મોડલ તાન્યા સિંહે 19 ફેબ્રુઆરીએ સુરતમાં આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની ચારથી પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ સમય દરમિયાન, તાન્યા સિંહના કોલ રેકોર્ડ અને ઈન્ટરનેટ પ્રોટોકોલ રેકોર્ડના આધારે જાણવા મળ્યું હતું કે તાન્યા અને અભિષેક શર્મા ઘણા મહિનાઓથી એકબીજાના સંપર્કમાં હતા.
કોલ રેકોર્ડ સહિતના પુરાવાના આધારે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે તેની ચાર-પાંચ કલાક પૂછપરછ કરી અને જ્યારે પણ બોલાવો ત્યારે પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું. પોલીસે કહ્યું કે, અમારી પાસે પૂરતા પુરાવા છે કે અભિષેક શર્માના તાન્યા સિંહ સાથે સંબંધ હતા.
પોલીસે અભિષેક શર્માને તાન્યા સાથેની તેની પ્રથમ મુલાકાત અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ક્યાં મળ્યા હતા તે વિશે પૂછ્યું હતું. અભિષેક શર્માનું નિવેદન સીડીઆર અને આઈપીડીઆરના આધારે લેવામાં આવ્યું છે. પોલીસે અન્ય 30 લોકોની પણ પૂછપરછ કરી છે. સાથે જ આ મામલે વધુ 10 લોકોની પૂછપરછ કરવામાં આવશે.
