देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

48 કરોડ ચડી જતાં પીજીવીસીએલએ નગરપાલિકાના 9 વીજ જોડાણ કાપ્યા

દર મહિને 60થી 70 લાખ રૂપિયા બિલ આવતું જ જાય છે, ભરાય છે 13 લાખ હજુ તો સમ્પ અને પમ્પિંગ સ્ટેશનના કપાયા છે, રોડ લાઈટ કપાશે તો સમગ્ર શહેરમાં અંધાપટ છવાઇ જશે ભુજ નગરપાલિકા ઉપર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અેટલે કે પી.જી.વી.સીએલ.એના વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી છે.

Abhishek Raghuvanshi19 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • દર મહિને 60થી 70 લાખ રૂપિયા બિલ આવતું જ જાય છે, ભરાય છે 13 લાખ
  • હજુ તો સમ્પ અને પમ્પિંગ સ્ટેશનના કપાયા છે, રોડ લાઈટ કપાશે તો સમગ્ર શહેરમાં અંધાપટ છવાઇ જશે

ભુજ નગરપાલિકા ઉપર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અેટલે કે પી.જી.વી.સીએલ.એના વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી છે. જે ભરાતી નથી અને દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલું વીજ બિલ ઉમેરાતું જાય છે. જેની સામે સુધરાઈ દ્વારા માત્ર 13 લાખ રૂપિયા જેટલી રકમ ભરાય છે. જેથી બુધવારે 9 જેટલા વીજ જોડાણ કાપી નાખ્યા છે. જેના પગલે પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઓ દોડધામમાં મૂકાઈ ગયા છે.

ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઘરોઘર પાણી પહોંચાડવા અને ગટરના પાણી છેક નાગોર રોડ સુધી ધકેલવા પમ્પિંગ સ્ટેશન ચલાવે છે, જેમાં હેવી વીજ જોડાણ જોઈએ. એ ઉપરાંત શહેરના માર્ગો ઉપર પ્રકાશ પાથરવા રોડ લાઈટ લગાડે છે. જેના માટે કુલ 137 ઉપરાંત વીજ જોડાણ લીધેલા છે. જેના કારણે દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલો ભારેખમ વીજ બિલ આવે છે.

જે ચડતા ચડતા 47 કરોડ 72 લાખ ઉપર પહોંચી ગયો છે. જેની સામે નગરપાલિકાના આવક નજીવી છે, જેથી વીજ બિલ ભરવામાં નગરપાલિકા ટૂંકી પડે છે. પરંતુ, વીજ કચેરીની પણ એક મર્યાદા છે, જેથી બુધવારે ગટર અને પાણી વિભાગના 9 જેટલા જોડાણ કાપી નાખ્યા છે. ખરાઈ કરવા રોડ લાઈટ બ્રાન્ચના વડા દક્ષેષ ભટ્ટને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, વીજ કચેરીએ 9 જેટલા જોડાણો કાપ્યા છે, જેથી પાણી વિતરણ અને ગટર પમ્પિંગ સ્ટેશન સમસ્યા સર્જાઈ છે.

દીવાબત્તી ચાર્જ વસુલવામાં સુધરાઇ નબળી
ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરો, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો ઉપરાંત પાણી, ગટર, સફાઈ, રોડ લાઈટ માટે દિવાબત્તી ચાર્જ વસુલવામાં આવે છે. શહેરમાં નોંધાયેલી મિલકત 42 હજાર ઉપરાંત છે, જેમાંથી હજુ સુધી 7 હજાર જેટલા મિલકત માલિકોએ જ વેરા અને સેવા ચાર્જ પેટે દસેક કરોડ રૂપિયા ભર્યા છે.

એ ઉપરાંત દબાણ વાળા વિસ્તારોના શેરી, મહોલ્લામાં રોડ લાઈટની સુવિધા અપાઈ છે. પરંતુ, એ વિસ્તારના લોકો ગટર, પાણી, સફાઈ અને દિવાબત્તી ચાર્જ ભરતા નથી. જે માટે નગરસેવકો દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવતી નથી. ઉલ્ટું પાણી, ગટર, સફાઈ જેવા પ્રશ્ને મોરચા કાઢી વહીવટી અધિકારીઅો અને પદાધિકારીઓને ભીડવામાં આવે છે.

નવા પોલના જોડાણ પણ ન આપ્યા
ભુજ નગરપાલિકાએ શહેરમાં નવા વિકસેલા વિસ્તારોમાં રોડ લાઈટ માટે કુલ 55 જેટલા પોલમાં વીજ જોડાણ આપવા માંગણી કરી હતી. જે માટે કોલ લેટર પણ અપાયા અને રકમ પણ ભરાઈ હતી. પરંતુ, હવે અચાનક ચડત રકમ ભરાઈ ન હોઈ નવા વીજ પોલના જોડાણ આપવાનો નનૈયો ભણી દીધો છે. બિલ પેટે ચૂકવણું ભુજ નગરપાલિકાની ઓક્ટ્રોયની આવક બંધ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા 42 લાખ જેટલી ઓક્ટ્રોયની ગ્રાન્ટ ચૂકવાય છે, જેમાંથી 13 લાખ જેટલા સીધા પી.જી.વી.સી.એલ.ને ચૂકતે કરી દેવાય છે.

કઈ શાખાની કેટલી રકમ ચડત

શાખારકમ
રોડ લાઈટ53.33 લાખ
વોટર શાખા45.65 કરોડ
ઈમારતો7 લાખ
સમ્પના હેવી જોડાણ1.47 કરોડ

દર મહિને આવતું બિલ

શાખારકમ
રોડલાઈટ13.50 લાખ
ઈમારતો1.50 લાખ
પાણી વિભાગ34 લાખ
સમ્પના હેવી જોડાણ12 લાખ
ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑