વેક્સિનનું આગમન:પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા, મંત્રી સહિત પદાધિકારીઓ હાજર
પુણેથી કોરોના વેક્સિનનો જથ્થો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.
- સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં કોરોના વેક્સિન રાખવામાં આવશે
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93500 ડોઝ સપ્લાય થયો છે. આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. જેના માટે સ્ટોરેજ સેન્ટર બહાર સવારથી સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વેક્સિનને આવકારવા મંત્રી સહિત પદાધિકારીઓ હાજર રહ્યા છે.
33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવામાં આવશે
મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટે ના લાભાર્થી 33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાઈ પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સરકારની સુચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે. ત્યાં સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલવામાં આવશે.
સરકારની સૂચના પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરાશે
ડો. રૂપલ જેસવાણીએ જણાવ્યું હતું કે, 93,500 રસીનો જથ્થો આવશે. પાંચ જિલ્લા અને પાલિકા મળી દક્ષિણ ગુજરાત ઝોનનો સિવિલ ખાતેના રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે જથ્થો આવશે. 93500 ટોટલ ડોઝ નો જથ્થો આવશે. એક વાયલમાં દશ ડોઝ આવશે એટલે વેક્સિન ભરેલી 9350 વાયલ(શીશી) આવશે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.
વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશુંઃ કુમાર કાનાણી
કુમાર કાનાણી(રાજ્ય આરોગ્યમંત્રી)એ જણાવ્યું હતું કે, આજે વેક્સિનનો જથ્થો આવી જશે. સૌથી આનંદની લાગણી એ છે કે, આ વેક્સિન સ્વદેશી છે. લોકોમાં જે કોરોનાનો ડર હતો તેમાં ખૂબ જ રાહત મળશે. વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું.
કયા કેટલા ડોઝ મોકલાશે
- સુરત સિટીને 40 હજાર ડોઝ
- સુરત જિલ્લાને 11500 ડોઝ
- નવસારીને 11 હજાર ડોઝ
- વલસાડને 15 હજાર ડોઝ
- તાપીને 7 હજાર ડોઝ
- ડાંગને 2500 ડોઝ
કોવિડની વેક્સિન આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો
- વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
- વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
- લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
- ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
- રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
- સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
- કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
- અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, સનસાઇન,ટ્રાઈસ્ટાર, સિવિલ

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले

