હદ પાર:સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું, નગ્ન થઈ પોલીસ સાથે મારામારીથી શરમજનક દૃશ્યો સર્જાયાં
રાત્રિ કર્ફ્યૂમાં પોલીસે અટકાવતાં કિન્નરોએ જાહેર રોડ પર નગ્ન થઈ હંગામો કર્યો.
- કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધું
- પોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો વીડિયો વાઇરલ થયો
સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી શહેરમાં રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. દરમિયાન રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારના ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયાં હતાં. રાત્રિ કર્ફ્યૂમાં કિન્નરોને પોલીસે અટકાવી માસ્ક પહેરવાનું કહેતાં તમામ મર્યાદાઓ વટાવી હતી. કિન્નરોએ વસ્ત્રો ઉતારી પોલીસને ક્ષોભમાં મૂકી દેવાની સાથે મારામારી પણ કરી હતી. ચેકપોસ્ટ ખાતે મચેલા હંગામાને કારણે પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો.
પોલીસ સાથે નગ્ન થઈને ઉદ્ધતાઈ કરી
રાત્રિ કર્ફ્યૂમાં અમરોલી તરફથી આવી રહેલા કિન્નરોને માસ્ક પહેરવાની સાથે કતારગામ ચેકપોસ્ટ પરથી પરત જવા કહ્યું હતું. જોકે કિન્નરોએ પોલીસની વાત સાંભળી નહીં અને દાદાગીરી કરી હતી. કિન્નરોએ પોલીસ સાથે નગ્ન થઈને ફક્ત ઉદ્ઘતાઈ જ કરી નથી, પરંતુ હાથાપાઈ પણ કરી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
કિન્નરોના હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કિન્નર હોય કે સામાન્ય વ્યક્તિ કે વીવીઆઈપી, સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ લોકો માટે સરખા હોય ત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના વર્તનની ટીકા થઈ રહી છે. કિન્નરોનો એક વર્ગ એવો છે જે સમાજમાં સન્માનનું સ્થાન ધરાવે છે, પરંતુ આવાં કેટલાંક તત્ત્વોને કારણે તેમની પણ બદનામી થઈ છે.
ચાર કિન્નર સામે ફરિયાદ નોંધાઈ
કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાને કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले