देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

લોકોમાં રોષ:પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ‘આપ’ તરફ વળ્યા, સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના 200થી વધુ લોકો ‘આપ’માં જોડાયા

200થી વધુ રહીશોએ આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં 'આપ'નો ખેસ ધારણ કરી લીધો.

Abhishek Raghuvanshi3 जुलाई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શિલાલેખ સોસાયટીના 200થી વધુ રહીશો દ્વારા આમઆદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ‘આપ’નો ખેસ ધારણ કરી લીધો હતો. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં વધારે લોકો રહે છે. કોર્પોરેશનમાં સમાવિષ્ટ થઇ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સતત કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાની ફરિયાદ સાથે તેઓ ‘આપ’માં જોડાયા છે.

ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી નહીં
શિલાલેખ સોસાયટીના રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડી શકતું નથી. સોસાયટીના લોકો વર્ષોથી પ્રાઇવેટ બોરિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બોરિંગનું પાણી પણ ખૂબ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેકશનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પડી રહી છે.

तस्वीरों में खबर3 फोटो
રહીશોએ જ આમઆદમી પાર્ટીના સભ્યોનો સંપર્ક કર્યો હતો.રહીશોને પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડતું ન હોવાનું રહીશોએ જણાવ્યું.સોસાયટીમાં 2500 કરતાં વધારે લોકો રહે છે, પરંતુ હાલ 200થી વધુ લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયા.

લોકો અને આમઆદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દૃઢ બની રહ્યો છે
‘આપ’ના કાર્યકર અનિલ યોગ નંદાણીએ જણાવ્યું હતું કે શિલાલેખ સોસાયટીના સ્થાનિક રહીશોએ અમારો સંપર્ક સામેથી કર્યો હતો. ત્યાર બાદ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતાં અમે હવે ‘આપ’માં જોડાવા ઈચ્છી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે અમે બેઠક કરીને જેટલા પણ લોકો ‘આપ’માં જોડાવા ઈચ્છતા હોય તેમનો અમે સહર્ષ સ્વીકાર કરી લીધો છે. લોકો અને આમઆદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દૃઢ બની રહ્યો છે.

કોર્પોરેશન દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે
શિલાલેખ સોસાયટીમાં રહેતા જયદીપ રાબડિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. કોર્પોરેશનની સત્તા પર બેઠેલા ભાજપ પક્ષ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મીઠું પાણી અમારી સોસાયટીને મળશે એવું ચૂંટણી પહેલાં તેમણે વાયદો આપ્યો હતો અને એ સમયે 15થી 20 ફૂટ જેટલું ખોદીને મીઠા પાણીની પાઇપલાઇન માટેની પાઇપ પણ ત્યાં મૂકી દીધી હતી, પરંતુ આ શાસકોને મત મળી ગયા બાદ એ કામ આગળ વધ્યું નથી, પણ એમને એમ છેલ્લાં ઘણાં વર્ષોથી પડી છે છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી. અમારી સોસાયટીમાં 2500 કરતાં વધારે લોકો રહે છે, પરંતુ હાલ અમે 200થી વધુ લોકો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑