- મ્યુિન.ના ડેટા મુજબ 30 જૂન સુધીના 6 માસમાં સાતેય ઝોનમાંથી કુલ 3.47 લાખ ફરિયાદો મળી
જૈનુલ અન્સારી અમદાવાદીઓને લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી. ખુદ મ્યુનિ.ના આંકડા આ બાબતનો પુરાવો આપે છે. પ્રત્યેક ઝોનમાં રસ્તે રઝળતાં ઢોરનો ઉપદ્રવ પણ વધ્યો છે. કોર્પોરેશનના કોમ્પ્રિહેન્સિવ કમ્પલેઈન્ટ રિડ્રેસલ સિસ્ટમ (સીસીઆરએસ) પર 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીના માત્ર 6 મહિનામાં 3.47 લાખ ફરિયાદ મળી હતી. પશ્ચિમ ઝોનના લોકો સૌથી વધુ 391.81 કરોડ ટેક્સ ભરતા હોવા છતાં આ ઝોનમાંથી જ પાયાની સુવિધાઓ અંગે સૌથી વધુ 76,485 ફરિયાદ મળી હતી.
પાયાની સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી નથી
મ્યુનિ.ને મળેલી કુલ ફરિયાદોમાંથી 60 ટકા એન્જિનિયરિંગ વિભાગને લગતી છે. સીસીઆરએસના ડેટા અનુસાર રોડ પર ભૂવા, તૂટેલા રોડ, ગટરો ભરાઈ જવી તેમજ ઈજનેર વિભાગને લગતી સૌથી વધુ 2.05 લાખ ફરિયાદ મળી હતી. મધ્ય ઝોનમાંથી સૌથી વધુ 49 હજાર ફરિયાદ ઈજનેર વિભાગને લગતી હતી. 2023ના પ્રથમ 6 મહિનામાં મળેલી કુલ 3.47 લાખ ફરિયાદમાંથી મોટાભાગની ફરિયાદનો નિકાલ કરી દેવાયો હોવાનો મ્યુનિ. ચોપડે દાવો કરાયો છે. જો કે, આજની તારીખે પણ 10,680 ફરિયાદનો નિકાલ કરવાનો બાકી છે.
મોટા ભાગની ફરિયાદ ક્લોઝ બતાવવામાં આવે છે, પણ હજુ 10,680નો નિકાલ થવાનો બાકી છે
ઉ. પશ્ચિમ ઝોનઃ ખરાબ રોડ, ભૂવાથી પરેશાની
| ટેક્સની આવક | 285.49 |
| કુલ ફરિયાદ | 26,206 |
| એન્જિનિયરિંગ | 10,064 |
| સફાઇ | 5,270 |
| લાઇટ | 4,245 |
| ઢોર ત્રાસ | 1,241 |
દ. પશ્ચિમ ઝોનઃ સફાઈ, લાઈટ અંગે વધુ ફરિયાદો
| ટેક્સની આવક | 220.88 |
| કુલ ફરિયાદ | 19,646 |
| એન્જિનિયરિંગ | 8,649 |
| સફાઇ | 3,496 |
| લાઇટ | 3,095 |
| ઢોર ત્રાસ | 1,030 |
દક્ષિણ ઝોનઃ ઢોરના ત્રાસની મહત્તમ ફરિયાદો
| ટેક્સની આવક | 172.79 |
| કુલ ફરિયાદ | 55,439 |
| એન્જિનિયરિંગ | 33,096 |
| સફાઇ | 5,408 |
| લાઇટ | 8,830 |
| ઢોર ત્રાસ | 1,427 |
મધ્ય ઝોનઃ ઈજનેરી વિભાગ ફરિયાદોમાં મોખરે
| ટેક્સની આવક | 263.76 |
| કુલ ફરિયાદ | 65,085 |
| એન્જિનિયરિંગ | 49,893 |
| સફાઇ | 3,490 |
| લાઇટ | 4,976 |
| ઢોર ત્રાસ | 933 |
ઉત્તર ઝોનઃ લાઈટના ધાંધિયાનો બળાપો
| ટેક્સની આવક | 159.23 |
| કુલ ફરિયાદ | 66,044 |
| એન્જિનિયરિંગ | 44,939 |
| સફાઇ | 5,503 |
| લાઇટ | 5,759 |
| ઢોર ત્રાસ | 1,322 |
પશ્ચિમ ઝોનઃ સફાઈ અંગે સૌથી વધારે ફરિયાદો
| ટેક્સની આવક | 391.81 |
| કુલ ફરિયાદ | 76,485 |
| એન્જિનિયરિંગ | 37,132 |
| સફાઇ | 16,613 |
| લાઇટ | 7,969 |
| ઢોર ત્રાસ | 20,66 |
પૂર્વ ઝોન: 56 ટકા ફરિયાદો ઈજનેરી વિભાગની
| ટેક્સની આવક | 229.24 |
| કુલ ફરિયાદ | 38,183 |
| એન્જિનિયરિંગ | 21,388 |
| સફાઇ | 3,857 |
| લાઇટ | 4,998 |
| ઢોર ત્રાસ | 1,128 |
મ્યુનિ.ના 22 વિભાગ સામેની ફરિયાદો ઓનલાઈન કરી શકાય છે
લોકોએ સિવિક ફરિયાદો માટે વોર્ડ ઓફિસ સુધી જવું ન પડે તે માટે CCRS નામનું ઓનલાઈન પ્લેટફોર્મ છે. જેના પર લોકો આઈડી બનાવીને એન્જિનિયરિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન સહિતના 22 વિભાગો સામે ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. તેમાં 127 કેટેગરી આપવામાં આપવામાં આવી છે.
