देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

શાબાશ દીકરી:ક્લાસીસ સંચાલકે છેડતી કરતાં બાળાએ લાફો માર્યો, ટોળાએ પણ ધોયો

હિંમતનગરના મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા લંપટ સંચાલક ધીરજ લેઉવાનું કારસ્તાન થપ્પડ પડતાં લંપટ સંચાલકે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઇ બહેનોને પૂરી દીધી, ભોગ બનનારની માસી આવી જતાં ભાંડો ફૂટ્યો હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા માનસિક વિકૃત 35 વર્ષીય નરાધમે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતાં બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ ઝીંકી દેતાં નરાધમે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઈ સગીર બહેનોને પૂરી દઈ નીચ હરકત પર પડદો પાડવા નરાધમે પ્રયાસ કર્યો હતો.

Abhishek Raghuvanshi2 अगस्त 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • હિંમતનગરના મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા લંપટ સંચાલક ધીરજ લેઉવાનું કારસ્તાન
  • થપ્પડ પડતાં લંપટ સંચાલકે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઇ બહેનોને પૂરી દીધી, ભોગ બનનારની માસી આવી જતાં ભાંડો ફૂટ્યો

હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા માનસિક વિકૃત 35 વર્ષીય નરાધમે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતાં બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ ઝીંકી દેતાં નરાધમે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઈ સગીર બહેનોને પૂરી દઈ નીચ હરકત પર પડદો પાડવા નરાધમે પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બાળાઓને લેવા આવેલ ભોગ બનનારની માસીએ દરવાજો ખખડાવતાં રડતી રડતી બહાર આવેલ ભાણીએ લંપટ સંચાલકનો ભાંડો ફોડતાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને સંચાલકને ઘેરી લઈ માર માર્યો હતો.

ક્લાસીસને તાળાં વાગ્યા - દેવાંગ રાવલ
ક્લાસીસને તાળાં વાગ્યા – દેવાંગ રાવલ

મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવાઇ રહ્યા હતા. સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવા (35) દ્વારા નિવૃત્ત શિક્ષણવિદો સ્થાનિક નેતાઓ વગેરેને કાર્યક્રમો યોજી આમંત્રિત કરી તેમની સાથે ફોટા પડાવી બાળકોથી માંડી મોટાઓને કેનવાસ પર ચિત્રો દોરવા શીખવાડવાનું અને ચિત્રોનું વેચાણ કરવાનું પ્રલોભન આપતી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરતો હતો.

જેનાથી પ્રેરાઈને મહાવીરનગરના એક પરિવારે પોતાની સગીર દીકરીને કેનવાસ પેઇન્ટિંગ શીખવા ક્લાસીસ જોઈન કરાવ્યા હતા. દરમ્યાનમાં વિદેશમાં રહેતી બહેનનો પરિવાર પણ આવતા બહેનની દીકરીએ પણ પેઇન્ટિંગ શીખવા રૂચી દાખવતા તા. 16-07-23 થી ક્લાસીસ જોઈન કર્યા હતા અને બંને માસીયાઈ બહેનો માટે સાંજે 6:45 સુધીનો એક કલાકનો સમય નક્કી કરાયો હતો.

તા.31-07-23 ના રોજ ભોગ બનનારની માસી સાંજે સાડા છ કલાકે બંને સગીરાઓને લેવા ક્લાસીસ પર પહોંચતા દરવાજો બંધ જોતાં દરવાજો ખખડાવવા દરમિયાન અંદરથી રડવાનો અવાજ સાંભળતાં ફાળ પડી હતી. દરવાજો ખોલ્યા વગર કોઈ છૂટકો ન રહેતા ધીરજ લેઉવાએ જાતે જ દરવાજો ખોલ્યો હતો.

બંને દીકરીઓ રડતી રડતી બહાર આવી હતી અને ભોગ બનનારે તેની સાથે થયેલ ગેરવર્તન અંગે વાત કરતાં મહિલાએ તેના પતિ વગેરેને જાણ કરતાં લોકોના ટોળા ધસી આવ્યા હતા અને સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવાને માર મારી હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

ધૃણાસ્પદ અને નીંદનીય બનાવ સમાજ માટે લાલ બત્તી સમાન હોવા સહિત તમામ બાળકીઓ માટે પ્રેરણાદાયક પણ છે બેડ ટચની સમજ કેળવી કોન્ક્રીટ આઘાત આપવાની હિંમત કેળવી કોઈનાથી ડરવાની જરૂર નથી તે 11 વર્ષીય વીરબાળાએ પૂરવાર કરી બતાવ્યું છે.

સરે બે ત્રણ જગ્યાએ બેડ ટચ કરી છે, ગળામાં કીસ કરી છે, મેં થપ્પડ મારતાં દરવાજો બંધ કરી દીધો
મહિલાએ દરવાજો ખખડાવતાં ક્લાસીસ ચલાવતા ધીરજ નાથાભાઈ લેઉઆએ દરવાજો ખોલ્યો હતો. બંને દીકરીઓ રડતી રડતી બહાર આવતાં મહિલાએ તેની દીકરીને પૂછતાં હેબતાઈ ગઈ હોવાથી કંઈ બોલી શકી ન હતી પરંતુ તેની બહેનની દીકરીએ સંચાલકનો ભાંડો ફોડતાં જણાવ્યું કે સરે બે ત્રણ જગ્યાએ બેડ ટચ કરી છે ગળામાં કીસ કરી છે મેં થપ્પડ મારી દેતાં દરવાજો બંધ કરી દીધો હતો અગાઉ પણ પગથી બેડ ટચ કરી ચૂક્યો છે ક્લાસીસમાં પૂરીને ધમકાવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભોગ બનનારે આક્રોશ ઠાલવ્યો હતો.

પોલીસે લંપટની અટક કરી પોક્સો સહિતનો ગુનો નોંધ્યો
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપી ધીરજ નાથાભાઈ લેઉવાની અટકાયત કરી તેની વિરુદ્ધ 354 354-એ અને પોક્સો એકટની કલમ 7,8,9 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

ટોળાંએ સંચાલકને માર્યો
છેડતી કરનાર સંચાલકના કાકાના દીકરા અરવિંદભાઈ વેણાભાઈ ચમારે ફરિયાદ નોંધાવી હતી કે સોમવારે સાંજે સાડા છએક વાગ્યાના સુમારે ધીરજભાઈ ને ઝઘડો થયાનો સમાચાર મળતાં અરવિંદભાઈ અને તેમના કાકા નાથાભાઈ બંને ફાઇન આર્ટસ ક્લાસીસ ઉપર આવ્યા હતા તે સમયે ચિરાગભાઈ પટેલ રિન્કુબેન,ધારાબેન તથા કેવલભાઈ ધીરજભાઈને મારતા મારવાની ના પાડતાં જાતિ વિષયક શબ્દો બોલી લાફો મારી ધમકીઓ આપી હતી. બીજા 35 માણસો ભેગા થઈ ગયા હતા. એ ડિવિઝન પોલીસે 4ના નામ જોગ અને 35ના ટોળા વિરુદ્ધ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધ્યો છે.
​​​​​​​

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑