14 કંપનીને GSTની નોટિસ:સુરતની 61 બોગસ પેઢી પાસેથી શહેરની 13 કંપનીએ ITC લીધી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • 61 કંપની પાસેથી 83.72 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી
  • 14 કંપનીને GSTની નોટિસ, વ્યાજ સાથે દંડ ભરવા આદેશ

સુરતમાંથી પકડાયેલી 61 બોગસ કંપનીઓએ 83.72 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)ની ઉચાપત કરી હતી. જેમાં અમદાવાદની કેટલીક કંપનીઓ અને પેઢીઓની મિલિભગત પણ બહાર આવી છે. સ્થાનિક અધિકારીઓએ આઇટીસી લીધી હોય તેવી અમદાવાદ શહેર, જિલ્લાની 13 કંપનીમાં જીએસટી વિભાગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદની કેટલીક કંપનીઓ અને પેઢીઓની મિલિભગત

​​​​​​​એસજીએસટી એન્ફોર્સમેન્ટ વિગના અધિકારીઓએ સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ નકલી દસ્તાવેજોની મદદથી છેતરપિંડીથી આઇટીસી લાભ મેળવનારી શંકાસ્પદ શેલ કંપનીઓને ટ્રેક કરી હતી. આ ટ્રેક કરેલી કંપનીઓને બાદમાં નાણાકીય લાભ માટે આઇટીસી અન્ય કંપનીઓને આપી હતી. છેલ્લા બે દિવસમાં આવી 75 શંકાસ્પદ કંપનીઓની તપાસ કરાઈ હતી. જેમાં 61 કંપનીઓ માત્ર કાગળ પર જ હતી. આવી કંપનીઓની અસ્તિત્વ જ ન હતું. જ્યારે 14 કંપનીઓને જીએસટીએ નોટિસ આપી છે.

જીએસટીની ટીમોએ અમદાવાદની આ 13 કંપનીઓમાં તપાસ શરૂ કરી

- Advertisement -

અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે 61 કંપનીએ રૂ. 2768.31 કરોડના માલસામાનના વેચાણ અને ખરીદીના દસ્તાવેજો સબમિટ કર્યા હતા. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રૂ. 83.73 કરોડની આઇટીસી મેળવી હતી. આ પેઢીઓ મહિધરપુરા, સલાબતપુરા, નાનપુરા, ચૌટા બજારમાં આવી હતી. આ કંપનીઓમાં હીરાની પેઢીઓ, ખાદ્યપદાર્થો, ફર્નિચર, કાપડ પેઢીઓ, સ્ટીલ કાસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ બોગસ કંપનીઓમાં સુરતની સાથે અમદાવાદની 13 કંપનીના નામ ખુલ્યા છે. જીએસટીની ટીમોએ અમદાવાદની આ 13 કંપનીઓમાં તપાસ શરૂ કરી છે. જેના ભાગરૂપે આ કંપનીઓને નોટિસો આપીને વ્યાજ સહિત દંડની રકમ ચૂકવવા આદેશ આપ્યો છે. જ્યારે અમુક કંપનીઓને જીએસટીની ઓફિસે પણ હાજર રહેવા જણાવાયું છે.

Exit mobile version