देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો રન-વે 60% તૈયાર, કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરશે, લેન્ડ થયાની બે મિનિટમાં રન-વે ખાલી, 50% ટ્રાફિક ડાઇવર્ટ થશે

રાજકોટથી 28 કિમી દૂર ચોટીલાના હીરાસર ગામે એરપોર્ટ બની રહ્યું છેપ્લાનમાં નદી પર વોટર વે બનાવ્યા અને એની પર રન-વેનું નિર્માણમુસાફરો નદીની ઉપરથી ટેકઓફ થવાનો અલભ્ય નજારો માણી શકશે2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે રંગીલા રાજકોટની ઓળખ હવે વિશ્વ ફલક પર જોવા મળી રહી છે.

Abhishek Raghuvanshi15 जनवरी 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • રાજકોટથી 28 કિમી દૂર ચોટીલાના હીરાસર ગામે એરપોર્ટ બની રહ્યું છે
  • પ્લાનમાં નદી પર વોટર વે બનાવ્યા અને એની પર રન-વેનું નિર્માણ
  • મુસાફરો નદીની ઉપરથી ટેકઓફ થવાનો અલભ્ય નજારો માણી શકશે
  • 2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે

રંગીલા રાજકોટની ઓળખ હવે વિશ્વ ફલક પર જોવા મળી રહી છે. રાજ્યમાં સૌપ્રથમ રાજકોટમાં એઇમ્સ આવતા રાજકોટની ઓળખ વધુ મજબૂત બની અને હવે અમદાવાદ હાઇવે પર રાજકોટથી 28 કિલોમીટર દૂર હીરાસર ગામે રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ આકાર લઇ રહ્યું છે. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનતાં જ સૌરાષ્ટ્રવાસીઓ સરળતાથી અને સમયના બચાવ સાથે સાત સમુંદર પાર પહોંચી શકશે.

હાલ આ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલુ છે અને 60 ટકા જેટલું રન-વેનું કામ પૂરું થઇ ગયું છે. આ એરપોર્ટમાં અન્ય શું શું સુવિધાઓ હશે અને ક્યારે કામ પૂર્ણ થશે એ માટે DivyaBhaskarએ હીરાસર એરપોર્ટના ગ્રાઉન્ડ પર જઈ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ એરપોર્ટ પર એક કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે અને લેન્ડ થયાની બે મિનિટમાં રન-વે ખાલી થઇ જશે તેમજ સૌરાષ્ટ્રનો 50 ટકા ટ્રાફિક ડાયવર્ટ થઇ જશે. 1000 એકર એટલે કે 2500 વીઘા જમીન પર 2022 સુધીમાં તૈયાર થનારું આ એરપોર્ટ મોડર્ન એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે.

तस्वीरों में खबर4 फोटो
એરપોર્ટનો મેપઃ હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે.એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે.

આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર લોકનાથ પાધીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક કલાકમાં 14થી 15 એરક્રાફ્ટ લેન્ડ કરી શકે છે. એરપોર્ટ બન્યા બાદ કાર્ગો ફેસિલિટી ઊભી કરવામાં આવશે. રાજકોટમાં હજુ આ એરપોર્ટ પર કાર્ગોની એટલી ડિમાન્ડ નથી, પરંતુ શરૂ થયા બાદ પરિસ્થિતિના આધારે કાર્ગોની સુવિધા અંગે નિર્ણય કરવામાં આવશે.

3040 મીટર લાંબો અને 10 હજાર ફૂટ પહોળો રન-વે બનશે
DivyaBhaskarએ જ્યારે હીરાસર એરપોર્ટની મુલાકાત લીધી ત્યારે પુરજોશમાં કામ ચાલુ જોવા મળ્યું હતું. એક પછી એક ઢાળવાળી જગ્યા જેસીબીથી સપાટ કરવામાં આવી રહી છે. રન-વેમાં પણ કામગીરી ચાલુ જોવા મળી હતી. રન-વેનું અન્ય કામ થઈ રહ્યું છે. હાલ રન-વે થોડો કાચો છે, પણ આગામી સમયમાં પાકો રન-વે પણ તૈયાર થશે. ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટમાં 3,040 મીટર લાંબો, 10,000 ફૂટ પહોળો રન-વે બનશે. 23000 સ્કવેર મીટર જગ્યામાં ટર્મિનલ બિલ્ડિંગ બનશે. જ્યારે ફલાઇટની સંખ્યા વધુ હશે તેવા સંજોગોમાં પણ મુખ્ય બિલ્ડિંગમાં એક કલાકમાં 1200થી વધુ મુસાફર અવરજવર કરી શકશે એવી ડિઝાઈન બનાવવામાં આવી છે, 6 એરો બ્રિજ અને 6 હેંગર, પેરેલલ ટેક્સી ટ્રેક, કંટ્રોલ ટાવર સહિતનાં બાંધકામો 1000 એકરમાં બનશે. આમ છતાં એઈમ્સ રાજકોટ પહેલાં એરપોર્ટ કાર્યરત કરવા એરપોર્ટ ઓથોરિટીએ નિર્ધાર કર્યો છે.

અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક હીરાસર એરપોર્ટ ડાઇવર્ટ થશે
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે એરપોર્ટ બાબતે અનેક રજૂઆતો કરી હતી. સૌરાષ્ટ્રમાં અને મુખ્ય તો રાજકોટમાં મુંબઈ અને દિલ્હી સુધીની જ ફ્લાઈટ મળે છે, પરંતુ હવે આ એરપોર્ટ જ્યારે શરૂ થશે ત્યારથી અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક હીરાસર એરપોર્ટ ડાઇવર્ટ થશે. વિદેશ જવાની ફ્લાઈટો અહીંથી ઊપડતાં આખા સૌરાષ્ટ્રના લોકો અહીંથી જ ફ્લાઈટ લેવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે. વાર-તહેવારે અને હરવા-ફરવા માટે ખાસ તો દેશ બહાર જે ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તે લોકો માટે આ એરપોર્ટ આશીર્વાદ સમાન સાબિત થશે. કામ-ધંધે જતા ઉદ્યોગપતિઓને ફ્લાઈટના સમય મુજબ ઘણી વખત આગલા દિવસે અમદાવાદ જવું પડે છે, પરંતુ હીરાસર એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ થશે એટલે સમયનો બચાવ થશે.

અમદાવાદ એરપોર્ટ પર 1 કરોડ પ્રવાસીનો જ્યારે વર્ષે 45 હજાર ટનથી વધુનો કાર્ગો ટ્રાફિક
અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2018-19માં 45,483 ટન કાર્ગો ટ્રાફિક રહ્યો હતો, જ્યારે 2018-2019માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મળીને 1.1 કરોડ પ્રવાસીઓનો ટ્રાફિક રહ્યો હતો. 2017-18માં આ સંખ્યા 91 લાખ જેટલી હતી. ​​​​​​​

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું?
રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવી જગ્યા કે જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થતું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ ન કરાયું હોય. હીરાસરમાં માત્ર જમીન જ છે અને સાવ પાયાથી બાંધકામ શરૂ થયું છે. આ એરપોર્ટ પર એક જ કલાકમાં 14 ફ્લાઈટ ઉડાન ભરી શકશે તેમજ પ્લેન લેન્ડ થાય એની 2 જ મિનિટમાં રન-વે ખાલી થઇ જશે.

હીરાસર એરપોર્ટની કામગીરી ચાર ફેઝમાં કરવામાં આવી રહી છે
આ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ 2481 એકરની વિશાળ જગ્યામાંથી 1000 એકરમાં તૈયાર થવાનું છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 2022 સુધીમાં કાર્યરત કરવા નિર્ધાર કર્યો છે. આ લક્ષ્ય ઝડપથી હાંસલ કરવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવાની જવાબદારી રાજ્ય સરકારે સોંપી છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ ફેઝ-1માં છે અને જેમ જેમ જરૂરિયાત વધશે તેમ એરપોર્ટનું વિસ્તરણ કરાશે અને આ વિસ્તરણ માટે કુલ 4 ફેઝ વિચારવામાં આવ્યા છે. અત્યારે અમદાવાદમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેની સમકક્ષ રાજકોટમાં ફેઝ-1માં જ બની જશે.

વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737 આસાનીથી લેન્ડ થઈ શકશે
​​​​​​​​​​​​​​વિશ્વનું સૌથી મોટું પેસેન્જર એરક્રાફ્ટ બોઈંગ 737ને માનવામાં આવે છે અને એ સરળતાથી રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કરી શકશે. એક જ કલાકમાં 14 એરક્રાફ્ટ ઉડાન ભરી શકશે અને જે ફ્લાઈટ લેન્ડ થાય ત્યારે માત્ર બે મિનિટમાં રન-વે ખાલી કરી શકે એ માટે પેરેલલ ટેક્સી-ટ્રેક બનાવાયો છે. આ એરપોર્ટ પ્રથમ ફેઝમાં જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની આગળ નીકળી જશે. દરેક ફેઝ માટે 10 વર્ષનો સમયગાળો નક્કી કરાયો છે. ત્યાર બાદ ઓથોરિટીની બેઠક મળશે અને ત્યારની સ્થિતિએ ટ્રાફિક કેવો અને શું જરૂરિયાત છે એ મુજબ એક્સપાન્સન કરવું કે નહિ એનો નિર્ણય લેવાશે. 2030 પછી જો પેસેન્જરની સંખ્યા વધી તો તરત ફેઝ-2 માટે વિચારાશે. આ રીતે આગામી 30 વર્ષનું આયોજન થઈ ગયું છે.

કુદરતી પ્રવાહમાં વિક્ષેપ ન પડે એ માટે નદીની ઉપર રન-વે બનશે
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રન-વેના અંત પર પાણીનો કુદરતી પ્રવાહ છે અને એક નાની નદી અને ડેમ છે. જો આ નદીને પૂરી દેવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેથી એરપોર્ટના પ્લાનમાં નદી પર વોટર વે બનાવાયો છે અને એની પર રન-વે બનશે. ત્યાંથી ફ્લાઈટ ટેકઓફ કરશે. આ કુદરતી પ્રવાહને પણ અસર નહીં થાય અને રન-વે પણ પૂરા અંતરનો બનાવી શકાશે. મુસાફરો નદીની ઉપરથી ટેક ઓફ થવાનો અલભ્ય નજારો માણી શકશે. નદી પરનો નાનો બંધ તોડી નાખવામાં આવશે, જેથી પાણી એરપોર્ટની સીમા બહાર નીકળી જશે. તેથી ચોમાસામાં ભારે વરસાદ પડે તોપણ પાણી ભરાશે નહીં અને કુદરતી માર્ગે પાણી વહી જશે.

લેબ ટેસ્ટમાં સાબિત થયું છે કે રાજકોટની જમીન મજબૂત, કોઈપણ સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે
​​​​​​​​​​​​​​
રાજકોટના હીરાસરમાં એરપોર્ટ બનાવતા પૂર્વે જમીનની ચકાસણી માટે આખી લેબ ઊભી કરાઈ છે. વૈજ્ઞાનિકો અલગ અલગ સ્થળ પરથી પથ્થર અને માટીના નમૂના લઈ એને 24 કલાક પ્રોસેસ કરે છે અને એની ઘનતા તેમજ ભેજની સ્થિતિ જુએ છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પથ્થરની મજબૂતાઈ ઘનતા પર હોય છે અને બાંધકામ માટે 1.75 જરૂરી છે, પણ અહીં 1.90થી લઈ 2.0 સુધી છે એટલે અહીં કોઇપણ સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે. બીજી તરફ, ભેજને કારણે જમીન ધસી જતી હોય છે એનું પણ ટેસ્ટિંગ કરાયું હતું. માટીમાં 2 ટકાથી વધુ ભેજ સંગ્રહિત ન થવો જોઈએ, જ્યારે ટેસ્ટમાં માત્ર 0.3 ટકા જ ભેજ દેખાયો છે.

એરપોર્ટ સુધી જવા હાઈવે ઓથોરિટી નવો ઓવરબ્રિજ બનાવાશે
​​​​​​​​​​​​​​હીરાસર એરપોર્ટને હાઈવે સાથે જોડવા રાજકોટનો સૌથી પહોળો રોડ બની રહ્યો છે. ત્યાં ટ્રાફિક ન થાય એ માટે એક ઓવરબ્રિજ બનાવવાનું હાઈવે ઓથોરિટીએ નક્કી કર્યું છે. જે ટ્રાફિક અમદાવાદ કે રાજકોટ તફરથી એરપોર્ટ તરફ જશે એ ઓવરબ્રિજની નીચેથી એરપોર્ટના એટેચ રોડ પર જશે, જ્યારે જે લોકોને હાઇવે પર જ આગળ વધવું છે તેઓ ઓવરબ્રિજ પરથી પસાર થશે. આ કારણે જે વાહનોને એરપોર્ટ તરફ જવામાં ટ્રાફિક અડચણ રૂપ નહીં બને, રાજકોટ શહેરનું ડોમેસ્ટિક એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ રાજકોટ શહેરમાં ડોમેસ્ટિક એરપોર્ટ છે, એ બંધ કરી દેવાશે અને પછી ડોમેસ્ટિક ફ્લાઈટ પણ અહીંથી જ કાર્યરત થશે. ડોમેસ્ટિક એરપોર્ટ બંધ કર્યા બાદ જગ્યાનું શું કરવું એ નીતિવિષયક નિર્ણય છે. રન-વે પર જ થોડા થોડા અંતરે ટ્રેક બનાવાયા છે જ્યાં ફ્લાઈટ ઊભી રહેશે. જેવી કોઇ ફ્લાઈટ લેન્ડ થશે એટલે તરત જ એ રન-વે થી જોડેલા ટ્રેક પર જઈ પાર્ક થઈ જશે.

ફેઝ-4 2057માં વિચારાશે ત્યાં સુધીમાં આ પ્રકારે સુવિધાઓ હશે
સુવિધાફેઝ-1 (2030 સુધી)ફેઝ-2 (2040 સુધી)ફેઝ-3 (2050 સુધી)ફેઝ-4 (2057 સુધી)
પેસેન્જર ટર્મિનલ વિસ્તાર23000 સ્કે. મી.49100 સ્કે. મીટર87,400 સ્કે. મીટર96975 સ્કે. મીટર
પ્રતિ કલાક પેસેન્જરની ક્ષમતા1280385046505000
ટોટલ સ્ટેન્ડ7131617
કોન્ટેકટ સ્ટેન્ડ6111313
રિમોટ સ્ટેન્ડ1234
રન વે(05-23)3040મી X 45મી3040મી X 45મી3040મી X 45મી3810મી x 60મી
પેરેલલ ટેક્સી વે—3040મી x 23મી3040મી x 23મી—
એપ્રોન(ફ્લાઈટ પાર્કિંગ)85000 સ્કે. મી.135000 સ્કે. મી.170000 સ્કે. મી.200000 સ્કે. મીટર
ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑