देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

શેરબજાર LIVE:સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો, ઇન્ડેક્સ પહેલીવાર 52 હજારને પાર, સૌથી વધારે બેન્કિંગ શેરોમાં ખરીદી

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પહેલીવાર 52,000ની સપાટી વટાવી છે.

Abhishek Raghuvanshi15 फरवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સે આજે પહેલીવાર 52,000ની સપાટી વટાવી છે. સવારે 9.24 કલાકે સેન્સેક્સ 477 અંક વધી 52,021 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 127 અંક વધી 15,290 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.68 ટકા વધી 1055.50 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.82 ટકા વધી 1611.05 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ટેક મહિન્દ્રા, M&M, TCS સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 1.03 ટકા ઘટી 96.00 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.74 ટકા ઘટી 983.60 પર કારોબાર કરી રહ્યો છે.

એક્સચેન્જ પર 2,517 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. એમાં 1376 શેરમાં વધારો અને 1,012 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 205.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, એ 12 ફેબ્રુઆરીએ 203.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.

મજબૂત ઘરેલુ સંકેતઃ જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર માપનારા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) 4.06 ટકા રહ્યો, જે ડિસેમ્બરમાં 4.59 ટકા રહ્યો હતો. એનું મુખ્ય કારણ શાકભાજી સહિત ખાવા-પીવાની કિંમતમાં ઘટાડો રહ્યો. વાર્ષિક આધારે જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 15.84 ટકા ઘટ્યા. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(NSO)ના જણાવ્યા મુજબ, ડિસેમ્બરમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઈન્ડેક્સ(IIP) પણ 1 ટકા વધીને 135.9 રહ્યો. આ સિવાય જાન્યુઆરીમાં GST કલેક્શન પણ રેકોર્ડ 1.20 લાખ કરોડ રૂપિયા રહ્યું.

સારાં ત્રિમાસિક પરિણામઃ નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ અગ્રણી કંપનીઓએ ડિસેમ્બર ત્રિમાસિકનાં સારાં પરિણામ રજૂ કર્યાં છે. એમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક અને ICICI બેન્ક સહિત અગ્રણી કંપનીઓ સામેલ છે. કંપનીઓને ફેસ્ટિવ સીઝનનો પણ સપોર્ટ મળ્યો. આ સિવાય કોરોના સંક્રમિતોના મામલાઓ પણ સતત ઘટી રહ્યા છે. દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે.

એશિયાઈ બજારોમાં મજબૂત વધારો
વિશ્વભરમાં આર્થિક રિકવરી અને કોરોના વેક્સિનની પહોંચથી શેરબજારોમાં સારી તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 349 અંક એટલે કે 1.18 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1-1 ટકાના વધારો છે. જ્યારે રોકાણકારોએ શુક્રવારે અમેરિકાનાં બજારોમાં એનર્જી, ફાઈનાન્શિયલ અને મટીરિયલ શેર ખરીદ્યા અને મોટા ટેકનોલોજી શેર વેચ્યા હતા. એને પગલે S&P 500 અને નેસ્ડેક ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો.

શુક્રવારે ફ્લેટ બંધ થયું હતું બજાર
શેરબજાર 12 ફેબ્રુઆરી ફ્લેટ બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12.78 અંક વધી 51,544.30 પર અને નિફ્ટી 10 અંક ઘટી 15,163.30 પર બંધ થયા હતા. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 37.37 કરોડ શેર વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 597.62 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑