ગુજરાતના ભાવનગર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સિહોરમાં વેગા એલોય સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં બે લોકોના મોત અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતકોની ઓળખ લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માંઝી તરીકે થઈ છે. બંને મૂળ બિહારના હતા. બંનેનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘાયલની ઓળખ પ્રહલાદ પ્રસાદ તરીકે થઈ છે. તેમની સારવાર પણ આ હોસ્પિટલમાં ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલુ છે.
