देश की बात, आपके शहर से
Indore30°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

રે માનવી….! આ તે કેવી ક્રૂરતા:…અંધશ્રદ્ધાનો આ દાગ ગુજરાતના માથે ક્યાં સુધી?, ઝાલાવાડમાં આજેય ખેંચની બિમારીમાં માથામાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી “ડામ” અપાય છે

ઝાલાવાડમાં ખેંચની બીમારીમાં બાળકને માથામાં ડામ અપાય છે 21મી સદીમાં પણ ગામડાંના ઘણાં ગરીબ અને અશિક્ષિત લોકો અંધશ્રદ્ધાના સહારે જીવી રહ્યાં છેગામડાંના ગરીબ લોકો બાળકોને બીમારીમાં ડોક્ટર પાસે સારવારના બદલે ભુવાઓ પાસે ડામ અપાવે છે ગુજરાતે મેડિકલ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે, પરંતુ આધુનિક મેડિકલ સાયન્સ માટે કલંકરૂપ એવી ધગધગતા લોખંડના ઓજારથી ડામ દઇને બીમારી ભગાડવાની અથવા માતાજીને રીઝવવાની પ્રથા પિશાચી અખતરાથી કરાય છે.

Abhishek Raghuvanshi20 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 21મી સદીમાં પણ ગામડાંના ઘણાં ગરીબ અને અશિક્ષિત લોકો અંધશ્રદ્ધાના સહારે જીવી રહ્યાં છે
  • ગામડાંના ગરીબ લોકો બાળકોને બીમારીમાં ડોક્ટર પાસે સારવારના બદલે ભુવાઓ પાસે ડામ અપાવે છે

ગુજરાતે મેડિકલ ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા છે, પરંતુ આધુનિક મેડિકલ સાયન્સ માટે કલંકરૂપ એવી ધગધગતા લોખંડના ઓજારથી ડામ દઇને બીમારી ભગાડવાની અથવા માતાજીને રીઝવવાની પ્રથા પિશાચી અખતરાથી કરાય છે. આજેય ઝાલાવાડમાં દાઝ્યાં પર ડામ દેતા હોય એમ ખેંચની બિમારીમાં બાળકને મસ્તિષ્કમાં પાણી ભરાયું હોય તો લોખંડના ગરમ ઓજારથી ધગધગતા “ડામ” અપાય છે.

કુપોષણ હોય તો આ રીતે ડામ અપાય છે (ડાબો ફોટો) અને ડાયેરિયામાં પેટમાં ડામ આપે છે (જમણો ફોટો)
કુપોષણ હોય તો આ રીતે ડામ અપાય છે (ડાબો ફોટો) અને ડાયેરિયામાં પેટમાં ડામ આપે છે (જમણો ફોટો)

મેનેજાઇટીસમાં માથામાં ડામ અપાય છે
આજે પણ ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા ફુલ જેવા બાળકોને ગરમ સોય કે ધગધગતા સળિયાથી અત્યંત ક્રૂર રીતે ડામ દઇને માસુમ બાળકોના શરીર પર કદી ન ભૂસી શકાય તેવા ડાઘ પાડી દેવાની ખોફનાક પ્રવૃત્તિઓ આજેય બેરોકટોક ધમધમી રહી છે. જેમાં માસૂમ બાળકને મેનેજાઇટીસ થયો હોય તો માથા ઉપર ડામ દેવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે, ડામ દેવાની પ્રથા કલમ 324 અને 337 મુજબ ગુન્હો બને છે છતાં બેરોકટોક ચાલે છે. નવાઇની વાત તો એ છે કે, ગ્રામ્ય પથંકમાં આ ડામને “ટાઢા” (ઠંડા) કહે છે.

માસુમને કઇ બિમારીમાં ક્યાં ડામ અપાય છે

  • કપાળ (ભાલ પ્રદેશ)માં – ખેંચ હોય કે મગજનો તાવ હોય ત્યારે માથાના કપાળ પર ડામ અપાય છે.
  • ગળાના પાછળના ભાગે – કૂપોષણ કે ક્ષયરોગમાં બાળક દૂબળું પડી જાય ત્યારે ગરદનની પાછળના ભાગમાં રીંગ શેપમાં ડામ
  • ન્યુમોનિયા કે ફેફસામાં કોઇ પણ ચેપ હોય ત્યારે છાતીના ભાગે ડામ અપાય છે.
  • મેલેરિયા, ટાઇફોઇડ કે અન્ય રોગ જેમાં લિવર કે બરોળની સાઇઝ મોટી હોય ત્યારે છાતીના નીચેના ભાગમાં જમણી બાજુ લિવર પર ડામ અપાય છે.
  • બાળકને કમળો થયો હોય ત્યારે એને પેટના ભાગે ડાબી બાજુ ડામ અપાય છે.
  • બાળકના ગુપ્તાંગ પર એટલે કે વૃષણ પ્રદેશમાં સારણગાંઠ હોય ત્યારે ગુપ્તાંગ પર ડામ અપાય છે.
  • પૂંઠ બહાર આવતી હોય ત્યારે ગુદા પ્રદેશમાં ડામ.

કચ્છના વાગડ પથંકમાં ધીમે ધીમે આ પ્રથા નાબુદ થઇ શકી
ગાંધીધામના વાગડ પથંકમાં કોળી, મુસ્લિમ અને માધલારી ( રબારી-ભરવાડ ) સહિતના અન્ય પછાત સમાજમાં બાળકોને વિવિધ બિમારીઓમાં ડામ આપીને બિમારી ભગાડવાનું દૂષણ ખુબ હતુ. પણ અમે આ પ્રથા ડામવા ડામ વિરોધી અભિયાન ચલાવતા દશ વર્ષે હવે કચ્છ પ્રદેશમાં આ પ્રથા નાબુદ થઇ છે. પણ તાજેતરમાં વાગડ પથંકના 3 બાળકોને ઝાલાવાડ અને વઢિયાર પથંકમાં ડામ અપાયા હોવાની વિગતો સામે આવી હતી. પાટડી પથંકની હમણા જ મેં લીધેલી મુલાકાતમાં આવા ચોંકાવનાર‍ કિસ્સાઓ સામે આવ્યા હતા. તો અમે આ પાશવી પ્રથાને ડામવા કચ્છ તો શું ગુજરાતનાં ગમે તે ખૂણે જવા તૈયાર અને આતુર છીએ. – ડો.રાજેશ માહેશ્વરી, બાળ રોગ નિષ્ણાત (ગાંધીધામ)

માસુમ બાળકને બીમારીની સારવાર માટે ધગધગતા લોખંડના સળિયા કે અન્ય વસ્તુથી ‘ટાઢા’ દેવાની પ્રથા રૂંવાડા ઊભા કરી દે છે
ધગધગતો લોખંડનો ગરમ સળિયો, ખીલીની પાછળનો ભાગ, લોહનો વાયર કે ગોળ લોખંડની વીંટી (રીંગ)ને ખુબ ગરમ કરીને રોગના આધારે બાળકના વિવિધ ભાગો પર મૂકવામાં આવે છે. અને ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા બાંયધરી પણ આપવામાં આવે છે કે, આ ડામના ઘા પાકશે પછી અંદરની બિમારી મટશે ત્યાં સુધી ધીરજ રાખો.

રણકાંઠામાં મૂંગા અબોલ પશુઓને પણ ડામ આપવાની પ્રથા છે
માલધારી સમાજના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આજેય માસુમના શરીરે ગરમ ડામ અપાયા બાદ તબીયત લથડે તો ડોક્ટર પાસે લઈ જવાય છે. માસુમના શરીર પર આ ડાઘ જીવનભરનો કલંક બની જાય છે. રણકાંઠા વિસ્તારમાં ગાય કે ભેંસને પેટમાં આફરો કે ચૂંક સહિતની કોઇ બિમારી હોય તો પશુઓને ડામ આપવાની પ્રથા આજેય અકબંધ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑