CSનું પરિણામ 25 ઓગસ્ટે જાહેર:કંપની સેક્રેટરીનું પ્રોફેશનલ અને એક્ઝિકયુટિવનું પરિણામ અનુક્રમે સવારે 11 અને બપોરે 2 વાગ્યે વેબસાઈટ પર જોવા મળશે

By Abhishek Raghuvanshi
1 Min Read

કંપની સેક્રેટરીનું પ્રોફેશનલ અને એક્ઝિકયુટિવનું પરિણામ 25 ઓગસ્ટે જાહેર થશે. ICSIની વેબસાઇટ પર પરિણામ જાહેર થશે. જૂન 2023માં પરીક્ષા લેવામાં આવી હતી, જેના 2 મહિનામાં જ પરિણામ જાહેર કરવામાં આવશે. વિષય પ્રમાણે અલગ-અલગ પરિણામ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ ઓનલાઇન ડાઉનલોડ કરવાની રહેશે
ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડીયા દ્વારા કંપની સેક્રેટરીની દેશભરમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.CS પ્રોફેશનલ અને CS એક્ઝિકયુટિવની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પરિણામ આગામી 25 ઓગસ્ટે બપોરે સવારે 11 વાગ્યે અને બપોરે 2 વાગ્યે જાહેર થશે. www.icsi.edu વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે.પરિણામમાં વિષય પ્રમાણે વિદ્યાર્થીઓના માર્કસ પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ વેબસાઈટ પરથી પરિણામ ડાઉનલોડ કરવાનું રહેશે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્કશીટ કે કોપી આપવામાં આવશે નહિ, જેથી વિદ્યાર્થીઓએ ઓનલાઇન જ ડાઉનલોડ કરવાની રહેશે.

Exit mobile version