देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 2 बार पढ़ी गई

ગુજરાત મેટ્રો પ્રોજેક્ટ:નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો, પીએમએ કહ્યું, ‘સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ, વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર’

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશેઆ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશેગુજરાતમાં આયુષ્માન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે.

Abhishek Raghuvanshi18 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશે
  • આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે
  • ગુજરાતમાં આયુષ્માન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે આ પ્રોગ્રામ યોજાયો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, કોરોનાકાળ દરમિયાન પણ 17 હજાર કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ- સુરત ગુજરાતનું આત્મનિર્ભતાનું પ્રતિક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાર-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એકભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે. અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે.

પીએમએ વધુમાં કહ્યું, ગુજરાતમાં આયુષ્માન ભારત થતી 21 લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે. સાથે 35 હજારથી વધુ શૌચાલય બન્યા છે. ત્યારે હવે નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચી રહ્યું છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશે. જેમા બે કોરિડોર હશે. પહેલો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિ.મીનો જ્યારે બીજો જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિ.મી સુધીનો હશે. ફેઝ -2 ના કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચ થશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે લાઇન-1નું ડ્રીમ સિટી સ્ટેશન કોહિનૂર હીરાની આકારમાં બનાવવામાં આવશે. અહીં જમીનનો પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મેટ્રોનું કામ ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે, જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.૦3 કિ.મી. છે, જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.

સુરત 2024માં મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા
સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન કરશે. સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રિમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રિમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઇ જશે! કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પુર્ણ થશે તેવો આશાવાદ છે. જો કે હજુ સુધી જમીનના કબ્જા લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે.

સાત હજાર સ્ક્વેર ફૂટમાં હશે ડ્રિમ સિટીનું સ્ટેશન
ડ્રિમ સિટી પર સ્ટેશન 7 હજાર સ્કેવર ફૂટમાં વિસ્તારમાં બનશે. ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે. જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ વગેરે હશે. બીજા માળ પર પ્લેટફોર્મ હશે. જ્યાં પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે.

મેટ્રો વિશે એ બધું જે તમે જાણવા માગો છો : દરેક રૂટ પર ચાર મેટ્રો ટ્રેન દોડશે

દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ જ ઊભી રહેશે

  • ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઈટ એસી. વેન્ટિલેશન માટે એક કલાક માટે બેટરી બેકઅપની વ્યવસ્થા હશે
  • ફુલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઈમરજન્સી એર બ્રેકની સુવિધા હશે. જેથી ટ્રેનના વ્હીલ સ્લિપ કે સ્લાઈડ ન થાય. ટ્રેનની ડિઝાઈન પણ એવી હશે કે, અકસ્માતમાં અથડાય તો ટ્રેનને ઓછંુ નુકસાન થાય.
  • મેટ્રોની અંદર અવાજ ઓછો આવે તે માટે પ્રમાણેની કોચની વ્યવસ્થા હશે.

આવી હશે મેટ્રો ટ્રેન
દરેક રૂટ પર 3-3 કોચની 4 ટ્રેન દોડશે. દરેક ટ્રેનની એવરેજ સ્પિડ 39 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જેની મેક્સિમમ સ્પિડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે પરંતુ મેટ્રો વધારેમાં વધારે 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે દોડશે.

દરેક કોચની અંદર 136 સીટ હશે
ત્રણેય કોચમાં 764 લોકો સફર કરી શકશે. જેમાં 136 સિટો હશે જ્યારે 628 લોકોએ ઉભા રહીને સફર કરવી પડશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑