
ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. સરકાર સાથે વાતચીતને લઈન ખેડૂતો આજે બેઠક કરશે. તેમાં પંજાબ અને રાષ્ટ્રીય કિસાન સંગઠનોના નેતા સામેલ થશે. તેઓ નક્કી કરશે કે સરકાર સાથે ચર્ચા કરવી છે કે નહિ. સરકાર તરફથી રવિવાર રાતે ખેડૂતોને વાતચીતનું આમંત્રણ આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ ખેડૂત નેતા હન્ના મુલાએ કહ્યું કે સરકાર દેખાડો કરી રહી છે. એજન્ડા પર ચર્ચા ઈચ્છી રહી નથી. વાતચીત કરવી હોય તો અમારા એજન્ડા પર જ કરવામાં આવે.
સરકાર જુના પ્રપોઝલ પર જ વાત કરવા માંગે છે ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકારે 5 પેજનું ગોળગોળ પ્રપોઝલ મોકલ્યું છે. તેમાં જુની વાતો પર જ ભાર આપવામાં આવે છે. સરકારે એ જ પોઈન્ટ મોકલ્યા છે જે 9 ડિસેમ્બરના પ્રપોઝલમાં હતા. સરકાર જુના પ્રપોઝલ પર જ વાતચીત ઈચ્છે છે. કાયદો રદ કરવા અને MSP પર નવો કાયદો લાવવાની માંગ પર ચર્ચા ઈચ્છતી નથી.
અપડેટ્સ
- ભારતીય ખેડૂત યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું કે કૃષિ મંત્રી સાથે બેઠકનું આમંત્રણ મળ્યું નથી. જ્યાં સુધી સરકાર ત્રણે કૃષિ કાયદા પરત લેતી નથી ત્યાં સુધી ખેડૂતો પાછળ હટશે નહિ. તમામ મુદ્દાની પતાવટમાં એક મહિનાથી વધુનો સમય લાગશે. સરકાર અમારી પાસે આવશે.
- દિલ્હી, હરિયાણા અને ઉતર પ્રદેશની સીમાઓ પર જ્યાં ખેડૂતો ધારણા કરી રહ્યાં છે, ત્યાં ભૂખ હડતાળ પણ ચાલુ છે. પ્રત્યેક દિવસે 11 ખેડૂત 24 કલાકના ઉપવાસ પર બેસશે. જ્યારે હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરવામાં આવશે.
થથરતા ખેડૂતો જોઈને રડુ આવે છે… લખીને ખેડૂતે ઝેર પીધું
તરનતારનથી સિંધુ બોર્ડરે પહોંચેલા 75 વર્ષના ખેડૂત નિરંજન સિંહે સામવારે સલ્ફોસ પીને જીવ ગુમાવવાની કોશિશ કરી. તે PGI રોહતકમાં દાખલ છે. તેમના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે ખેડૂતોને થથરતા જોઈને રડુ આવે છે. સરકાર સાંભળી રહી નથી અને ખેડૂતોનો જીવ જઈ રહ્યો છે. કુર્બાની આપવા માંગું છું.
સરકાર જેટલું વધુ દબાણ લાવશે, આંદોલન તેટલું ઉગ્ર થશે
ભાકિયૂના અધ્યક્ષ બલબીર સિંહ રાજેવાલેએ કહ્યું કે 25 ડિસેમ્બરે કેનેડા, ઈગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયા જેવા દેશો જ્યાં પંજાબીઓની સંખ્યા વધુ છે, ત્યાંની એમ્બેસીની બહાર દેખાવો કરવામાં આવશે. ભાકિયૂ દોઆબાના પ્રધાન મંજીત સિંહે પંજાબમાં અાડતિયાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગે કરેલી રેડ પર કહ્યું કે સરકાર જેટલું દબાણ લાવશે, આંદોલન એટલું ઉગ્ર થશે.

