
ડિજિટલ મીડિયાના ઇતિહાસમાં પ્રથમવાર દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ મંગળવારે સવારથી રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોના પરિણામોની પળેપળની અપડેટ રિયલ ટાઈમમાં આપશે. આ માટે તમામ 31 જિલ્લામાં અમારા દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપના 31 રિપોર્ટર ખડેપગે રહેશે. આ રિપોર્ટરો અધિકૃત અને ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાતા આંકડાના આધારે વિશ્વસનીય માહિતી આપશે, જેને અમારી ડેસ્કની ટીમ ગ્રાફિક સાથે રિયલ ટાઈમમાં અપડેટ કરશે. કોઈ પણ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આટલી ડિટેઈલ અને પળેપળની અપડેટ સાથે કવરેજ આપવામાં આવી રહ્યાની આ પ્રથમ ઘટના છે.
વાચકોને મળશે ફાસ્ટેસ્ટ અને વિશ્વસનીય અપડેટ
દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપનું સૌથી મજબૂત પાસું તેની વિશ્વસનીયતા છે. વાચકોને હરહંમેશ ઝડપી અને સાચા, ખરાઈ કરેલા સમાચાર આપવા એ જ દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપનો મહામંત્ર છે. મંગળવારે જ્યારે વાચકોને દિવ્ય ભાસ્કર તરફથી પાલિકા-પંચાયત ચૂંટણીની મત ગણતરીના રિપોર્ટ આપવામાં આવશે તે સંપૂર્ણપણે વિશ્વસનીય તો હશે જ, સાથે વાચકોને સૌથી ઝડપથી અપડેટ પણ મળતી રહેશે.
દિવ્ય ભાસ્કર એપના રિપોર્ટરો સવારથી કાઉન્ટિંગ સ્થળેથી કરશે LIVE
દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપના 31 જિલ્લામાંના 31 રિપોર્ટરની મજબૂત ટીમ મંગળવારે વહેલી સવારથી મતગણતરીના સ્થળોએ તૈનાત રહેશે અને ત્યાંથી સમાચારો LIVE આપશે. આ ઉપરાંત અમારા રિપોર્ટરો રાજકીય પક્ષોના કાર્યલયો પર પણ તૈનાત રહેશે અને રાજકીય ગતિવિધિઓ પર સતત વોચ રાખશે.
