देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

કોણ બનશે મેયર?:ભાજપમાં હવે 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરવા પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે; પેનલ બનાવી એનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાશે, 3 શહેરમાં મહિલા મેયર બનશે

ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મળેલી ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક (ફાઈલ ફોટો).

Abhishek Raghuvanshi25 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે
  • રાજકોટમાં પહેલા OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે
  • ભાવનગરમાં પહેલાં મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે
  • રાજ્યનાં છ શહેરમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

ગુજરાતનાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગીપ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયરપદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે, છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરમાં મહિલા મેયર સત્તારૂઢ થશે. સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાંક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે-તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.

અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત
વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને 159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને 93 અને આમઆદમી પાર્ટીને 27 બેઠક મળી છે. વિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયરપદ માટે પાટીદારનેતાની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે.

तस्वीरों में खबर4 फोटो
મેયરની પસંદગી માટે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળશે.ભવ્ય જીત બાદ ખાનપુર કાર્યાલય પહોંચેલા ભાજપના કોર્પોરેટરો.હાઈકમાન્ડને લિસ્ટ મોકલાશે બાદમાં મેયર નક્કી થશે.મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ રામભાઇ ડવ અને બાબુભાઇ ઉધરેજા

વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે
બીજી તરફ, વડોદરામાં પહેલા જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલા OBC ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે. રાજકોટમાં ભાજપ 68 અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકમાં છે. ભાવનગરમાં પહેલાં મહિલા અને પછી OBC ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપને 44 અને કોંગ્રેસને આઠ બેઠક મળી છે. જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શેડ્યૂલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપને 50 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે. રાજ્યનાં છ શહેરોમાં ટૂંક સમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સામાન્ય વ્યક્તિ ભાજપનો મેયર બની શકે એવો સંદેશો આપી શકે
અમદાવાદમાં ભાજપના અગ્રણીઓ હાલ મોટી બહુમતી મળ્યા બાદ એક સામાન્ય વ્યક્તિ પણ મેયરપદ મેળવી શકે છે એવો મેસેજ આપશે એવું માનવામાં આવી રહ્યું છે. પાર્લમેન્ટરી બોર્ડ અને વરિષ્ઠ નેતાઓ હવે અમદાવાદ મેયર માટે અલગ-અલગ સમીકરણ ચકાસી રહ્યા છે, જેમાં હાલ પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદની રેસમાં ચાલી રહ્યું છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. સામાન્ય ગરીબ પરિવારમાં આજે પણ રહે છે, જેમને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભાજપનો મેયર બની શકે છે એવો મેસેજ આપવા માગે છે. બીજી તરફ, RSSમાં ઘણા સમયથી સક્રિય રહેલા હિમાંશુ વાળા પણ આ સમયે મેયર તરીકે ચર્ચાતું નામ છે. તેઓ બેંકની નોકરી છોડીને સક્રિય રાજકારણમાં આવ્યા છે અને તેમનું પણ નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર તરીકે સરસપુરના ભાસ્કર ભટ્ટ અને જતીન પટેલનાં નામ ચર્ચામાં છે, જેમનાં નામની હાલ ઉચ્ચ લેવલે ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.

રાજકોટ મેયર પદ માટે અનેક નામની ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારબાદના અઢી વર્ષ માટે મેયરનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે. હાલમાં મેયર પદના ઉમેદવાર માટે હિરેન ખીમાણિયા, ડો. અલ્પેશ મનસુખભાઇ મોરઝરીયા, ડો. પ્રદિપ રામભાઇ ડવ અને બાબુભાઇ ઉધરેજાના નામ ચર્ચામાં છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑