વાલીઓ હવે ચેતી જજો:અમદાવાદમાં ઓનલાઇન ભણતી સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, માતા-પિતાને જાણ થતાં બન્નેને હાર્ટ-એટેક આવ્યો
સગીરાએ પોતાની આવી પ્રવૃત્તિ પોતાની માસીની દીકરીને પણ કરવા કહ્યું ત્યારે ભાંડો ફૂટ્યોસગીરાને સમજાવવા છતાં હરકતો ચાલુ રાખતાં માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી.
- સગીરાએ પોતાની આવી પ્રવૃત્તિ પોતાની માસીની દીકરીને પણ કરવા કહ્યું ત્યારે ભાંડો ફૂટ્યો
- સગીરાને સમજાવવા છતાં હરકતો ચાલુ રાખતાં માતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી
અમદાવાદ શહેરમાં ઓનલાઈન અભ્યાસના બહાને એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. તે પોતાની માસીની દીકરીને પણ આવું કરવા જણાવતી હતી. તેનાં માતા-પિતાને આ બાબતની જાણ થતાં જ બંનેને હાર્ટ-એટેક આવી ગયો હતો. તેમની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. માતા-પિતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી, પરંતુ સગીરાએ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની અને માતાની હાજરીમાં જ હવે ઓનલાઇન અભ્યાસ કરવાની બાંયધરી આપતાં તેને રાખવા તૈયાર થયાં હતાં.
સગીરાએ ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ વીડિયો મૂક્યા હતા
અમદાવાદના મણિનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરા તેનાં માતા-પિતા સાથે રહે છે. કોરોનાને કારણે ઓનલાઇન અભ્યાસ ચાલુ થયો હતો, જેથી તેને એક મોબાઈલ ફોન લઇ આપ્યો હતો. તેને અભ્યાસમાં તકલીફ ન પડે એના માટે એક પર્સનલ રૂમ પણ આપ્યો હતો. ધીરે ધીરે અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો તેણે દુરુપયોગ શરૂ કર્યો હતો. એકલતાનો લાભ લઈને સગીરા રૂમમાં પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ પાડતી હતી. ધીરે ધીરે તેને આવી પ્રવૃત્તિમાં રસ પડતાં તેણે ન્યૂડ વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. એને કારણે તેની પોસ્ટ પર છોકરાઓની ગંદી કોમેન્ટ પણ આવવા લાગી હતી. સગીરા આ રીતે કરવા લાગી અને તેને મજા આવતી હતી.
માસીની દીકરીએ સગીરાનાં માતા-પિતાને જાણ કરી
સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ વાત શેર કરી અને તેને પણ આ રીતે ગુપ્ત ભાગના ફોટોઝ પાડીને ન્યૂડ વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા કહ્યું હતું. માસીની દીકરી દ્વારા આ રીતે ગંદી હરકતો કરવાનું કહેતાં તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી. સગીરાના પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી. પોતાની દીકરીની આવી હરકતો સાંભળી માતા-પિતાને એટેક આવી ગયો હતો. તેમણે સગીરાને ખૂબ સમજાવી હતી, પરંતુ થોડા દિવસ બાદ ફરીથી તેણે પોતાની આવી હરકતો શરૂ કરી દીધી હતી. સગીરાએ આવી હરકતો બંધ ન કરતાં તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી.
હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના ઘરે જઈ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી આવી હરકતો ન કરવા સમજાવી હતી. દીકરીની હરકતોને જોઈ માતા-પિતાએ તેને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે જણાવ્યું હતું. સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ મારી દીધું હતું. જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરે. માતાની હાજરીમાં જ મોબાઈલથી ઓનલાઇન અભ્યાસ કરશે એવી તેણે બાંયધરી આપી હતી. આમ, હેલ્પલાઇનની ટીમે સગીરાને સેક્સ્યૂઅલ પ્રવૃત્તિ અને સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
