देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો:દાદા-દાદીના ઘરમાં રૂપિયા જોઈને મિસ્ત્રીએ તેમની હત્યાનો પ્લાન ઘડ્યો, આસપાસના લોકો અલર્ટ હોવાથી હત્યા માટે વતનથી સ્વજનોને બોલાવ્યાં

આરોપી મિસ્ત્રીને ખબર હતી કે દાદા-દાદીનો દીકરો એનઆરઆઇ છે અને ઘરમાં પણ ઘણી કીમતી વસ્તુઓ છેઆરોપીએ પહેલ લૂંટના ઇરાદાથી કરી અને પછી વૃદ્ધ દંપતીને રહેંસી નાખ્યાં હતાં ઝાયડસ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી છે.

Abhishek Raghuvanshi9 मार्च 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • આરોપી મિસ્ત્રીને ખબર હતી કે દાદા-દાદીનો દીકરો એનઆરઆઇ છે અને ઘરમાં પણ ઘણી કીમતી વસ્તુઓ છે
  • આરોપીએ પહેલ લૂંટના ઇરાદાથી કરી અને પછી વૃદ્ધ દંપતીને રહેંસી નાખ્યાં હતાં

ઝાયડસ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે, જેમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

લૂંટ કરવા વતનથી લોકોને બોલાવ્યા
આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો, પરંતુ લૂંટ કરતાં પહેલાં આસપાસના લોકો અલર્ટ થઈ જાય એવી આશંકા હોવાથી તેણે મધ્યપ્રદેશમાં રહેતાં પરિવારજનોને અમદાવાદમાં લૂંટ કરવા માટે સમજાવ્યાં હતાં. તેના પ્લાન પ્રમાણે આરોપીઓ બનાવના આગલા દિવસે અમદાવાદ આવ્યા હતા. અને પહેલા તેઓ શાંતિ પેલેસ બંગલોઝની બહાર ભેગા થઈને એકસાથે જ ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. ઘરમાં ગયા એ દરમિયાન વુદ્ધ અશોકભાઈ અલર્ટ થઈ જતાં પહેલાં આરોપીએ તેમની હત્યા કરી, ત્યાર બાદ જ્યોત્સ્નાબેન સીડીમાં હતાં ત્યાં જ તેમને પણ રહેંસી નાખ્યાં હતાં.

तस्वीरों में खबर3 फोटो
અશોકભાઈ રૂમમાં અને જ્યોત્સ્નાબેનનો મૃતદેહ સીડીમાં પડ્યો હતો.બંને મૃતદેહને પાઇલટ પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા હતા.મૃતક દંપતીનો પુત્ર દુબઈમાં રહે છે, હાલ તેમની પુત્રી મેઘા દંપતીના ઘરે પહોંચી ગઈ છે.

પોલીસ દ્વારા મિસ્ત્રીની ઊલટતપાસ કરતાં કાવતરું ખૂલ્યું
આરોપીઓ પોતાની સાથે ધારદાર હથિયાર લઈને આવ્યા હતા. હાલ તમામ આરોપીઓની ઊલટતપાસ ચાલી રહી છે. આ અંગે ક્રાઈમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશનર ડી.પી. ચૂડાસમાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ઘરમાં કામ કરતી વ્યક્તિએ તેનાં સ્વજનોને મધ્યપ્રદેશથી બોલાવ્યાં હતાં અને પાંચ આરોપીને આજે ઝડપી લીધા છે. આજે વહેલી સવારે છેલ્લો આરોપી પણ ઝડપાયો છે. અને સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?
શાંતિ પેલેસમાં રહેતાં અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારા બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સ્નાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો ચારેયને લઈને અમદાવાદ આવી જશે.

દંપતી પાસેથી સોનું મળવાની લાલચ હતી
અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનનો દીકરો હેતાર્થ 6 વર્ષથી દુબઈ રહે છે. બંને અવારનવાર દુબઈથી અમદાવાદ કરતાં હોવાથી તેમનું પાસે સોનું વધારે મળવાની શક્યતા હોવાથી લૂંટારાઓ તેમના બંગલાને ટાર્ગેટ કર્યો હતો. જોકે તાજેતરમાં દુબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી તેઓ બંને 3 મહિનાથી દુબઈ ગયાં ન હતાં.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑