સરકારમાં પરિવર્તન:ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂંક, અનિલ મુકીમ અંતે નિવૃત્ત
ગુજરાતના નવા મુખ્ય સચિવ નિમાયેલા પંકજ કુમારની તસવીર પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂંક કરવામાં આવી છે.
- પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહેલા અનિલ મુકીમના અનુગામી તરીકે IAS પંકજ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે.
અનિલ મુકીમ 31મી ઓગસ્ટે નિવૃત્ત થશે
IAS અનિલ મુકીમને રાજ્યમાં મુખ્ય સચિવ તરીકે અગાઉ 6-6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 31મી ઓગસ્ટે તેમનો કાર્યકાળ પૂરો થતો હોવાથી તેણે 25મી ઓગસ્ટે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના બાદ મુખ્ય સચિવ તરીકે એસીએસ હોમ પંકજ કુમાર તથા એસીએસ ઈન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. જેમાંથી પંકજ કુમારની પસંદગી નવા મુખ્ય સચિવ તરીકે કરાઈ છે. તેઓ હવે 31મી ઓગસ્ટે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે.
મે 2022માં નિવૃત્ત થવાના છે પંકજ કુમાર
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂંક પામેલા IAS પંકજકુમાર સાથે રાજીવકુમાર ગુપ્તા પણ રેસમાં હતા. પંકજકુમાર 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. તેઓ મે 2022માં વયનિવૃત્ત થઈ રહ્યા છે.
ગુજરાતમાં 2013થી છેલ્લા 5 મુખ્યસચિવની છેલ્લી પોસ્ટ
- અનિલ મુકીમ – દિલ્હી ડેપ્યુટેશન પરથી પરત ફર્યા, ગુજરાતમાં મુખ્યસચિવ બનાવાયા (ગુજરાતમાં છેલ્લે મુખ્યમંત્રીના સેક્રેટરી)
- ડો. જે એન સિંઘ- CS પહેલા રાજ્યમાં એડીશનલ ચીફ સેક્રેટરી (ફાયનાન્સ)
- જી આર અલોરિયા- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ), ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા
- ડી જી પાંડીયન- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ)
- વરેશ સિંહા- CS પહેલા એડીશનલ ચીફ સેક્રેટરી (ફાયનાન્સ)

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले