
- ગઈ કાલે રાત્રે 10 વાગ્યા પછી પણ લોકો લારી, હોટલ, પાનના ગલ્લે જોવા મળ્યા
- કર્ફ્યૂ હોવા છતાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊઠ્યા
રાજ્ય સરકારના આદેશ અનુસાર, 31 જાન્યુઆરી સુધી 4 મહાનગરમાં રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂનો ભંગ કરતા લોકો નજરે પડ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારના લોકો 10 વાગ્યા પછી પણ બહાર ફરતા નજરે પડે છે.
નરોડા ગેલેક્સી અને નરોડા પાટિયા વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લા તેમજ હોટલ 10 વાગ્યા બાદ પણ ધમધમતાં હતાં, સાથે કેટલાક લોકો માસ્ક વગર 11 વાગ્યા સુધી બહાર ફરતા નજરે પડ્યા હતા. દિવ્યભાસ્કરે આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ પોલીસ એક્શનમાં આવતાં લોકોએ કર્ફ્યૂનું પાલન કરવાનું શરૂ કરી દીધું હતું.

તમામ દુકાન અને લારી-ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યાં
રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે, સાથે એ વધે નહીં એ માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે, જેમાં મુખ્યત્વે તમામ લોકો માસ્ક પહેરે અને રાત્રિ કર્ફ્યૂનો અમલ કરે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા ગેલેક્સી અને નરોડા પાટિયા વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લા તેમજ હોટલ 10 વાગ્યા બાદ પણ ચાલુ જોવા મળ્યાં હતાં, સાથે કેટલાક લોકો માસ્ક વગર 11 વાગ્યા સુધી બહાર ફરતા નજરે પડ્યા હતા. અગાઉ DivyaBhaskarS પ્રકાશિત કરેલા અહેવાલને પગલે સેકટર-2ના પોલીસ અધિકારી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરીને કર્ફ્યૂનું પાલન થાય એ માટે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરીને ધ્યાન રાખવામાં આવશે, ત્યારે ગઈકાલે રાત્રે નરોડા વિસ્તારમાં 10 વાગ્યાના સુમારે તમામ દુકાન અને લારી ગલ્લાઓ બંધ કરી દેવામાં આવ્યાં હતાં, સાથે પોલીસના પેટ્રોલિંગને કારણે કોઈ બહાર ભટકતું પણ નજરે નહોતું પડ્યું.

કર્ફ્યૂ અમલવારી પર પોલીસ ઢીલાશ દાખવી રહી છે?
કેટલાક લોકો તો માસ્ક વગર પાનના ગલ્લે જોવા મળ્યા, જેથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊઠી રહ્યા છે. એક બાજુ, કોરોના વેક્સિનનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, સાથે દિવસભર પોલીસ માસ્ક ન પહેનાર લોકો સામે કડક કાર્યવાહી કરે છે. બીજી બાજુ, કર્ફ્યૂ અમલવારી પર પોલીસ ઠીલાશ દાખવી રહી છે? તમામ લોકોએ કર્ફ્યૂ દરમિયાન ઘરમાં જ રહેવું જોઈએ છતાં સતત નિયમનો ભંગ થઈ રહ્યો છે.
10 વાગ્યા પછી પણ લોકો લારી, હોટલ, પાનના ગલ્લે જોવા મળ્યા
શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા ગેલેક્સી, નરોડા પાટિયા અને નિકોલની રસપાન ચોકડીનાં આ દૃશ્યો જ પરથી જ દેખાઈ આવે છે કે કર્ફ્યૂની અમલવારી કેવી છે. આ તમામ તસવીરો 10:30થી 11:30 વાગ્યાના સમયગાળાની છે, જ્યાં લોકો લારી, હોટલ અને પાનના ગલ્લે મોડી રાત્રિ સુધી ભટકી રહ્યા છે. લોકોને પોલીસનો કોઈ ડર જ નથી કે પછી આ છૂટછાટ પોલીસની ઠીલી કામગીરીને લીધે છે, આ તમામ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

