देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

રાજ્યમાં કમોસમી વરસાદ:ગુજરાતના 4 મહાનગરોમાં મેઘ મહેર, કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છેહવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છેખેડુતોને ખેતરમાં ઉગાડેલા શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેતી કરેલી મેહનત પાણીમાં જવાનો ડર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Abhishek Raghuvanshi11 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છે
  • હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે
  • ખેડુતોને ખેતરમાં ઉગાડેલા શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેતી કરેલી મેહનત પાણીમાં જવાનો ડર

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ગુજરાતના મોટાભાગ શહેરોમાં મેઘ મહેર જોવા મળ્યા બાદ આજે સવારથી પણ અમદાવાદ,વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસ.જી હાઈવે, બોડકદેવ. બોપલ. શિવરંજીની સહિતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગઈકાલે મોડી રાત્રે તેમજ વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ, એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજી બાજુ, રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. જૂનાગઢના નાઘેર પંથકમાં સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લગતાં કારતકે અષાઢી માહોલ જોવા મળ્યો હતો અને અચાનક બપોરે અઢી વાગ્યા આસપાસ વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણીમય બની ગયું અને લોકો છત્રી સાથે જોવા મળ્યા હતા.

तस्वीरों में खबर3 फोटो
મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છેવરસાદના પગલે ઉગાડેલા ઘાસચારો બગડી જાય તેવો ખેડૂતોમાં ડરસૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઉભી થઈ છે

સુરતમાં વરસાદને પગલે ખેડૂતોને ફરી એક વખત રડવાનો વારો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ગત રોજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાદળછાયા વાતાવરણના પગલે બફારા બાદ ઠંડકભર્યૂ વાતાવરણ સર્જાયું છે. જ્યારે વરસાદના પગલે ભીના થયેલા રોડ પર વાહનો સ્લીપ થવાના બનાવો પણ બન્યા છે. જ્યારે કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસતા ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાય રહી છે. જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને તુવર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાક તેમજ આમ્રમંજરીની શરૂઆત થવા પામી છે ત્યારે તેમાં નુકસાનની શક્યતા વધી જવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે.

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અમરેલીમાં જિલ્લામાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત અવિરત વરસાદ પડ્યો છે. વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. બીજી તરફ લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઈને રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતાં. સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું છે.

વડોદરામાં વરસાદ બાદ કપાસ, મકાઈ, તુવેરના પાકને નુકસાન
વડોદરા શહેરમાં વહેલી સવારે વરસાદ પડવા સાથે હિલ સ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાથી ઠંડીનો પારો ગગડી ગયો હતો. મોડી સાંજે પણ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વડોદરાની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. અને માવઠાના કારણે પાકને નુકશાન થવાની ભીતી સેવી હતી. કમોસમી વરસાદ થતા કપાસ, મકાઈ, તુવેરના પાકમાં જીવાતો પડવાની શકયતાઓ ઉભી થઈ છે તેમજ ખેતરમાં ઉગાડેલા શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેડુતોએ કરેલી ખેતી માટેની મેહનત પાણીમાં જવાનો ડર સતાવી રહ્યો છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑