41 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે પાસ કરી:1400 કરોડના બોગસ બિલકાંડમાં સેટેલાઇટના વેપારીની ધરપકડ
41 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે પાસ કરી હતી રાકેશ ચોકસીને 17 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલાયા સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું.
- 41 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે પાસ કરી હતી
- રાકેશ ચોકસીને 17 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલાયા
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે તાજેતરમાં અમદાવાદમાં નાડોલ ટ્રેડર્સ, મંગલમ ઈમ્પેક્સ અને શ્રી એન્ટરપ્રાઈઝ ૫૨ પાડેલા દરોડામાં રૂ.1400 કરોડના બોગસ બિલિંગથી રૂ.41 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરવાનું પકડી પાડ્યું હતું. આ કૌભાડના માસ્ટર માઈન્ડ રાકેશકુમાર ચોકસીની ધરપકડ કરીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરતાં 17 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
માણેકચોકમાં શ્રીસવા જ્વેલર્સના માલિક રાકેશકુમાર ચોકસીના સેટલાઇટના કલાતીર્થ નિવાસસ્થાન અને વ્યવસ્થાના સ્થળે દરોડા પાડતાં સોસાયટીની સિક્યુરિટી કેબિનમાં છૂપાવેલા ડિજીટલ ડિવાઈસીસ સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આર્થિક રીતે નબળા અને જરૂરિયાત ધરાવતા લોકોના આધાર, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢીઓ ઉભી કરીને GST નંબર મેળવીને અને તેનો દુરૂપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અત્યાર સુધીમાં SGST દ્વારા 99 શખ્સની ધરપકડ કરાઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આરોપીએ જરૂરિયાત ધરાવતા અને આર્થિક રીતે નબળા લોકોના ડોક્યુમેન્ટના આધારે 3 બોગસ પેઢી ઉભી કરી હતી અને ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને અને કોઈ પ્રકારે સર્વિસીસ કે માલસામાનની આપ- લે કર્યા વિના રૂ. 1,400 કરોડનું બોગસ બિલિંગ કોભાંડ આચરીને રૂ. 41 કરોડની ITC પાસ ઓન કરી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले