સિવિલમાં લાપરવાહી:ઇમરજન્સીમાં સ્ટ્રેચર ન મળતા પત્નીને ઉંચકીને લઈ જવું પડ્યું

By Abhishek Raghuvanshi
1 Min Read

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મીઓની લાલીયાવાડીના કારણે ગુરૂવારે એક મહિલાને તેના પતિએ સારવાર માટે ઉંચકીને લઈ જવી પડી હતી. ઈન્કમ ટેક્ષ કોલોની ખાતે રહેતા આઈટી કર્મચારી તેજવીર સિંગ તેમની પત્ની રીતાકુમારીને છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતા ગંભીરતા પારખીને એમ્બ્યુલન્સની રાહ જોવાની જગ્યાએ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બાઈક પર જ ટ્રોમા સેન્ટર લઈ આવ્યા હતા.

જોકે, ટ્રોમા સેન્ટરની બહાર વ્હીલચેર કે સ્ટ્રેચર હાજર ન હતું. તેમજ મહિલા ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. આખરે તેજવીર સિંગે પત્ની રીતાને સમયે સારવાર મળી રહે તે માટે ઉંચકીને હોસ્પિટલની અંદર લઈ ગયા હતા. જ્યાં તબીબોએ સારવાર આપતા તેમની તબિયત સ્થિર થઈ હતી.

Exit mobile version