देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

ગુજરાતમાં ‘આપ’નો ચહેરો કોણ?:જો ઈસુદાન ગુજરાતના કેજરીવાલ બને તો પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? ઈસુદાનની ઓફિસ મોટી, ઈટાલિયાની નાની

ગુજરાતમાં ચર્ચાતો સૌથી મોટો સવાલ ઈસુદાન 'આપ'માં આવ્યા તો ગોપાલ ઈટાલિયાનું શું થશે?કેજરીવાલે ફેનના નામે ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ ગણાવી દીધાબંનેની ઓફિસ તો સામસામે ફાળવી છે આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.

Abhishek Raghuvanshi15 जून 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગુજરાતમાં ચર્ચાતો સૌથી મોટો સવાલ ઈસુદાન ‘આપ’માં આવ્યા તો ગોપાલ ઈટાલિયાનું શું થશે?
  • કેજરીવાલે ફેનના નામે ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ ગણાવી દીધા
  • બંનેની ઓફિસ તો સામસામે ફાળવી છે

આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કેજરીવાલે પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી ‘આપ’માં પ્રવેશ કરાવ્યો હતો. ઈસુદાનની ‘આપ’માં એન્ટ્રી થતાં જ હવે સૌકોઈના મનમાં એક જ સવાલ ઊભો થયો છે કે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? શું ઈટાલિયાને સાઈડલાઈન કરી ઈસુદાનને ‘આપ’નો ચહેરો બનાવાશે કે પછી નંબર ટૂ બનશે? ઈસુદાનનો પાર્ટીમાં શું રોલ હશે એ અંગે કેજરીવાલે આજે ઈશારા ઈશારામાં ઘણું કહી દીધું છે.

આ ઉપરાંત નવા પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઓફિસની સામે જ ઈસુદાન ગઢવીને ઓફિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, ઇસુદાનની ઓફિસ મોટી છે, જ્યારે ગોપાલ ઇટાલિયાની ઓફિસ નાની છે.

तस्वीरों में खबर2 फोटो
ઈસુદાન કેજરીવાલની પડખે તો ઈટાલિયા પાછળ.

આ પણ વાંચોઃ કોણ છે ગુજરાતના ‘કેજરીવાલ’ અને પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી, રિપોર્ટરથી ‘આપ’માં એન્ટ્રી સુધી

ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત!
અરવિંદ કેજરીવાલે જ્યારે પત્રકાર પરિષદના આરંભે ઈસુદાનને ખેસ પહેરાવીને તેમનું ‘આપ’માં સ્વાગત કર્યું, એ પછી પત્રકારોને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે હું અહીં આવ્યો એ પછી એરપોર્ટ પર એક કર્મચારીએ મારી પાસે સેલ્ફી ખેંચાવવા રિક્વેસ્ટ કરી. મેં તેમની સાથે સેલ્ફી ખેંચાવી એ પછી તેમણે મને પૂછ્યું કે તમે શા માટે અહીં આવ્યા છો? મેં તેમને કહ્યું, ઈસુદાન ગઢવીને આમઆદમી પાર્ટીમાં સામેલ કરાવવા હું અહીં આવ્યો છું તો તેમણે મને કહ્યું, ઈસુદાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલે આ વાત શેર કરીને ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત આપ્યો છે?

ઈટાલિયા અને ઈસુદાનની ઓફિસ ટોપ ફ્લોર પર અને એ પણ સામસામે
કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સ કર્યા બાદ ‘આપ’ના પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આમઆદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે. 1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ઓફિસ પણ સામસામે છે, જ્યારે પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બનાવવામાં આવેલી બે ઓફિસ સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યા અને મીડિયા કન્વીનર તુલી બેનર્જીની ઓફિસ છે.

ઈટાલિયા યુવાઓમાં લોકપ્રિય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મળી
ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન બન્ને હાલ લોકપ્રિય છે. આમઆદમી પાર્ટીના આ બન્ને નેતાઓનું સોશિયલ મીડિયા પર જબરું ફેન ફોલોઈંગ છે. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે. પાટીદાર આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલના સાથી પણ રહી ચૂક્યા છે. બસ, ત્યારથી તેઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાને લઈ યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય છે.

તેમની આ લોકપ્રિયતા અને લોકપ્રશ્નો ઉઠાવવાની કળાને કારણે જ આમઆદમી પાર્ટીએ 6 મહિના પહેલાં જ તેમને ‘આપ’ના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ત્યાર બાદ તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી, જેમાં ‘આપ’ને નોંધપાત્ર સફળતા પણ મળી હતી. ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘આપ’ કોંગ્રેસને હાંસિયામાં ધકેલીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી ગયો છે.

ઈસુદાન ગામડે ગામડે જાણીતા
તો બીજી તરફ ઈસુદાન ગઢવી ટીવી પત્રકાર હતા અને તાજેતરમાં જ ટીવી ચેનલના એડિટરપદેથી રાજીનામું આપ્યું હતું. દેખાવે અને બોલચાલમાં કોમનમેન લાગતા ઈસુદાન ગઢવી VTVમાં મહામંથન નામનો કાર્યક્રમ કરી ગુજરાતના ગામડે ગામડે લોકપ્રિય થયા હતા. તેઓ ટીવી ડિબેટમાં ખેડૂતો, શિક્ષણના મુદ્દાઓ ઉઠાવતા હતા. ખાસ કરીને ખેડૂતોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે. ખેડૂતો ઈસુદાનના મહામંથન કાર્યક્રમની રાહ જોઈને બેસી રહેતા હતા અને તેમના પ્રશ્નો પણ ઈસુદાનને મોકલતા હતા.

મેવાણીથી લઈ આશુતોષ સહિતના પત્રકારોએ પાર્ટી છોડી, ઈસુદાનનું શું થશે?
જોકે યોગાનુયોગ આમઆદમી પાર્ટીમાં પત્રકારો લાંબો સમય ટકી શક્યા નથી. એકમાત્ર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા એમાં અપવાદરૂપ છે. આ સિવાયના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પત્રકાર રહી ચૂકેલા શાઝિયા ઈલ્મી, યોગેન્દ્ર યાદવ, આશુતોષ, આશિષ ખૈતાન, પ્રદીપ પડગાંવકર, આમઆદમી પાર્ટીમાં લાંબા સમય સુધી રહ્યા નથી તેમજ ગુજરાતની વાત કરીએ તો એક સમયે જિજ્ઞેશ મેવાણી પણ આમઆદમી પાર્ટીમાં હતા, પરંતુ તેમણે પાર્ટી છોડીને અપક્ષ વિધાનસભા ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા. ત્યારે હવે ઈસુદાન ગઢવીનું શું થશે એ તો આગામી સમય જ બતાવશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑