વાતાવરણમાં પલટો:MP અને રાજસ્થાન સહિત 7 રાજ્યમાં આવતીકાલે કરા સાથે માવઠું પડવાની આગાહી
રાજસ્થાનના કોટામાં ગુરુવારે ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
- કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના
માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ(MP)માં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. 14 અને 15 માર્ચના રોજ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે. આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે, જ્યારે કાશ્મીર, લદાખ અને પંજાબમાં યેલો અલર્ટ અપાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારમાં કરા પડશે.
ઝારખંડ: શિવરાત્રિમાં વરસાદ પડ્યો, સાંજે કરા પણ પડ્યા
ઝારખંડમાં ઘણા વિસ્તારોમાં ગુરુવાર સાંજે ભારે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીમાં રાહત મળી હતી. અહીં મેક્સિમમ તાપમાન 33 ડીગ્રી નોંધાયું હતું. હવામન વિભાગે શુક્રવારે પણ કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજસ્થાન: આજે વરસાદ પડવાની સંભાવના
રાજસ્થાનના કોટામાં ગુરુવારે ત્રણવાર વાતાવરણ બદલાયું. બપોર સુધી તડકો હતો, બપોર પછી વાદળા આવ્યાં અને સાંજે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શનિવારે વાદળાં વિખેરાઈ જશે અને વાતાવરણ સાફ થઈ જશે.
હરિયાણા: ભારે પવન સાથે વરસાદની સંભાવના
હરિયાણામાં શુક્રવારે ભારે પવન સાથે વરસાદ પડશે. આ દિવસે 4થી 5 ડીગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.
પંજાબ: જલંધરમાં 17 માર્ચના રોજ વાદળાં આવશે, ઝાપટાં પણ પડશે
પંજાબનાં ઘણાં શહેરોમાં 17 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જલંધરમાં પણ ઝાપટાં પડવાની સંભાવના છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 514 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले