
- એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી
CBSEની ધો.12ની પરીક્ષા રદ થઈ ગયા પછી તેની રિઝલ્ટ પેટર્ન પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એજ્યુકેશન એક્સપર્ટ્સે પહેલા રદ થઈ ચૂકેલી ધો.10ની પરીક્ષાના પરિણામ માટે અપનાવવામાં આવેલી પેટર્નમાં ખામીઓ ગણાવવાની શરૂ કરી દીધી છે. તેમનુ કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં આ પેટર્નને લાગુ ન કરી શકાય. તેના કારણે ઉચ્ચ અભ્યાસનો પ્લાન બનાવી રહેલા વિદ્યાર્થીઓને ઘણુ નુકસાન થઈ શકે છે.
PMએ 1 જૂને પરીક્ષા રદ કરી હતી
આ પહેલા કોરોના મહામારીની વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે એક જૂને સમગ્ર દેશમાં ધો.12ની બોર્ડની પરીક્ષા કેન્સલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે ધો.12નુ રિઝલ્ટ નક્કી સમય સીમાની અંદર અને તાર્કિક આધારે નક્કી કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ ક્યાં આધારે કરવામાં આવશે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે અંતે સ્ટુન્ડટ્સનું એસેસમેન્ટ ક્યાં આધારે થશે.
ઈન્ટરનલ એસસમેન્ટથી ધો.10નું રિઝલ્ટ તૈયાર થશે
ધો.10ની પરીક્ષાઓ પહેલા જ રદ કરી દેવામાં આવી છે. તેનુ રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કુલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.
યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ તમામ સ્કુલોમાં એક જેવા નથી
એક્સપર્ટ્સનું માનવું છે કે તમામ સ્કુલોમાં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મ એક્ઝામ માટે એક સમાન આધાર નથી. કેટલીક સ્કુલોમાં બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સખ્તીથી યુનિટ ટેસ્ટ અને પ્રી-બોર્ડ એક્ઝામ કરાવવામાં આવે છે, જ્યારે ઘણી સ્કુલોમાં તેમાં બેદરકારી રાખવામાં આવે છે.

શું કહે છે એક્સપર્ટ
- ધ ઈન્ડિયન સ્કુલના પ્રિન્સિપાલ તાનિયા જોશીએ જણાવ્યું કે અમને માત્ર બે અંક જ પ્લસ કે માઈનસ કરવાની પરવાનગી છે. તેના કારણે હાઈસ્કોર એચીવ કરનાર વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે કારણ કે ઈન્ટરનલ એક્ઝામમાં બોર્ડની સરખામણીએ વધુ સખ્તાઈથી માર્કિંગ કરવામાં આવે છે. આપણા પાછળના ડેટા પરથી ખ્યાલ આવે છે કે 80 અંકના પેપરમાં પ્રી-બોર્ડ પરીક્ષાની સરખામણીએ વધુ સ્ટુડન્ટ્સ 70-80 ટકાની સીમામાં સ્કોર કરે છે.
- જોશી માર્કિગની સમસ્યા વિશે પણ જણાવે છે. તેમણે જણાવ્યું કે સ્કુલોમાં રેફરન્સ વર્ષની સરખામણીએ આ વર્ષે પણ અલગ-અલગ વિષય માટે અલગ-અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન થઈ શકે છે. એટલે કે જો રેફરન્સ વર્ષમાં 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી, તો આ વર્ષે પણ 90 ટકાથી વધુ સ્કોર બેન્ડમાં 10થી વધુ વિદ્યાર્થીઓ નહિ હોઈ શકે.
- પુષ્પ વિહારમાં અમિટી ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સિપાલ અમીતા મોહનનું કહેવું છે કે મોડરેશન પોલીસી આવશ્યક છે. એવા મામલા પણ છે, જ્યાં એક વિદ્યાર્થીએ પોતાના પ્રી-બોર્ડમાં 33 ટકા અંક પ્રાપ્ત કર્યા, જોકે બોર્ડની પરીક્ષામાં તેણે 65-70 ટકા સુધી માર્ક્સ પ્રાપ્ત કર્યા. એટલે અમારી ભલામણ છે કે માર્ક વધારવા કે ઘટાડવાની લિમિટ 2થી વધારીને 4 કરવી જોઈએ.
- RGVP સૂરજમલ વિહારના પ્રિન્સિપાલ આર પી સિંહે કહ્યું કે મોર્ડરેશન નીતી લાંબા સમયથી ચાલી રહી છે. મારો અંગત અભિપ્રાય છે કે બોર્ડના પરિણામો માટે ધો.11ના પરિણામો પર વિચાર કરવો જોઈએ. જ્યાં સુધી ધો.10ના માર્ક પર વિચાર કરવાની વાત છે, તો CBSEએ ધો.12ના રિઝલ્ટ માટે ધો.10ના મુખ્ય વિષયો પર વિચાર કરવો જોઈએ.
- શાલીમાર બાગ સ્થિત મોડર્ન પબ્લિક સ્કુલના વાઈસ પ્રિન્સિપાલ મીના મિતલનું કહેવું છે કે ધો.10ના વિદ્યાર્થીઓ તેમના પ્રી-બોર્ડને ધો.12ના વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ ગંભીરતાથી લે છે કારણ કે ધો.12ના વિદ્યાર્થીઓને આ દરમિયાન વિવિધ કોમ્પેટેટિવ પરીક્ષાઓમાં પણ ઉપસ્થિત રહેવું પડે છે. જો આપણે પ્રી-બોર્ડની પરીક્ષાઓને 40 ટકા વેટેજ આપીએ છીએ, તો સ્કુલ પરિણામની સાથે હાઈ સ્કોર અેચીવ કરનાર સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ પણ પ્રભાવિત થશે. આ કારણે સ્કુલ ધો.12 માટે ધો.10ની મુલ્યાંકન પેટર્ન ન અપનાવી શકે.
હાલ ધો.12 માટે આ 4 ફોર્મ્યુલા પર વિચાર
1. વિદ્યાર્થીઓના રિઝલ્ટનુ મુલ્યાંકન તેમના છેલ્લા 3 વર્ષના પરફોર્મન્સના આધારે થશે. એટલે કે ધો.9, 10 અને 11ના રિઝલ્ટને આધાર બનાવવામાં આવી શકે છે.
2. ધો.10ની જેમ જ ધો.12 માટે પણ ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયા તૈયાર કરવામાં આવશે. કોઈ સ્ટુડન્ટ ઈન્ટરનલ એસેસમેન્ટના બેઝ પર અપાયેલા રિઝલ્ટથી સંતુષ્ટ નથી તો તેને એક્ઝામ આપવાની તક આપવામાં આવશે. જોકે તેના માટે કોરોનાથી બગડેલી સ્થિતિ સુધરે તે માટેની રાહ જોવી પડશે.
3. ધો.10નું બોર્ડનું રિઝલ્ટ અને ધો.12ના ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવી શકે છે.
4. ધો.11 અને 12ના ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે રિઝલ્ટ તૈયાર કરવામાં આવી શકે છે.

