલતદારને બધા લોકોને જાણ કરી છે અને જિલ્લાના કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. સંજોગો સાથે ગાંધીનગર હોવાથી ફિઝિકલી મારા મત વિસ્તારમાં હાજર નથી અને ટેલિફોનથી જામનગર તાલુકાની પરિસ્થિતિથી સતતને સતત વાકેફ છું. મોટાભાગે ગામડાઓની હાલત અતિવૃષ્ટિના કારણે ખરાબ છે.

લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરાઈ
લોકોના જીવ બચાવવા માટે NDRF, SDRFની ટીમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યૂ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. જ્યારે જમવા માટેના ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે અને અમે જામનગર સતવારાના સતત સંપર્કમાં છીએ. તેમજ આગેવાનો સાથે પણ સંપર્કમાં રહી છે. આ પરિસ્થિતિ ખરાબ છે, ત્યાં લોકોને મદદરૂપ થવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ.

જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ
ધોધમાર વરસાદના પગલે જામનગર-રાજકોટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. તેમજ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. તેમજ આજુબાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે પોલીસ સ્ટેશનની બાજુના વિસ્તારમાં આશ્રમમાંથી લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑