देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 16 बार पढ़ी गई

વોટર એરોડ્રામ:સીપ્લેન માટે રિવરફ્રન્ટ પર 15મી સુધી એરોડ્રામ તૈયાર કરી દેવાશે, નદીમાં 200 ફૂટના અંતરે રનવે માટે માર્કર ગોઠવાયા

ઓપરેશનલ એરિયામાં પ્લેટફોર્મ સાથે આવવા જવા માટે ગેંગવેને જોડી દેવામાં આવ્યો છે.

Abhishek Raghuvanshi9 अक्टूबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • હાલ જેટી, ગેંગવે અને 2 કિલોમીટર લાંબો રન-વે બનાવી દેવાયો

સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે.

પ્લેનના સંચાલન માટે ઓપરેશનલ એરિયામાં જેટી (પ્લેટફોર્મ) તૈયાર કરવાની સાથે તેની પર આવવા જવા માટે ગેંગવે સાથે જોડી દેવામાં આવી છે. એજ રીતે પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જ્યારે વહીવટી સંચાલન માટે હાલ બે માળની ઓફિસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે લગભગ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે જેટીથી દર 200થી 250 ફૂટના અંતરે બોયા માર્કર મુકી રનવે તૈયાર કરવામાં આવ્યો છે. નદીમાં બન્ને તરફ 9 – 9 માર્કર બોયા મુકવામાં આવ્યા છે. આ માર્કર બોયા મોટા ફુગ્ગા આકારના હોય છે જેને ઉંચાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે. સી પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન પાયલોટ આ માર્કર બોયાને જોઈ પાણીમાં ફ્લાઈટનું સફળ લેન્ડિંગ અને ટેકઓફ કરાવી શકશે.

આ ઉપરાંત રિવરફ્રન્ટથી 10 મીટરના અંતરે જેટી ગોઠવ્યા બાદ 11 મીટર લાંબો ગેંગવેે પણ તેની સાથે જોડી દેવામાં આવ્યો છે.

જેટી 1200 માણસનું વજન ઉઠાવી શકશે
દેશમાં પ્રથમ સી પ્લેન માટે અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર કરવામાં આવશે. જો કે હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી નહીં ભરાય અને હંમેશા તરતી જ રહેશે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછંુ 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑