હવામાન:રાજ્યમાં હવે ઉનાળાની ગરમી દઝાડશે, માર્ચમાં જ અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે
રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે ( પ્રતિકાત્મક તસવીર) આગામી 25 ફેબ્રુઆરી સુધીમાં તાપમાનનો પારો 36 ડિગ્રી પાર કરી જાય તેવી શક્યતાઓ રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
- આગામી 25 ફેબ્રુઆરી સુધીમાં તાપમાનનો પારો 36 ડિગ્રી પાર કરી જાય તેવી શક્યતાઓ
રાજ્યમાં હાલમાં ઠંડી અને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં લોકોને ગરમીનો પ્રારંભ થશે. આગામી માર્ચ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતાઓ તેમજ કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે. હિમવર્ષા અને બરફના લીધે જળશ્રોતનો પ્રવાહ પણ વધતો જશે. પહાડી પ્રદેશોની નદીઓમાં જળશ્રોત વધશે. તા.21 અને 22 ફેબ્રુઆરીના રોજ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેથી વધતી ઓછી અસર 25 ફેબ્રુઆરી સુધી રહેશે.
રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે
રાજ્યમાં 23થી 26 ફેબ્રુઆરીનાં હવામાનમાં વિપરીતતા જણાશે. તા.27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષેપની અસરો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે. બરફવર્ષાના લીધે રાજ્યમાં સવારના સમયે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. 21 ફેબ્રુઆરીથી દિવસનું તાપમાન વધશે, જે 25 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘણો વધારો થવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી પણ વધુ જવાની શક્યતાઓ હોવાનું હવામાન નિષ્ણાંતો તરફથી જાણવા મળ્યું હતું.
આગામી 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે
આગામી 4 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને વિદર્ભના ભાગોમાં 40 ડિગ્રી સુધી પારો જશે. સુરત, પંચમહાલ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં મહત્તમ તાપમાન ઉચકાશે. અમદાવાદના ભાગોમાં પણ મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. વારંવાર પશ્ચિમી વિક્ષેપની શૃખંલાથી રાજ્યના હવામાનમાં પણ ઉતાર-ચડાવ, વાદળવાયું અને હવામાન કથળી જવાની પણ શક્યતાઓ રહેશે. તા.7 માર્ચથી 9 માર્ચ સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાન પલટાશે અને વાદળો જણાશે. માર્ચ માસમાં પણ દેશના ગણા ભાગોમાં વાદળવાયુ, કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.
આ વખતે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ
ઉત્તરાણય અને વસંત પંચમી બાદ સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થવાની સાથે ઉનાળો જામવા લાગે છે. આ વર્ષે પણ માર્ચ આવતા-આવતા ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે. પાછલા વર્ષે લોકડાઉનના કારણે વાહન અને ફેક્ટરી સહિતના પ્રદૂષણ ફેલાવતી જગ્યાઓ બંધ હોવાના કારણે ગરમીનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. પરંતુ આ વર્ષે કોરોનાના લોકડાઉન પછી બધું રાબેતા મુજબ ધીમે-ધીમે શરુ થઈ ગયું છે ત્યારે આ વખતે ગરમી વધારે દઝાડશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ભર ઉનાળામાં બાળકો કઈ રીતે સ્કૂલે જશે?
ગરમીનું પ્રમાણ વધવાનું શરુ થઈ ગયું છે ત્યારે બીજી તરફ વાલીઓ ચિંતિત છે કારણ કે આ વર્ષે શાળાઓમાં કોરોનાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સ્કૂલોમાં વેકેશન ઘટાડવા અંગે વિચારણા ચાલી રહી છે. તો બીજી તરફ ભર ઉનાળામાં બાળકો કઈ રીતે સ્કૂલે જશે તેને લઈએ વાલીઓ ચિંતિત થઈ રહ્યા છે. હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે સરકાર ગરમીને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણ અને વેકેશન અંગે શું રસ્તો કાઢે છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
