ક્રાઈમ:નવા નાખેલા વાયરમાં વીજ પ્રવાહ ચાલુ કરે તે પહેલા જ તસ્કરો ચોરી કરી ગયા
માંગરોળમાં વીજ થાંભલા પરથી થયેલી વાયરોની ચોરી માંગરોળ તાલુકામાં કૃષિ વિજ લાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત માંગરોળ તાલુકામાં છેલ્લા બે વર્ષથી કૃષિ વીજ લાઈનના વીજ વાયરોની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે.
- માંગરોળ તાલુકામાં કૃષિ વિજ લાઇનના વાયરોની ચોરીનો સિલસિલો યથાવત
માંગરોળ તાલુકામાં છેલ્લા બે વર્ષથી કૃષિ વીજ લાઈનના વીજ વાયરોની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. આ સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં ઝાખરડા નાની નરોલી વસ્તાન આમનડેરા સહિતના ગામોમાં વીજ વાયરોની ચોરી થઈ છે. જ ખરેડા પાટ ગામે 20 વીજપોલ ઉપરથી તસ્કરો વાયરોની ચોરી કરી ગયા હતા. માંગરોળ તાલુકા ખેડૂત સમાજના આગેવાનો દ્વારા આ સંદર્ભમાં વીજ કંપનીના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની માંગરોળ કચેરી દ્વારા ઝાખરડા ગામે 26 જેટલા વીજ પોલ ઉપરથી વીજ વાયરોની ચોરી થતા નવા વીજ વાયરો નાખવામાં આવ્યા હતા. આ વિજ વાયરોમાં વીજ સપ્લાય વીજ કંપની ચાલુ કરે તે પહેલા જ તસ્કર ટોળકી 26 વીજપોલ ઉપરથી મોડી રાત્રે વીજ વાયરોની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. થોડા સમય અગાઉ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોએ માંગરોળના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને આ ચોરી ના બનાવો અટકાવવા રૂબરૂ મળી રજૂઆતો કરી હતી, પરંતુ આ દિશામાં પોલીસ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી, જેને કારણે ચોર ઇસમોને ચોરી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ચોરીની વારંવારની ઘટનાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले