देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

ખેડૂત આંદોલનમાં અંબાણી-અદાણીનો વિરોધ કેમ?:ખેડૂત કહે છે, હવે લોકતંત્રનો અર્થ કોર્પોરેટનું રાજ, કોર્પોરેટ દ્વારા કોર્પોરેટ માટે થઈ ગયું

ખેડૂત આંદોલનમાં આવાં પોસ્ટર્સ દ્વારા ખેડૂત વડાપ્રધાનની જગ્યાએ હવે સીધા અંબાણી-અદાણીને અપીલ કરી રહ્યા છે.

Abhishek Raghuvanshi11 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પંજાબનાં ઘણાં શહેરોમાં પ્રદર્શનકારીઓએ રિલાયન્સના પેટ્રોલ પમ્પ, સ્ટોર્સ અને અદાણી ગ્રુપનાં એગ્રો આઉટલેટ્સનો બહિષ્કાર કર્યો
  • ખેડૂતોએ અંબાણીનાં પૂતળાં સળગાવ્યાં, મોટી સંખ્યામાં જિયોનાં સિમ તોડ્યાં અને પોતાના નંબર અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવ્યા છે

કેન્દ્ર તરફથી આવેલો પ્રસ્તાવ નકારવાની સાથે સાથે ખેડૂતોએ અદાણી-અંબાણી વિરુદ્ધ પણ મોરચો ખોલ્યો છે. ‘અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ’ તરફથી જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે તે ‘સરકારની અસલી મજબૂરી, અદાણી-અંબાણીની જમાખોરી’ જેવા નારાને હવે જન-જન સુધી પહોંચાડવાનું કામ કરશે અને આ બન્ને કોર્પોરેટ ઘરાનાની તમામ પ્રોડક્ટનો બોયકોટ આખા દેશમાં કરવામાં આવશે.

આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે આ ખેડૂત આંદોલનમાં આ બન્ને કોર્પોરેટ ઘરાના પ્રદર્શનકારોઓના નિશાના પર આવ્યાં છે. લગભગ ત્રણ મહિના પહેલાં જ્યારે આ આંદોલન પંજાબ અને હરિયાણા સુધી સીમિત હતું ત્યારે પણ સરકાર સાથે જ અદાણી-અંબાણી ગ્રુપ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન મોદી પર સીધું નિશાન સાધતાં ‘ધર્મ દા ન સાઈન્સ દા, મોદી હૈ રિલાયન્સ દા’જેવા નારા ત્યારે પણ પંજાબનાં અલગ અલગ શહેરોમાં ગુંજી રહ્યા હતા.

तस्वीरों में खबर2 फोटो
ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુની અને ડોક્ટર દર્શનપાલ આ આંદોલનના મુખ્ય ચહેરા છે.પ્રદર્શનકારોનું કહેવું છે કે જેમને લાગે છે ખેડૂત આતંકવાદી છે તો તેઓ પોતાનું અનાજ જાતે જ વાવે.

પંજાબીમાં કહેવાયેલા આ નારાનો અર્થ છે કે વડાપ્રધાન મોદીને ન તો ધર્મ સાથે લેવાદેવા છે ન વિજ્ઞાન સાથે, તેમને તો માત્ર રિલાયન્સની ચિંતા છે.

આ નારા સાથે જ સોશિયલ મીડિયાથી માંડી પંજાબના રસ્તા પર પણ આ પ્રકારના અન્ય ઘણા નારા ચર્ચાઈ રહ્યા હતા, જેમાં ઘણી રચનાત્મક ઢબે કહેવામાં આવ્યું હતું કે હાલની સરકારને માત્ર એક જ ધૂન સંભળાઈ રહી છે, જે કહે છે, ‘સારા ધન અંબાણી કા, ધન સારા અદાણી કા.’

‘સરકાર આખા દેશને કોર્પોરેટના હવાલે કરવાની દિશામાં કામ કરી રહી છે’
આ બન્ને કોર્પોરેટ ઘરાનાનો આ વિરોધ માત્ર નારા અને સોશિયલ મીડિયા સુધી જ સીમિત નથી રહ્યો, પણ પંજાબનાં ઘણાં શહેરોમાં પ્રદર્શનકારીઓએ રિલાયન્સના પેટ્રોલ પમ્પ પરથી રિલાયન્સના તમામ સ્ટોર્સ અને અદાણી ગ્રુપના એગ્રો આઉટલેટ્સનો બહિષ્કાર કર્યો છે, મુકેશ અંબાણીનાં પૂતળાં સળગાવ્યાં છે અને મોટી સંખ્યામાં જિયોનાં સિમ તોડ્યાં છે અને પોતાના નંબર કોઈ અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવ્યા છે. આ પ્રકારના વિરોધને હવે આખા દેશમાં ફેલાવવાની વાત ખેડૂતો કરી રહ્યા છે.

એવામાં સવાલ ઊઠે છે કે ખેડૂત તમામ કોર્પોરેટ ઘરાનામાં માત્ર અદાણી અને અંબાણી ગ્રુપને જ નિશાન શા માટે બનાવી રહ્યાં છે? આ વાતનો જવાબ આપતાં ખેડૂત નેતા ડોક્ટર દર્શનપાલે જણાવ્યું હતું કે આ સરકાર આખા દેશને કોર્પોરેટના હવાલે કરવાની દિશામાં કામ કરી રહી છે. અદાણી-અંબાણી કોર્પોરેટના સૌથી મોટા ચહેરા છે, જે છેલ્લા થોડાક સમયમાં ઘણા ઝડપથી આગળ વધી ગયા છે અને એનું મુખ્ય કારણ એ જ છે કે રાજ સત્તા અને પુંજી સાથે સાથે ચાલી રહી છે. આ બન્ને ગ્રુપ હાલની સત્તાના એકદમ નજીક છે, જે કોઈનાથી છાનું નથી.

આ ઉપરાંત આ બન્ને ઘરાનાના નામનો પ્રતિકાત્મક રીતે પણ ઉપયોગ થાય છે. અમે આના સિવાય અન્ય કોર્પોરેટ ઘરાનાનો પણ વિરોધ કર્યો છે, જેમાં Essar ગ્રુપ જેવા નામ પણ છે. તેમના પેટ્રોલ પમ્પનો પણ બહિષ્કાર પંજાબમાં થયો છે. આ વિરોધ કોઈ વ્યક્તિ અથવા એક-બે કોર્પોરેટ ઘરાનાનો નથી, પણ આખાય કોર્પોરેટના હવાલે જઈ રહેલા સંસાધનોનો વિરોધ છે. એટલા માટે અમે બધાએ માગ કરી છે કે કોર્પોરેટ ઘરાનોનાં તમામ ઉત્પાદનો અને સેવાઓનો બહિષ્કાર કરવામાં આવે.

‘જે પણ જનતાનું શોષણ કરી રહ્યા છે અમે તેમના વિરુદ્ધ છીએ’
ખેડૂતોના બીજા મોટા નેતા ગુરનામ સિંહ ચઢુની અદાણી-અંબાણી વિરુદ્ધ વિરોધ વધવા અંગે અન્ય કારણો પણ ગણાવે છે. તેઓ કહે છે, આ દેશમાં પહેલાં લોકતંત્રનો અર્થ હતો લોકોનું રાજ, લોકો દ્વારા, લોકો માટે. હવે આ થઈ ગયું છે કોર્પોરેટનું રાજ, કોર્પોરેટ દ્વારા કોર્પોરેટ માટે. આ પ્રકારે એક માણસ અથવા અમુક લોકો જ આખા દેશ પર કબજો કરી રહ્યા છે અને આની વિરુદ્ધ અમારું વિરોધપ્રદર્શન છે.

ચઢુની માને છે કે અદાણી-અંબાણી કોર્પોરેટના સૌથી મોટા ચહેરા હોવાને કારણે તેમનું નામ સૌથી પહેલા લેવાય છે. તેઓ કહે છે, અમારી કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી. આ આંદોલન બસ જે જનતાનું શોષણ કરી રહ્યા છે તેમની વિરુદ્ધ છે.

ખેડૂત નેતા ડોક્ટર દર્શનપાલ અને ગુરનામ સિંહ ચઢુની બન્ને અદાણી અને અંબાણી ગ્રુપ વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનને પ્રતિકાત્મક ગણાવે છે, પણ આ આંદોલનના એક અન્ય મોટા ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ માને છે કે અદાણી-અંબાણીના વિરોધનાં ઘણાં કારણ બીજાં પણ છે. તેમણે જણાવ્યું, વિરોધમાં અદાણી-અંબાણીનાં નામ એટલા માટે આવી રહ્યાં છે, કારણ કે વાસ્તિવકતામાં આ સરકાર આ બન્ને જ ચલાવી રહ્યા છે.

તમે ઊંડે ન ઊતરો તોપણ જોઈ લો આજે તેલનું સેક્ટર અંબાણી પાસે છે, સંચાર તેમની પાસે છે, ડિફેન્સ તેમની પાસે છે અને તેમની તુલનામાં કોઈ બીજું નથી. આ રીતે કોલસો અદાણી પાસે છે, રેલવેમાં અદાણી સતત મજબૂત થતા જઈ રહ્યા છે, એરપોર્ટ તેમને મળી રહ્યાં છે. એક-એક કરીને બધાં સેક્ટર તેમની પાસે જ આવી રહ્યાં છે અને આ બન્ને સરકારને આદેશ આપે છે. સરકાર આમના હિસાબથી ચાલે છે.

અદાણી અને અંબાણી ગ્રુપનો પૂરી રીતે બહિષ્કાર કરવા પાછળ અન્ય કારણ જણાવતા બલબીર રાજેવાલે કહ્યું હતું કે લોકોને કોર્પોરેટની રમત સમજવી પડશે. નેતા, અધિકારી અને કોર્પોરેટ મળીને આખાય દેશને લૂંટી રહ્યા છે. તેમના પોતાના પૈસા કંઈ નથી હોતા.

અદાણી અને અંબાણી જેવા ઘરાના કંપની ફ્લોટ કરે છે અને હજારો-કરોડોની પબ્લિક મની એકઠી કરી લે છે, એ જ પુંજીના આધારે પછી બેન્ક પાસેથી કરોડોની લોન ઉઠાવે છે અને પછી એને ચૂકવવાનો વારો આવે એટલે હાથ ઉપર કરી દે છે, જે પૈસા ડુબે છે એ જનતાના છે. પછી આવા લોકો PNB જાહેર થઈ જાય છે, બેન્કને બચાવવા માટે સરકાર જે ખર્ચ કરે છે એ બધા જનતાના પૈસા છે. આ લડાઈ એટલા માટે માત્ર ખેડૂતોની જ નથી, કોર્પોરેટના આ જાળમાંથી આખા દેશને બચાવવાની લડાઈ છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑