
- 30 વોર્ડમાંથી 16 વોર્ડની ગણતરી એસવીએનઆઈટી ખાતે થશે 14 વોર્ડની ગણતરી ગાંધી કોલેજમા
એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 14,21,23માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 13,16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છેhttps://www.divyabhaskar.co.in/__widgets__/iframe/2021/02/local-body-elections

ભારે સુરક્ષા બંદોબસ્ત મતગણતરી કેન્દ્ર પર રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયકો
કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.
પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ
શહેરની એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન બૂથ પરથી મત ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે.
પાટીદાર વોર્ડમાં આપ આગળ
કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આપનું ખાતું ખુલવાની શક્યતાના પગલે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

પરિણામ જાણવા માટે આપ સહિતની પાર્ટીના કાર્યકરો ઉમટ્યાં હતાં.
કાર્યકરો મોટી સંખ્યા ઉમટ્યાં
મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.
બે વાગ્યા સુધીમાં પરિણામ ક્લિયર થાય તેવી આશા
મતગણતરી માટે અલગ અલગ વોર્ડનું અલગ રીતે કાઉન્ટીંગ થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે. જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

484 ઉમેદવારોના ભાવિ સીલ થયેલા ઈવીએમમાંથી બહાર આવશે.
પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

દરેક વોર્ડની અલગ અલગ ગણતરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાર્ટીઓની વિજયોત્સવ ઉજવવાની તૈયારી
સુરતમાં ભાજપનો ઘોડો વીનમાં છે જેથી ભાજપના ઉમેદવારો દ્વારા જીતીની ખુશીને ઉત્સવના સ્વરૂપમાં ઉજવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપના મોટાભાગના ઉમેદવારો દ્વારા મતગણતરી સ્થળથી થોડે દૂરથી જ ખુલ્લી જીપ સહિત રેલી સ્વરૂપે મતદારોનો આભાર માનતા માનતા વોર્ડમાંફરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, આ વખતના પરિણામ ઉલટફેર થવાના છે. અમે પણ જીતની ખુશી ઢોલનગારાથી કરીશું. જ્યારે ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી પક્ષના નેતાઓએ કહ્યું હતું કે, અમે વિજયી શરૂઆત કરીને પાલિકામાં જવાના હોવાથી અમે મતદારોનો નિર્ણય બમણી ખુશીથી ઉજવીશું.

મતદારો કોના પર શાસનનો કળશ ઢોળે છે તે ઈવીએમમાંથી બહાર આવશે.
સૌથી વધુ વોર્ડ નં-19 અને સૌથી ઓછું વોર્ડ નં-21માં મતદાન
આ વખતે કુલ 47.17 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વખતની પાલિકાની (2015)ની ચૂંટણી કરતાં 9 ટકા જેટલું વધુ છે. 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 39.63 ટકા મતદાન નોંધાયું હતું. જો કે, ગત વખત કરતાં વધું થયેલા મતદાનને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના તરફી મતદાન થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. ગત વખત કરતાં વધુ મતદાનને લોકોમાં આવેલી જાગૃતિ પણ ગણવામાં આવી રહ્યું છે. આ વખતે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19 આંજણા-ડુંભાલમાં 56.18 ટકા અને સૌથી ઓછુ મતદાન 38.78 વોર્ડ 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદમાં નોંધાયું છે.
30 વોર્ડના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર
| વોર્ડ | ભાજપ | કોંગ્રેસ |
| 1 જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડ | ગીતા સોલંકી | પારૂલ બારોટ |
| ભાવિશા પટેલ | પ્રમોદની શાહુ | |
| અજિત પટેલ | યોગેશ પટેલ | |
| રાજેન્દ્ર પટેલ | કાંતી બારૈયા | |
| 2 અમરોલી-મોટાવરાછા-કઠોર | ઈલા સોલંકી | સુશીલા કોસંબીયા |
| અરુણા શિંગાળા | દયા માંગરોળીયા | |
| ભૂપેન્દ્ર રાઠોડ | મનિષકુમાર વસાવા | |
| રાજુ ગોધાણી | દેવરાજ ગોપાણી | |
| 3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા | દક્ષા ખેની | ફોર્મ પાછું ખેંચ્યું |
| ભાવના દેવાણી | પાયલ બોદરા | |
| ધર્મેશ સરસિયા | ફોર્મ પાછું ખેંચ્યું | |
| ભાવેશ ડોબરિયા | ફોર્મ ન ભરાયું | |
| 4 કાપોદ્રા | હંસા ગજેરા | મનીષા મેંદપરા |
| નયના સંધાણી | મનીષા કાછડીયા | |
| સંજય હિંગુ | ધીરજ વેકરીયા | |
| બાબુ જીરાવાલા | ભાવેશ ભુંભલીયા (રબારી) | |
| 5 ફૂલપાડા-અશ્વિનીકુમાર | રશ્મિતા હીરાણી | નિલમ વધાસીયા |
| જયશ્રી વોરા | દક્ષા ભુવા | |
| ચેતન દેસાઈ | પ્રફુલ તોગડીયા | |
| ધર્મેશ કાકડિયા | દિનેશ કાછડીયા | |
| 6 કતારગામ | જયશ્રી વરિયા | લલીતા સોસા |
| અનિતા દેસાઈ | હેતલ ભાલાળા | |
| દક્ષેશ માવાણી | કલ્પેશ વારીયા | |
| ઘનશ્યામ સવાણી | રાધવજી ગાયકવાડી | |
| 7 કતારગામ-વેડ | જ્યોતિ પટેલ | મનીષા નભોયા |
| પૂજા મિસ્ત્રી | કિરણ કોટડિયા | |
| લલિત વેકરિયા | મહેશ કેવડિયા | |
| નરેન્દ્ર પાંડવ | પ્રતિક કકલોતર | |
| 8 ડભોલી-સિંગણપોર | મીના આંબલિયા | દિપાલી વકારે |
| સુવર્ણા જાદવ | પિનલ પટેલ (દિયોરા) | |
| જિતેન્દ્ર સોલંકી | પાર્થ લાખાણી | |
| ચીમન પટેલ | નરેશ સરવૈયા | |
| 9 રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુર | નેન્સી શાહ | હેતલ પરમાર |
| ગૌરી સાપરિયા | પલ્લવી વેકરિયા | |
| કુણાલ સેલર | હનીફ શીંગવાલા | |
| રાજન પટેલ | ગીરીશ પટેલ | |
| 10 અડાજણ-પાલ-ઈચ્છાપોર | દિવ્યા રાઠોડ | ઉર્મિલા પટેલ |
| ઉર્વશી પટેલ | કામિની સુથાર | |
| ધર્મેશ વાણિયાવાલા | સુધીર શિંદે | |
| નિલેશ પટેલ | વિજય પ્રતાપ | |
| 11 અડાજણ-ગોરાટ | હેમાલી બોધાવાલા | ફેની જરીવાલા |
| વૈશાલી શાહ | કલ્પના કાચલિયા | |
| કેયૂર ચપટવાલા | રાજેશ રાણા | |
| કેતન મહેતા | અશરફ પઠાણ | |
| 12 નાણાવંટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા | હેમલતા રાવતકા | કવિતા ગોહિલ |
| આરતી પટેલ | ભક્તિ જરીવાલા | |
| રાકેશ માળી | મુસ્તાક કાનુંગા | |
| કિશોર મયાણી | ભુપેન્દ્ર સોલંકી | |
| 13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા | મનીષા મહાત્મા | છાયા ઠાકુર |
| રેશમા લાપસીવાલા | જલ્પા ભરૂચી | |
| સંજય દલાલ | કંચન જરીવાલા | |
| નરેશ રાણા | સફી જરીવાલા | |
| 14 ઉમરવાડા-માતાવાડી | રાજશ્રી મેસૂરિયા | પ્રિયંકા ઓડ |
| મધુ ખેની | હિના મોવલિયા | |
| દિનેશ જોધાણી | રાજુ ગલ | |
| લક્ષ્મણ બેલડિયા | ઉમાશંકર મિશ્રા | |
| 15 કરંજ-મગોબ | મનીષા આહીર | વસંત વાઘાણી |
| રૂપા પંડ્યા | દયા મેર | |
| રાજેશ જોળિયા | નિલેશ લિંબાણી | |
| ધર્મેન્દ્ર ભાલાળા | રમેશ ઝીંજાણા | |
| 16 પુણા (પશ્વિમ) | કોમલ પટેલ | રમીલા રાઠોડ |
| મમતા સુરેજા | ઉર્મિલા વ્યાસ | |
| ચંદુ મુગરા | દિનેશ સાવલિયા | |
| દલસુખ ટીંબડિયા | સુરેશ સુહાગિયા | |
| 17 પુણા (પૂર્વ) | શિતલ ભડિયાદરા | વિલાસ પડસાણા |
| મંજુલા શિરોયા | વિલાસ ગાજીપરા | |
| ભરત વાડોદરિયા | નિલેશ કુંભાણી | |
| હરેશ જોગાણી | ધીરૂ લાઠીયા | |
| 18 લિંબાયત-પરવત-કુંભારિયા | દર્શિની કોઠિયા | જાગૃતિ રમાનંદી |
| અમિતા પટેલ | નઈમા અન્સારી | |
| ગેમર દેસાઈ | મહેન્દ્ર રાજપુરોહિત | |
| દિનેશ પુરોહિત | રમેશ દેસાઈ | |
| 19 આંજણા-ડુંભાલ | લતા રાણા | શિવાની શર્મા |
| રમીલા પટેલ | શિતલ રાણા | |
| નાગર પટેલ | જયેશ દેસાઈ | |
| વિજય ચૌમલ | અસલમ સાયકલવાલા | |
| 20 ખટોદરા-મજૂરા-સગરામપુરા | ઉષા પટેલ | સુષ્મા પટેલ |
| ભારતી વાઘેલા | ગાજીયાબાનુ શાહુ | |
| જયેશ જરીવાલા | શૈલેષ રાયકા | |
| દીપન દેસાઈ | અશોક કોરડાવાલા | |
| 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ | ડિમ્પલ કાપડિયા | મોના શાહ |
| સુમન ગઢિયા | રેણુકા કહાર | |
| અશોક રાંદેરિયા | સુભાષ પટેલ | |
| વ્રજેશ ઉનડકટ | ગૌરાંગ પટેલ | |
| 22 ભટાર-વેસુ-ડુમસ | કૈલાસ સોલંકી | હિના ડુમસીયા |
| રશ્મિ સાબુ | ભુમિકા સોલંકી | |
| દીપેશ પટેલ | મુકેશ પટેલ | |
| હિમાંશુ રાઉલજી | સુમિત બંસલ | |
| 23 બમરોલી-ઉધના (ઉતર) | ગીતા રબારી | કાંતા રબારી |
| ઉર્મિલા ત્રિપાઠી | સપના લેન્કા | |
| ડો.દિનાનાથ મહાજન | નિલેશ રાજપુત | |
| પરેશ પટેલ | આત્મારામ ત્રિપાઠી | |
| 24 ઉધના (દક્ષિણ) | હિના કનસાગરા | પ્રતિભા દેવરે |
| રોહિણી પાટીલ | મીના મકવાને | |
| ડો.બળવંત પટેલ | જયેશ પંચાલ | |
| સોમનાથ મરાઠે | આશિષ રાય | |
| 25 લિંબાયત-ઉધનાયાર્ડ | કવિતા એનગુંદલ્લા | પદમા ચીલ્લુમુલ્લા |
| ખુશ્બૂ પાટીલ | વિદ્યા પાટીલ | |
| પ્રકાશ વાકોડીકર | સુભાષ ઈનામદાર | |
| વિક્રમ પાટીલ | ઈમ્તાઝ શેખ | |
| 26 ગોડાદરા-ડિંડોલી (ઉતર) | વર્ષા બલદાણિયા | અલ્કા પાટીલ |
| અલકા પાટીલ | સાવિત્રી ચૌહાણ | |
| અમિત રાજપૂત | સુખદેવ ગૌડ | |
| નરેન્દ્ર પાટીલ | રામુ રાજપુત | |
| 27 ડિંડોલી (દક્ષિણ) | શશી ત્રિપાઠી | ગીતા યાદવ |
| નિરાલાસિંહ રાજપૂત | વિણા પટેલ | |
| સુધાકર ચૌધરી | યશવંત પાટીલ | |
| ભાઈદાસ પાટીલ | ક્રિષ્ણા દોડે | |
| 28 પાંડેસરા-ભેસ્તાન | પૂર્ણિમા દાવલે | રીટા પટેલ |
| દલપતકુંવર રાઠોડ | મનીષા વાળકે | |
| શરદ પાટીલ | રૂષિન રાયકા | |
| વિનોદ પટેલ | જલીલ મામુ | |
| 29 અલથાણ-બમરોલી-વડોદ | સુધા પાંડે | સુજાતા સોનવણે |
| વૈશાલી પાટીલ | ભારતી તિવારી | |
| બંસુ યાદવ | સતીષ પટેલ | |
| કનુ પટેલ | ધનસુખ રાજપુત | |
| 30 કનસાડ-સચિન-ઉન-આભવા | પીયૂષા પટેલ | શિતલ ભરવાડ |
| રીનાદેવી રાજપૂત | રૂક્ષાનાબાનુ જુમ્મા | |
| હસમુખ નાયક | મનોજસિંહ પરમાર | |
| ચિરાગ સોલંકી | સુરજ પટેલ |

