મેઘસવારી:સુરતમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં
પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. સવારના છથી આઠ વાગ્યાના ગાળામાં વરસાદ ખાબક્યો સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી.
- સવારના છથી આઠ વાગ્યાના ગાળામાં વરસાદ ખાબક્યો
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી. સવારે 6થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
રસ્તાઓ પાણીમાં ગરક
ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
બે ફૂટ પાણી ભરાયાં
ઉધના વિસ્તારમાં રોડ નંબર નવ અને છ તરફ તેમજ નવસારી તરફ જવાના રસ્તા ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદને કારણે જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઇ હતી. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે સુરત શહેરમાં વરસાદ ઓછો નોંધાયો છે. હજી પણ વાદળછાયું વાતાવરણ જોતાં શહેરમાં દિવસ દરમિયાન વરસાદ આવી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય બાદ રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
