MLAની CM સહિતના મંત્રીઓને રજૂઆત:રાજપીપળા જનરલ હોસ્પીટલ, નગરપાલિકા, વિજ કંપનીને લગતા પ્રશ્નો મુદ્દે રજૂઆત; ડો. દર્શના દેશમુખ શહેરના વિકાસ બાબતે હંમેશા તત્પર
ર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા જનરલ હોસ્પિટલમાં ઘણા સમયથી તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે નાંદોદ ધારાસભ્ય ડો.
ર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા જનરલ હોસ્પિટલમાં ઘણા સમયથી તબીબોની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે જિલ્લાના દર્દીઓ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલને ભલામણ કરી છે.
ધારાસભ્યની રજુઆતમાં જણાવ્યા મુજબ, રાજપીપળાની જનરલ હોસ્પીટલ નર્મદા જિલ્લાની એક માત્ર આશીર્વાદરૂપ હોસ્પીટલ છે. જે નર્મદા જિલ્લાની 90 કિ.મી સુધીનાં વિસ્તારને આવરી લે છે. રાજપીપળા જનરલ હોસ્પીટલનાં દર્દીઓને સારી સારવાર મળી રહે અને અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી સુપ્રિટેડન્ટ-1, મુ.જી.ત. અધિકારી-1, ફીજીશીયન-1, સર્જન-1, રેડીયોલોજિસ્ટ-1, ગાયનેકોલોજીસ્ટ-4, ફોરેન્સિક એક્સપર્ટ-1, નેત્રસર્જન-1, તબીબી અધિકારી-3 લાંબા સમયથી ખાલી હોય આ જગ્યાઓ સત્વરે ભરીને અહી ડોક્ટર્સ ન હોવાને કારણે પડતી અગવડતાઓનું નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજપીપળા નગર પાલિકાનાં પ્રશ્નોને લઇને રજુઆત કરી છે. જેમાં ગુજરાતની 15 નગરપાલિકાઓ સ્ટાફનાં પેંન્શનની ભરપાઇ કરે છે. નગરપાલિકા દ્વારા થતો માસિક 28થી 30 લાખનો ખર્ચ રાજ્ય સરકારમાં લેવામાં આવે જેથી નગરપાલિકા પરનું ભારણ ઓછું થઇ શકે અને વિકાસની હરોળમાં નગર પાલિકા પોતાનું યોગદાન આપી શકે.
તેમજ ઉર્જા મંત્રી કનુ દેસાઇને કરેલી રજુઆતમાં રાજપીપળા નગર પાલિકાનાં વર્ષોનાં જી.ઇ.બીનાં નાણાં બાકી પડતાં હોય આ વર્ષે પણ તેનું ચુંકવણુ કરવાની વાત આવી હોવાથી રૂ. 11 કરોડ જેટલા બાકી પડતા વીજ બીલનાં નાણાં અંગે ઘટતું કરવા નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે રજૂઆત કરતા આવનારા સમયમાં આ તકલીફો માંથી છુટકારો મળશે તેમ જણાઈ રહ્યું છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले