AMC કમિશનરની સૂચના:એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જાતે રાઉન્ડમાં નીકળી જાહેર રોડ પર રહેલા દબાણો દૂર કરો
અમદાવાદના જાહેર રસ્તા ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ થઈ જાય છે. ત્યારે હવે એસ્ટેટ વિભાગની કામગીરીને કડક કરવા માટે થઈને મ્યુનિસિપલ કમિશનર એમ.
અમદાવાદના જાહેર રસ્તા ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ થઈ જાય છે. ત્યારે હવે એસ્ટેટ વિભાગની કામગીરીને કડક કરવા માટે થઈને મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનને એસ્ટેટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે કડક આદેશ કર્યા છે. હવેથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાક વોર્ડમાં અને ઝોનમાં રાઉન્ડ લેવાનો રહેશે. ડે. એસ્ટેટ ઓફીસર તેમજ ડે. નગર વિકાસ અધિકારીઓએ સમગ્ર ઝોનમા રાઉન્ડ લઈને તેઓને ઝોનમા ધ્યાને આવેલી ખામીઓ જેવી કે જાહેર રસ્તા તથા ફુટપાથ ઉપરના દબાણો, બિન કાયદેસરના તથા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવવાના રહેશે.
બાંધકામ પરવાનગી અનુસાર થાય તે જોવાનુ રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી રજાચિઠ્ઠી (બાંધકામ પરવાનગી) વાળા ચાલુ બાંધકામો પણ બાંધકામ પરવાનગી અનુસાર થાય તે જોવાનુ રહેશે. ખાનગી તથા જાહેર બાંધકામોના રોડ ઉપર રોડા, પથ્થરો, ઈંટો, ભંગાર જાહેર માર્ગો ઉપર ન આવે તે અચૂક જોવાનુ રહેશે. જે અંગે ચેકીંગ કરીને જાતે ફરિયાદ નોંધીને તેને દૂર કરાવવાનો રહેશે. આસી ટી.ડી.ઓફિસર, આસી. એસ્ટેટ ઓફીસર, ઈન્સ્પેકટર, તથા સબ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી તેમજ કર્મચારીઓએ તેમના વોર્ડ અને વિભાગમા સવારના સમયે રાઉન્ડ લઈ જે પણ દબાણો દેખાય તેને દૂર કરવા અંગેની કામગીરીનો રીપોર્ટ જે તે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર, ડે.નગર વિકાસ અધિકારી મારફતે ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले