देश की बात, आपके शहर से
Indore22°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 18 बार पढ़ी गई

એક્સક્લુઝિવ:ગર્ભનાળ સુધી નથી પહોંચી શકતો કોરોના, 8 મહિનામાં 43 હજાર ડિલિવરી, 1600 પ્રસૂતાને ચેપ, ફક્ત 54 બાળક સંક્રમિત

તસવીર: રાજકોટમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો પણ બાળકને ચેપ ન લાગ્યો.

Abhishek Raghuvanshi21 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પહેલીવાર 105 સંક્રમિત માતા અને 50 શિશુ પર રિસર્ચ કરવામાં આવ્યું
  • સરકારી હોસ્પિટલો: 20 હજાર ડિલિવરી, 720 પ્રસૂતા કોરોના પોઝિટિવ, 38 બાળકો સંક્રમિત
  • ખાનગી હોસ્પિટલો: 23 હજાર ડિલિવરી, 900 પ્રસૂતા કોરોના પોઝિટિવ, 16 બાળકો સંક્રમિત

કોરોનાકાળના 8 મહિનામાં ગુજરાતમાં 43 હજાર પ્રસૂતિ થઈ, જેમાં 1600 પ્રસૂતા ડિલિવરી વખતે કોરોના પોઝિટિવ હતી. તેમાંથી ફક્ત 54 નવજાત શિશુ જ જન્મ પછી સંક્રમિત હતા. જોકે, આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ મળેલા આ શિશુઓમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. આ તમામ શિશુ પાંચથી દસ દિવસમાં નેગેટિવ થઈ ગયા હતા. અન્ય બીમારીના કારણે કેટલાક શિશુને એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા, પરંતુ કોરોનાના કારણે એક પણ શિશુને નહીં. આ સ્થિતિમાં કોરોના ઝડપથી જીવલેણ થઈ રહ્યો હતો, ત્યારે સંક્રમિત માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ કેવી રીતે વાઈરસથી બચી ગયા? જન્મ બાદ માતાનું દૂધ પીધા પછી પણ આ બાળકો કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહ્યા? આ સવાલોના જવાબ શોધવાનો સંભવત: દુનિયામાં પહેલો પ્રયાસ અમદાવાદમાં કરાયો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને માઈક્રોબાયોજિકલ વિભાગમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને સંક્રમિત માતાના 50 શિશુ પર કરાયેલા સંશોધને આવા અનેક સવાલના જવાબ આપ્યા.

105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન
સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગના વડા ડૉ. એમ. યુ. મહેતા જણાવે છે કે, એચઆઈવી જેવા વાઈરસ 30% કિસ્સામાં માતા દ્વારા પ્લેસન્ટા (મેલી)માંથી બાળકમાં પ્રવેશે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં 105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન કરાયું. તેમાં માલુમ પડ્યું કે, કુદરતી રીતે જ પ્લેસન્ટા (મેલી), ગર્ભનાળ તેમજ માતાના દૂધમાંથી બાળકમાં કોરોનાનો ચેપ પ્રસરતો નથી. એટલું જ નહીં, કોરોનાગ્રસ્ત માતામાં ગર્ભપાત કે પ્રિ-ટર્મ ડિલિવરીના કેસ પણ ઓછા નોંધાયા છે, પરંતુ હૃદય, ફેફસાં, લિવર અને કિડની જેવાં શરીરના અન્ય અવયવોની જેમ ગર્ભનનાળમાં લોહી ગંઠાઈ જવાથી ત્રણ બાળકના ગર્ભમાં મૃત્યુ થયાં છે.

શું સંશોધન કરાયું?
આ સંશોધનમાં પહેલા, સાતમા અને દસમા દિવસે માતાનો સ્વૉબ, બાળકનો સ્વૉબ, માતાના ધાવણનો સ્વૉબ લેવાયો. આ સાથે માતાના ગર્ભનાળનાં લોહી અને માતાના યોનિમાર્ગના સ્ત્રાવનો ટેસ્ટ કરાયો. એ ટેસ્ટમાં જણાયું કે, મેલી(પ્લેસન્ટા) અને ગર્ભનાળમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો નથી. જન્મનાં પહેલાં દિવસે બાળક પોઝિટિવ આવે તો તેનો અર્થ કે વાઇરસ ગર્ભનાળમાંથી બાળકમાં આવે છે, પરંતુ એક પણ કિસ્સામાં બાળક પ્રથમ દિવસે પોઝિટિવ આવ્યાંનું કે માતાના ધાવણમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો ન હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું.

માતાના દૂધે નવજાત શિશુ માટે વેક્સિનનું કામ કર્યું
ડૉક્ટરોના મતે, સંક્રમિત માતામાંથી જન્મ લીધા પછી શિશુઓને માતાનું દૂધ અપાયું હતું. એ સંશોધનમાં જાણવા મળ્યું કે, દૂધ થકી તેઓ સંક્રમિત ના થયા. ઊલટાના તેનાથી તો બાળકોમાં વાઈરસ સામે લડવાની ઈમ્યુનિટીમાં વધારો થયો. જોકે, તમામ માતાએ ગ્લવ્ઝ પહેરવા, હાથે સેનિટાઈઝ કરવા જેવી પ્રક્રિયા અપનાવી હતી.

માતાના 100 એમએલ દૂધમાં શું હોય છે?

એનર્જી67 કિલો કેલરી
પ્રોટીન1.3 ગ્રામ
ફેટ4.2 ગ્રામ
કાર્બોહાઈડ્રેટ7 ગ્રામ
સોડિયમ15 મિલિગ્રામ
ફોસ્ફરસ15 મિલિગ્રામ
કેલ્શિયમ35 મિલિગ્રામ
આયર્ન76 માઈક્રોગ્રામ
વિટામિન એ60 માઈક્રોગ્રામ
વિટામિન ડી0.0 1 માઈક્રોગ્રામ

અમદાવાદ સિવિલમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને 50 શિશુ પર રિસર્ચ

કુલ દાખલ176
પોઝિટિવ114
પ્રસૂતિ105
સિઝેરિયન45
નોર્મલ પ્રસૂતિ60
ગર્ભપાત5
આઉટસાઇડ પ્રસૂતિ66
આઈસીયુમાં દાખલ11
મૃત્યુ3

રાજ્યની સરકારી હોસ્પિટલના આંકડા, ક્યાં કેટલાક પોઝિટિવ

શહેરપ્રસવમાતાનવજાત
અમદાવાદ800035015
સુરત700024313
રાજકોટ2000503
વડોદરા1500453
ભાવનગર800101
જામનગર700102
વલસાડ400121
કુલ2040072038

શિશુઓમાં લક્ષણ નહીં, જલ્દી સ્વસ્થ

સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એચઓડી ડૉ. અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમારે ત્યાં આશરે 4 હજાર પ્રસૂતિ થઈ, જેમાંથી 103 પ્રસૂતા કોરોના પોઝિટિવ હતી, જેમના પાંચ નવજાત શિશુ લક્ષણ વિનાના કોરોના પોઝિટિવ નોંધાયા હતા. તેમાંથી કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી નથી થઈ.

સિવિલ હોસ્પિટલના ગાયનેક પ્રોફેસર ડૉ. ધ્વનિ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે આશરે 250 કોવિડ એડમિશન પ્રેગ્નન્સી મેનેજ કરી, જેમાંથી આશરે 128 ડિલિવરી અમારા ત્યાં થઈ. તેમાં ફક્ત 8 શિશુ જ કોરોના પોઝિટિવ નોંધાયા. આ બાળકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમનામાં કોરોનાની કોઈ અસર ન હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑