હવસ ન સંતોષાતા જીવલેણ હુમલો કર્યો:ડેસરમાં શાકમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી પરિવારને ખવડાવી સુવડાવી દીધો, દિયરનો દુષ્કર્મનો પ્રયાસ, પ્રતિકાર કરતા ભાભીના માથામાં ખાંડણીના 4 ઘા ઝીંક્યા
હવસખોર દિયરે ભાભી સાથે દુષ્કર્મ આચરવા માટે ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને પનીરમાં ઘેનયુક્ત પદાર્થ નાંખી ખવડાવી દીધું હતું.
હવસખોર દિયરે ભાભી સાથે દુષ્કર્મ આચરવા માટે ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને પનીરમાં ઘેનયુક્ત પદાર્થ નાંખી ખવડાવી દીધું હતું. ઘેનયુક્ત પનીરનું શાક ખાવાથી પરિવારજનો સૂઇ ગયા બાદ ભાભી સાથે દુષ્કર્મ આચરવાનો દિયરે પ્રયાસ કર્યો હતો. જો કે, ભાભીએ દિયરને લાત મારી પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા દિયરે ખાંડણીના માથામાં ચાર ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગેની ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દિયર જ બહારથી પનીરનું શાક લાવ્યો હતો
આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે ડેસર તાલુકાની 23 વર્ષીય પરિણીતા ઉષા (નામ બદલ્યું છે)ના ઘરે તેનો 25 વર્ષીય દિયર પ્રતિક (નામ બદલ્યું છે) ગયો હતો. બે દિવસ પહેલાં પ્રતિકે ભાભી ઉષા સાથે પોતાની હવસ સંતોષવા માટે પનીરનું શાક ઘરે લાવ્યો હતો અને તેમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી દીધો હતો.
મોડી રાત્રે હવસખોર દિયર પહોંચ્યો
દરમિયાન પ્રતિક પોતાની ભાભી ઉષા સાથે પોતાની હવસ સંતોષવા માટે ઘેનયુક્ત પનીરનું શાક ઉષાના પતિ સહિત પરિવારના ચાર વ્યક્તિઓને ખવડાવી દીધું હતું. ઘનયુક્ત પનીરનું શાક ખાધા બાદ ઉષાનો પતિ સહિત ચારેય વ્યક્તિઓ સૂઇ ગયા હતા. દરમિયાન રાત્રે 1 વાગ્યાના સુમારે હવસખોર પ્રતિક ઘરની બહાર સૂઇ રહેલી ભાભી ઉષા પાસે પહોંચી ગયો હતો.
ભાભીએ દિયરને લાત મારી દૂર ફંગોળ્યો
નિંદ્રાધિન ભાભી ઉષાને પકડતા જ ઉષા ઉઠી ગઈ હતી. ત્યારે હવસખોર દિયર પ્રતિકે ભાભીને જણાવ્યું હતું કે, મારે તારી સાથે દુષ્કર્મ કરવું છે. ગભરાયેલી ભાભી ઉષાએ દિયરને લાત મારી દૂર ફંગોળી દીધો હતો. દરમિયાન રોષે ભરાયેલા પ્રતિક ખાંડણી લઈ આવ્યો હતો અને ભાભીના માથામાં ચાર વખત હુમલો કરી લોહી લૂહાણ કરી નાંખી હતી.
પતિ પત્નીને હોસ્પિટલ લઈ ગયો
પ્રતિકે ખાંડણીથી હુમલો કરતા ગંભીર રીતે ઈજા પામેલી ઉષાએ બૂમાબૂમ કરતા પતિ સહિત પરિવારજનો ઉઠી ગયા હતા. જો કે, પરિવારના સભ્યો આવે તે પહેલાં પ્રતિક ગામમાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ પતિ પત્ની ઉષાને હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.
પીડિતાએ ફરિયાદ નોંધાવી
સવારે આ બનાવની જાણ ગામમાં થતાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ ડેસર પોલીસને થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પ્રતિકના હુમલાનો ભોગ બનેલી ઉષાની ફરિયાદ લીધી હતી. નોંધનીય છે કે, દિયરના હુમલાનો ભોગ બનેલી ઉષા હાલ સારવાર હેઠળ છે.
આરોપીની શોધખોળ હાથ ધરાઈ
ડેસર પોલીસ મથકના પીએસઆઇ એ.એમ. પરમારે જણાવ્યું હતું કે, ડેસર પોલીસે ફરિયાદના આધારે હવસખોર હુમલાખોર પ્રતિક સામે હત્યાનો પ્રયાસ, છેડતી તેમજ કેફી પદાર્થ ભેળવવા સહિતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આરોપી ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले