
રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 229ના ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, 18માં AAP અને ઓવૈસીની પાર્ટી AIMIM 4 સીટ પર આગળ છે.
સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છેhttps://www.divyabhaskar.co.in/__widgets__/iframe/2021/02/local-body-elections
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

અમદાવાદ મતગણતરી LIVE
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, જ્યારે ભાજપ 62 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.
અમદાવાદ ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

રાજકોટ મતગણતરી LIVE
રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે. બાદમાં EVM ખોલવામાં આવશે.ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભાજપમાં 22 બેઠક પર અને 2 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.7 અને 10માં ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના જોવા મળી રહી છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસની તૈયારી શરૂ કરી દીધી છે.
રાજકોટ ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

સુરત મતગણતરી LIVE
એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
સુરત ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

વડોદરા મતગણતરી LIVE
21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટી કી ટક્કર જોવા મળી રહી છે. 15 બેઠક પર ભાજપ આગળ અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં વોર્ડ-7માં ભાજપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે.
વડોદરા ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
જામનગર મતગણતરી LIVE
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. બેલેટ પેપર બાદ હવે ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. પહેલા 1 કલાકમાં ભાજપ 4 બેઠક પર અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા.
જામનગર ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
ભાવનગર મતગણતરી LIVE
ભાવનગરમાં વોર્ડ 1માં ભાજપ 3 ઉમેદવારની જીત અને કૉંગ્રેસ 1ની જીત વોર્ડ 4માં ભાજપ 4 ઉમેદવારની જીત વોર્ડ 7માં ભાજપ 4 ઉમેદવારની જીત વોર્ડ 11માં ભાજપ 4 ઉમેદવારની જીત થઈ છે. ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગર ચૂંટણી પરિણામની સૂંપર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો
કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર
| કોર્પોરેશન | કેટલા વોર્ડ | બેઠક | કેટલા ઉમેદવારો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ |
| અમદાવાદ | 48 | 192 | 773 | 191 | 188 | 156 | 87 |
| સુરત | 30 | 120 | 484 | 120 | 117 | 113 | 58 |
| વડોદરા | 19 | 76 | 279 | 76 | 76 | 41 | 30 |
| જામનગર | 16 | 64 | 236 | 64 | 62 | 48 | 27 |
| રાજકોટ | 18 | 72 | 293 | 72 | 70 | 72 | 20 |
| ભાવનગર | 13 | 52 | 211 | 52 | 51 | 39 | 4 |
| કુલ | 144 | 576 | 2276 | 575 | 564 | 419 | 226 |
2015ના ચૂંટણી પરિણામો
| કોર્પોરેશન | બેઠક | બિન હરિફ | ભાજપ | બિનહરિફ | કોંગ્રેસ | અપક્ષ |
| અમદાવાદ | 192 | 0 | 143 | 0 | 48 | 1 |
| સુરત | 116 | 1 | 79 | 1 | 36 | |
| વડોદરા | 76 | 1 | 57 | 1 | 14 | 4 |
| રાજકોટ | 72 | 0 | 38 | – | 34 | – |
| જામનગર | 64 | 0 | 38 | – | 24 | 2 |
| ભાવનગર | 52 | 0 | 34 | – | 18 | – |
2010થી 2021 સુધીનું મતદાન
| મનપા | 2010 | 2015 | 2021 |
| અમદાવાદ | 44.12 | 46.51 | 42.51 |
| સુરત | 42.33 | 39.93 | 47.14 |
| રાજકોટ | 41.06 | 50.4 | 50.72 |
| વડોદરા | 44.41 | 48.71 | 47.84 |
| જામનગર | 50.35 | 56.77 | 53.38 |
| ભાવનગર | 45.25 | 47.49 | 49.46 |
| કુલ | 43.68 | 45.81 | 46.08 |

