વિચિત્ર અકસ્માત:અમદાવાદના યુવકે નંબર વિનાની મર્સિડીઝથી લારીને ટક્કર મારી, એરબેગ ખૂલી જતાં આગળ ન દેખાયું અને બે બાઇકસવારને કચડી માર્યા
અકસ્માતગ્રસ્ત મર્સિડીઝ અને બાઇક. ઇનસેટમાં સફેદ કુર્તામાં જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકીની ફાઇલ તસવીર.
- ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બની ઘટના
- અથડામણ બાદ કાર-બાઇક ડિવાઇડરમાં ઘૂસી ગયાં, એકનું ઘટનાસ્થળે, બીજાનું હોસ્પિટલમાં મોત
- કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર સાથે અથડાયા બાદ બાઇક અને કારનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા
- જિનેશ દારૂ પીને કાર ચલાવતો હોવાની આશંકા, બ્લડ સેમ્પલ લેવાયું
ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં બેનાં મોત નીપજ્યાં છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના રણછોડપુરા ગામમાં રહેતા જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકી કલર કામ કરતા હતા. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કામ પતાવીને તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક નંબર વગરની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિર પાસે ઊભેલી પૂજાપાની લારી સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર બાઇક તરફ ધસી ગઈ ટક્કર મારી હતી. બાઇક અને કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં જુગાજી પરમારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે કલ્યાણ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કારચાલક યુવકે મંદિર પાસે લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેથી આગળ કશું ન દેખાતાં બાઇકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોના ટેસ્ટ બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે
આરોપી યુવક મૂળ રાજકોટનો અને પાંચેક વર્ષથી બોપલ વિસ્તારમાં રહેતો જિનેશ મુકેશભાઈ ટોડિયા (જૈન, 28 વર્ષ,ઈસ્કોન પ્લેટિનમ) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સાથેસાથે તે ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે.
આરોપી સાથે એક યુવતી પણ હતી
આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પોતાનો ફોન ઉદયપુર ભૂલી ગયો હતો એ લેવા જઈ રહ્યો હતો. બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેની સાથે એક યુવતી હતી. બંને હોટલમાં જમવા બેઠાં હતાં ત્યારે બંને વચ્ચે રકઝક થતાં યુવતી ગિયોડ મંદિર તરફ ચાલતી જતી હતી. આ યુવતીને લેવા જિનેશ ફુલ સ્પીડમાં કાર ચલાવતો હતો.
અકસ્માતમાં મોતને ભેટનાર જુગાજી પરમાર અને કલ્યાણ સોલંકીની ફાઇલ તસવીર.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले

