મહારાષ્ટ્રમાં રહેતા સાસરીયાએ વડોદરાની યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા યુવતીએ પતિ, સાસુ, સસરા, નણંદ અને કાકા સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાસરીયાએ મને મારી પુત્રીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી યુવતીને અમદાવાદના સાસરીયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પતિ છુટ્ટા ગ્લાસ મારતો
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2016માં મારા લગ્ન મૂળ રાજસ્થાનના અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા કનૈયાલાલ સુથાર સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનની શરૂઆતથી જ સાસરીયા મારી સાથે તોછડું વર્તન કરતા હતા. મારા પતિ ખૂબ જ ઝનૂની સ્વભાવના હોવાથી ગુસ્સામાં મને ઘણીવાર માર મારતા હતા. ઘણીવાર તેઓ મને છુટ્ટા ગ્લાસ પણ મારતા હતા અને વાત વાતમાં મારી પર હાથ ઉપાડતા હતા. જેથી ઘણીવાર મને અસહ્ય દુ:ખાવો થાય તો હું ઘરમાં જ ઘરગથ્થુ ઈલાજ કરતી હતી.
સાસુ ગંદી ગાળો આપતા
મારા પતિ કે દારૂ પીને મારી સાથે મારઝુંડ કરી હતી અને મારે મારો ઘર સંસાર ચલાવવો હોવાથી હું શારીરિક અને માનસિક સહન કરતી હતી. મારા પતિ ખૂબ જ શંકાશીલ સ્વભાવના હોવાથી વારંવાર મારી પર શંકા કરતા હતા અને મારો મોબાઇલ ફોન છીનવી લેતા હતા અને મને કોઈની સાથે વાત કરવા દેતા નહોતા અને ઘરની બહાર પણ નીકળવા દેતા નહોતા. મારા સાસુ પાનાદેવી સુથાર ઘરનું તમામ કામ મારી પાસે કરાવતા હતા. કોઈ કામમાં મોડું થાય તો મને મહેણાં ટોણા મારીને ગંદી ગાળો આપતા હતા.
મારા પતિના ફોનમાં છોકરીઓના મેસેજ આવ્યા
મારા સસરા ત્રિલોકચંદ પણ મને ગંદી ગાળો આપીને ચૂપ કરાવી દેતા હતા. મારા સાસુ- સસરા શરૂઆતથી મારી સાથે ખરાબ વર્તન કરતા હતા. મારી નણંદ લલિતા મારાથી ઉંમરમાં નાની હોવા છતાં મારા પતિ અને સસરાના કહેવાથી મારી પર થૂંકતા હતા અને અવારનવાર કપડાં ધોયેલા ખરાબ પાણી મારી પર ઢોળતા હતા. આ દરમિયાન તમામ સાસરિયા જોયા કરતા હતા. એકવાર મેં મારા પતિના ફોનમાં કોઈ અન્ય છોકરી સાથેના બીભત્સ મેસેજ જોયા હતા અને મેં તેના વિશે પૂછ્યું હતું. જેથી મારા પતિએ મને ગંદી ગાળો આપી મારુ ગળુ દબાવી રાખ્યું હતું. મેં છોડાવવાનો પ્રયાસ કરતા તેઓએ મને માર માર્યો હતો.
કાકા સસરા પણ મારઝુડ કરતા હતા
મારા પતિ, સાસુ-સસરા, નણંદ અને કાકા સસરા કહેતા હતા કે, ગરીબ ભિખારીની દીકરીથી છુટકારા માટે કોઈપણ ઉપાય હોય તો બતાવો. મારા કાકા સસરા મદનલાલ સુથાર પણ મને છુટા હાથથી મારતા અને જણાવતા કે, મારા જીવનની બહુ મોટી ભૂલ થઈ ગઈ કે, તારા લગ્નમાં મારા ભત્રીજા સાથે કરાવ્યા. આ ભૂલ તને પતાવીને સુધારીશું, આવું કહીને મને માનસિક આપતા હતા. સાસરીયાઓ મને જમવાનું પણ આપતા નહોતા અને શરૂઆતથી જ મને ખૂબ ત્રાજ આપતા હતા પરંતુ, લગ્નજીવન ટકી રાખવાનું હોવાથી હું મૂંગા મોઢે સહન કરતી હતી.
તું પુત્રને જન્મ નહીં આપે તો….
વર્ષ 2017માં મેં પુત્રીનો જન્મ આપ્યો હતો. હું ગર્ભાવસ્થામાં હતી, તારે મારા સાસુ- સસરાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો તું પુત્રને જન્મ નહીં આપે તો તને તારા બાપના ઘરે ભેગી કરી દઈશું. પુત્રીને જન્મ આપ્યા બાદ સાસરીયાએ મારી અને મારી પુત્રી સાથે ખરાબ વર્તન કરવાનું બંધ કર્યું નહોતું. મારા પતિ ફક્ત મારી સાથે શારીરિક સંબંધ બાંધવા અને કામકાજ કરાવવા માટે મને ઘરે લાવ્યા હોય તેવું વર્તન કરતા હતા.
મને અને પુત્રીને સળગાવી દેવાની ધમકી આપી
મારા સાસરિયાની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં મને રોજબરોજના ખર્ચ અને પુત્રીના ખર્ચ માટે રૂપિયા આપતા નહોતા અને આ બાબતે મારા પતિ સાથે વાત કરું તો ગુસ્સામાં આવીને મારી સાથે મારઝૂડ હતા. આ દરમિયાન 25 એપ્રિલ 2022ના રોજ તમામ સાસરીયાઓ ભેગા મળીને જેવી બાબતે બોલેચેલી કરી મને જણાવ્યું હતું કે, જો હું મારા પિયર નહીં જાઉં તો તેઓ મને અને મારી દીકરીને જીવતી સળગાવી નાખશે. જે બાબતનો ડર લાગતા હું મારા માતા-પિતાને ત્યાં પહેરેલ કપડે જતી રહી હતી. સસરિયાના શારીરિક અને માનસિક ત્રાસી કંટાળી મેં મહિલા પોલીસ સ્ટેશનમાં મારા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાને અમદાવાદના સાસરીયાએ ત્રાસ આપ્યો
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી યુવતીએ અમદાવાદમાં રહેતા સાસરીયા સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મકાન નં. 125, શિવરંજની સોસાયટી, સેટેલાઈટ, અમદાવાદ ખાતે રહેતા મીત પટેલ સાથે મારા લગ્ન વર્ષ- 2020માં થયા હતા. મારી અને મારા પતિની જ્ઞાતિ અલગ અલગ હોવાથી મારા દિયર વિનય અને સાસુ મધુબેનને પસંદ નહોતું, જેથી લગ્નના એક વર્ષ બાદ તેઓએ મને મહેણાં ટોણા મારવાનું શરૂ કર્યું હતું અને મારી જોડે મારઝૂફ કરતા હતા ગંદી ગાળો પણ આપતા હતા. તેઓએ વારંવાર મને ઘરમાંથી કાઢી મૂકી હતી
સાસરીયાએ મારી સાથે મારીઝુડ કરી
ત્યારબાદ મારા સાસુ અને દિયરે મને અને મારા પતિને ઘરમાંથી કાઢી મુક્યા હતા, જેથી અમે ભાડાના મકાનના રહેવા માટે ગયા હતા. આ દરમિયાન મારા સાસુએ મારા પતિને તેમની સંપત્તિમાંથી બેદખલ કરી દીધા હતા, જેથી મારા પતિએ મારી સાથે મારઝૂડ કરી હતી અને મને કહ્યું હતું કે, તારા કારણે મારી માતાએ મને તેમની સંપત્તિમાંથી બેદખલ કરી દીધો છે. આ દરમિયાન ઉતરાયણના સમયે હું અને મારા પતિ મારા સાસરિયામાં જતા મારા પતિ, દિયર અને સાસુએ મળીને મારી સાથે મારઝુડ કરી હતી, જેથી હું મારા માતા-પિતાને ત્યાં જતી રહી હતી મેં મારા સાસરિયાને ખૂબ સમજાવવા છતાં તેઓ માન્યા નહોતા, જેથી મેં કંટાળીને છેવટે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારા દિયર, સાસુ અને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
