વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી:મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, મને એ દિવસો યાદ આવ્યા, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોય શકેઃ વડાપ્રધાન

By Abhishek Raghuvanshi
8 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટની સફળતાની ફિલ્મ બતાવાઈ હતી. બાદમાં કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મોદી, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓને માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, મને એ દિવસો યાદ આવ્યા, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોય શકે.

સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ગુજરાતમાં 30 હજાર યુનિટ છે, મેડિકલ ડિવાઈસ 50 ટકા અને કાર્ડિયાક સ્ટેન્ટ 80 ટકા છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા ભાગ ગુજરાતનો છે. સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.

20 વર્ષ એક લાંબો કાર્યકાળ છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, બોન્ડિંગ મારા અને ગુજરાતના 7 કરોડ નાગરિકો સાથે જોડાયેલું છે. આજે મને સ્વામી વિવેકાનંદની વાત યાદ આવે છે કે, દરેક કામને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. 20 વર્ષ એક લાંબો કાર્યકાળ છે. 2001ના ભૂકંપ પછી ગુજરાતની સ્થિતિ કેવી હતી. રાજ્યમાં 2001 પહેલાં પણ અકાળની સ્થિતિમાં હતાં. ભૂકંપમાં હજારોના મૃત્યુ થયા, માધવપુરા માર્કેન્ટાઇલ બેંકની ઘટના બની હતી. 133 કો.ઓપરેટિવ બેંકોમાં તોફાન છવાયું હતું. ગુજરાતમાં આર્થિક હાહાકાર મચી ગયો હતો. ગુજરાતનું આર્થીક સેક્ટર સંકટમાં આવ્યું હતું. પહેલીવાર ધારાસભ્ય બન્યો, મને કોઈ અનુભવ નહીં અને પડકાર હતો. ગોધરાકાંડ થયો અને ગુજરાત હિંસામાં ફેલાયું હતું.

મુખ્યમંત્રી તરીકે મારી પાસે અનુભવ નહોતો
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે મારી પાસે અનુભવ નહોતો પરંતુ ગુજરાતના લોકો પર મને ભરોસો હતો. જે લોકો એજન્ડા લઈને ચાલતા હતા તેઓ ઘટનાનું એનાલિસિસ કરતા હતા. ગુજરાતના યુવા ઉદ્યોગકારો અને વેપારીઓ બહાર જતા રહેશે અને બરબાદ થઈ જશે. ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ગુજરાત ક્યારેય ઉભું નહીં થયા એવી વાતો થતી હતી. પરંતુ મેં સંકલ્પ લીધો કે, હું ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. ગુજરાતના પુનઃ નિર્માણ નહીં પરંતુ આગળનો વિચાર હતો. વિશ્વ સાથે આંખથી આંખ મિલાવવા વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું હતું. ભારતના ટેલેન્ટને વિશ્વને બતાવવા માટે માધ્યમ બન્યું હતું. વાયબ્રન્ટ નવરાત્રિ પર્વમાં શરૂ કર્યું હતું.

- Advertisement -

વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જોવે છે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20 વર્ષ થઈ રહ્યા છે. ખાટી-મીઠી વાત યાદ આવે છે. વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જોવે છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ છે પરંતુ ત્યારની કેન્દ્ર સરકાર વિકાસને રાજનીતિ કરતા હતા. કેન્દ્ર સરકારમાં રહેલા લોકો આવવાની ના પાડતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવવામાં આવતા હતાં તેમ છતાં રોકાણકારો આવ્યા હતા. રોકાણકારો આવ્યા હતા કારણ કે તેઓને અહીંયા ગુડ ગર્વન્સ, ફેર ગવર્ન્સ મળ્યું છે. જ્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારે મોટી હોટલો નહોતી. ગેસ્ટ હાઉસ નહોતા. જ્યારે બિઝનેસ હાઉસને કહ્યું કે, તમારા ગેસ્ટ હાઉસ રહેવા આપવા કહ્યું. અલગ અલગ શહેરોમાં રોકાયા. 2009માં વાયબ્રન્ટમાં મંદીનો માહોલ હતો. મને કહ્યું વાયબ્રન્ટ ગુજરાત કેન્સલ કરો પરંતુ મેં કહ્યું ના કરો જ તમે. આદત છૂટવી ન જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળ રહ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા સમજી શકાય છે.

આજે 40000થી વધુ ડેલીગેટ્સ આવવાના શરૂ થયા
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે 40000થી વધુ ડેલીગેટ્સ આવવાના શરૂ થયા છે. 2003માં ગણતરીના હતા. આજે 135 દેશો ભાગ લે છે. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ અનેક કારણો છે. આઈડિયા, ઇમેજીનેશન, ઇમ્પ્લિમેટેશન છે. આજે વાયબ્રન્ટ ગુજરાત એક ઇન્સ્ટિટ્યૂશન બની ગયા છે. જે સરકાર બહાર અને અંદર ચાલે છે. મુખ્યમંત્રીઓ બદલાયા, અનેક અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળતાપૂર્વક આગળ વધ્યું છે. અમદાવાદના ટાગોર હોલ અને સાયન્સ સિટીમા તંબુ લગાવી કર્યા અને આજે મહાત્મા મંદિર થાય છે. એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી દેશના મુખ્યમંત્રીઓને કહેતા હતા કે, તમે અમારા વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કર્યા હતા. ગુજરાતના વિકાસને દેશના વિઝન સાથે કરતા હતા.

21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 20મી સદી બાદ 21મી સદી પછી ગુજરાત ફાયનાન્શિયલ હબ બન્યું હતું. ગુજરાતની વેપાર નીતિ મજબૂત બની જે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા છે. છેલ્લા 20 વર્ષની અનેક સક્સેસ સ્ટોરી અને કેસ સ્ટડી છે. છેલ્લા બે દાયકામાં અનેક સેક્ટરમાં ઊંચાઈ પર પહોંચ્યા છીએ. આજે ગુજરાતનું દેશમાં અનેક ક્ષેત્રે મોટું યોગદાન છે. ગુજરાત દેશમાં ટોપ એક્સપોર્ટમાં છે. વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું ત્યારે વિચાર્યું હતું કે, રાજ્ય દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બને. દેશે તેને હકિકતમાં જોયું છે. 2014માં જ્યારે અમને દેશની સેવાનો મોકો મળ્યો તો હવે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેમ વિચારી રહ્યા છીએ. મોદીની ગેરંટી છે કે, થોડા જ વર્ષોમાં ભારત ટોપ 3 ઇકોનોમીમાં હશે.

આગળના 20 વર્ષ વધુ મહત્વના
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ઉદ્યોગકારોને અપીલ છે કે, તમે નવી સંભાવનાઓ શોધો. વાયબ્રન્ટ ગુજરાત સામે લક્ષ્ય છે કે, ગિફ્ટ સિટીને કેવી રીતે સક્સેસ કરે. રોકવાનો સમય નથી. આગળના 20 વર્ષ વધુ મહત્વના છે. જ્યારે 40 વર્ષ પૂરા થશે ત્યારે ભારત સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની નજીક હશે. મને વિશ્વાસ છે કે, તમે આ દિશામાં વિચારશો અને આગળ વધશો. જાન્યુઆરી 2024માં યોજાવવાનું છે, બધા તૈયારીમાં લાગી ગયા હશે. હું આજે 20 વર્ષ નાનો થઈ ગયો અને જૂની યાદો તાજી થઈ ગઈ. મેં ભયંકર પરિસ્થિતિમાંથી ગુજરાતને બહાર કાઢ્યું છે, બસ જીવનમાં આનાથી વધુ સંતોષ શું હોય શકે.

સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ
મુખ્યમંત્રી બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ગુજરાતમાં 30 હજાર યુનિટ છે, મેડિકલ ડિવાઈસ 50 ટકા અને કાર્ડિયાક સ્ટેન્ટ 80 ટકા છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા ભાગ ગુજરાતનો છે. સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.

મેક ઈન ઇન્ડિયામાં જાપાન પહેલા નંબરે ફાળો આપનાર દેશ
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ સમિટ ઓફ સક્સેસ છે. 300 બિઝનેસ પાર્ટનર સાથે સમિટની સફરની શરૂઆત થઈ હતી. ગિફ્ટ સિટી ધોલેરા જેવા વિશ્વ સ્તરીય પ્રોજેક્ટ વડાપ્રધાને ગુજરાતને આપ્યો છે. જાપાનના ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતના 20માં વર્ષ બદલ અભિનંદન, મેક ઈન ઇન્ડિયામાં જાપાન પહેલા નંબરે ફાળો આપનાર દેશ છે. કુલ એમઓયુના 70 ટકા જેટલું રોકાણ ગુજરાતમાં થયું છે.

પહેલા ટેક્સટાઈલ પ્લાન્ટ વાપીમાં નાખવાના હતા
ગોએન્કા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2003 પહેલી વાયબ્રન્ટ સમિટમાં ટેક્સટાઈલ પ્લાન્ટ વાપીમાં નાખવાના હતા, મોદીએ કચ્છમાં કહ્યું એટલે ત્યાં પ્લાન્ટ નાખવામાં આવ્યો. લેહમેન બ્રધર્સ ક્રાઇસિસ વખતે પણ વાયબ્રન્ટ ગુજરાતને સફળતા મળી હતી. જ્યારે લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે, ગુજરાતમાં વિવિધતાપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ છે.

ગરબા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પેટલે નરેન્દ્ર મોદીને બૂકે અને શાલ આપી સ્વાગત કર્યું હતું. મોદીએ અક્ઝીબિશન નિહાળ્યું હતું. સાયન્સ સિટીમાં કન્વેશન હોલમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

Exit mobile version