વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો:બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત
બૂમ મારવા છતાં જવાબ ન મળતાં માતા જોવા ગઈ ત્યારે જાણ થઈ અમરોલીની ઘટના: ફોનનું નેટવર્ક ન આવતા બારી પાસે રમતી હતી નાના બાળકોને એકલા મુકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો સામે આવ્યો છે.
- બૂમ મારવા છતાં જવાબ ન મળતાં માતા જોવા ગઈ ત્યારે જાણ થઈ
- અમરોલીની ઘટના: ફોનનું નેટવર્ક ન આવતા બારી પાસે રમતી હતી
નાના બાળકોને એકલા મુકી પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા વાલીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા મૂળ ઓરિસ્સાના મનોજ જૈના લુમ્સના કારખાનામાં કામ કરે છે. તેમને સંતાનમાં 5 વર્ષની દિકરી એસ્પીતા હતી.
રમતા રમતા ગમછો ગળામાં લપેટી લીધો
ગત 21મીએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા તે દરમ્યાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પીતાને બારી પાસે સુકવવા નાંખેલો ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો. બુમ પાડતા એસ્પીતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી. એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા તેણીને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.
ગમછો ગળામાં લપેટ્યા બાદ પગ લપસતાં ફાંસો
એસ્પીતાના પિતા મનોજ જૈનાએ જણાવ્યું હતું કે એસ્પીતા મારી એકની એક દીકરી હતી. ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા અમારી એકની એક દીકરી અમે ગુમાવી દીધી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले