देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

અંતિમ વીડિયો કોલ:દીકરીને જન્મ આપી માતાનું કોરોનાથી મોત, મરતા પહેલાં મહિલા પાણી માટે તરસી રહી હતી અને કોઈ ડોક્ટર પણ હાજર ન હતા

મૃતક મહિલા અને તેની દીકરીની ફાઈલ તસવીર.

Abhishek Raghuvanshi23 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપતા ડોક્ટરો સામે પરિવારે રોષ વ્યકત કર્યો

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં સગર્ભા માતાના મૃત્યુ બાદ પરિવારે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આરોપ લગાડ્યો છે. એટલું જ નહીં પણ મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપતા ડોક્ટરો સામે પરિવારે રોષ વ્યકત કર્યો છે. મૃતક પૂનમબેન ઉર્ફે ભાવનાબેને 18મીએ સિઝરથી બાળકીને જન્મ આપ્યા બાદ તેમનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19માં ખસેડાયા હતા. ત્યારબાદ 20 માર્ચના રોજ મૃત જાહેર કર્યા હતા. જ્યાં અંતિમ વીડિયો કોલમાં મહિલા પાણી માટે તરસી રહી હોવાનું કહ્યું હતું અને કોઈ ડોક્ટર પણ હાજર ન હતા.

મહિલાએ 18 માર્ચના રોજ દીકરીને જન્મ આપ્યો હતો
દિપક ગણેશભાઈ જેઠે (મૃતકનાદિયર) એ જણાવ્યું હતું કે ભાવનાબેન ઉર્ફે પૂનમબેન તુષારભાઈ જેઠે (ઉ.વ. 30, રહે. ઉધના વિજય નગર સોસાયટી) મારા ભાભી છે. લગભગ 9 વર્ષ પહેલાં એમના લગ્ન થયા હતા. પહેલી પ્રસુતિ નોર્મલ હતી અને એમાં પૂનમે દીકરીને જન્મ આપ્યો હતો. આ બીજી પ્રસુતિ હતી. 18 માર્ચે પૂનમે સિવિલ હોસ્પિટલના ગાયનેક ઓટીમાં બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા-પુત્રીને તાત્કાલિક વોર્ડમાં ખસેડાયા હતા.

तस्वीरों में खबर3 फोटो
અંતિમ વીડિયો કોલમાં માત્ર સામાન્ય માસ્ક સાથે મહિલા નજરે પડી હતી.મૃતક મહિલાના પરિવારજનો દ્વારા સિવિલના તબીબોની લાપરવાહી હોવાનો આક્ષેપ કર્યો.તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છેઃ મૃતક મહિલાનો દિયર.

રેપીડ નેગેટિવ આવ્યા બાદ RTPCR પોઝિટિવ આવ્યો
વધુમાં જણાવ્યું હતું કે અચાનક ડોક્ટરોએ પૂનમનો રેપીડ ટેસ્ટ કઢાવ્યો હતો. જોકે, એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ રાત્રે બીજો RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવતા પૂનમને તાત્કાલિક કોવિડ-19 વોર્ડમાં ખસેડાયા હતા. છેલ્લે એકવાર જ વીડિયો કોલ થયો હતો જેમાં પૂનમબેન પાણી માટે તરસી રહ્યા હતા. કોઈ ડોક્ટર પણ હાજર ન હતું. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા ન હતા. ત્યારબાદ વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

વીડિયો કોલથી વાત કરાવવા પરિવાર આજીજી કરતું રહ્યું
વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજન કે વેટિલેટર પર મૂકવું પડશે એમ કહેતા ડોક્ટરોએ પૂનમને માસ્ક પહેરાવી બેડ પર કલાકો સુધી રાખી મૂકી હતી. ત્યારબાદ પ્લાઝમા થેરાપી અપાઈ રહી હોવાની વાત કરી હતી. અમે વીડિયો કોલથી વાત કરાવવાની આજીજી કરતા રહ્યાને ડોક્ટરો સવારે વાત કરાવીશું કહી ફોન કાપી નાખતા હતા. 20 માર્ચ 2021ના રોજ પૂનમબેનનું મૃત્યુ થઇ ગયું હોવાનું કહી ડોક્ટરોએ મૃતદેહ અંતિમ વિધિ માટે આપી દીધો હતો.

ન્યાય માટે પરિવારની અપીલ
વધુમાં જણાવ્યું હતું કે એક સગર્ભાને અનેકવાર સિવિલમાં સોનોગ્રાફી કરાવાય ત્યારે કિડની કામ કરતી હતી. પ્રસુતિ બાદ જ કિડની ફેઈલ થઈ ગઈ એ વાત ગળે ઉતરે એમ નથી. બીજું કોવિડ-19 હોસ્પિટલમાં કઈ રંધાઈ રહ્યું છે. ક્યાંયને ક્યાંય ડોક્ટરોએ લાપરવાહી કરી હોય એમ લાગે છે. સાહેબ તપાસ કરી અમને ન્યાય આપો એવી જ અમારી વિનંતી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 794 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 794 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 798 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 798 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 799 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 799 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 800 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 800 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 813 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 813 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 819 दिन पहले
↑